Budget 2021: શું છે બજેટ રજૂ કરવાની પ્રક્રિયા અને તેનું મહત્વ? જાણો અહેવાલમાં

|

Jan 30, 2022 | 11:56 PM

Budget 2021 : સોમવારે 1 ફેબ્રુઆરીએ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ સંસદમાં નાણાકીય વર્ષ 2021-22 માટેનું બજેટ રજૂ કરશે. બજેટમાં સરકારની નીતિઓ, આવકનાં સ્રોત અને આગામી નાણાકીય વર્ષ માટે કેટલી રકમ ખર્ચવામાં આવશે તેની વિગતો આપવામાં આવે છે.

Budget 2021: શું છે બજેટ રજૂ કરવાની પ્રક્રિયા અને તેનું મહત્વ? જાણો અહેવાલમાં
Budget 2021: Customary 'Halwa ceremony'

Follow us on

Budget 2021 : સોમવારે 1 ફેબ્રુઆરીએ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ સંસદમાં નાણાકીય વર્ષ 2021-22 માટેનું બજેટ રજૂ કરશે. બજેટમાં સરકારની નીતિઓ, આવકનાં સ્રોત અને આગામી નાણાકીય વર્ષ માટે કેટલી રકમ ખર્ચવામાં આવશે તેની વિગતો આપવામાં આવે છે. કોરોના રોગચાળા અને લોકડાઉન પછી, આ બજેટ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. લોકોને સરકાર તરફથી મોટી રાહતની અપેક્ષા છે. અમે તમને બજેટ સામાન્ય લોકોના જીવનને કેવી અસર કરે છે તેની માહિતી આપી રહ્યા છીએ.

કેવી રીતે બજેટ આપણા અર્થતંત્ર પર અસર કરે છે?
સરકારી ખર્ચ અને આવક સંગ્રહ માટેનું બજેટ બ્લુપ્રિન્ટ છે. તેનો ઉદ્દેશ સંતુલિત વિકાસ દ્વારા કિંમતોને નિયંત્રિત કરીને આર્થિક અસમાનતા ઘટાડવાનો છે. આમાં, અસરકારક નીતિઓ દ્વારા, બધા વર્ગને સંસાધનોની યોગ્ય ફાળવણી કરીને વધુને વધુ લોકોને લાભ આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. બજેટમાં આવકનાં સ્રોત – કર વગેરેની ઓળખ કરવામાં આવે છે જેનો ઉપયોગ વિકાસ અને કલ્યાણ પ્રવૃત્તિઓ પર થાય છે. તે ઉદ્યોગોને વ્યૂહાત્મક રીતે મદદ કરવા અને ભારતની વિકાસ યાત્રામાં ભાગ લેવાની દિશા પ્રદાન કરે છે. લોકોની આવક વધારવામાં પણ ફાળો આપે છે.

બજેટની જરૂર કેમ છે?
આ તમામ કવાયત દેશની અર્થવ્યવસ્થાને ટ્રેક પર રાખવા માટે જરૂરી છે કારણ કે જો આવક અને ખર્ચ માટેની કોઈ યોજના ન હોય તો સંભવ છે કે ખર્ચ આવક કરતા વધારે હશે. જો આવું થાય, તો દેશની અર્થવ્યવસ્થા સ્થિર થઈ શકે છે. જો દેશની આર્થિક સ્થિતિ જાળવવી હોય તો તેણે વધુ સારું બજેટ બનાવવું જોઈએ.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

બજેટ સમય કેમ મહત્વપૂર્ણ છે?
1998 સુધી, નાણાં પ્રધાન દ્વારા ફેબ્રુઆરીના અંતિમ કાર્યકારી દિવસે (સામાન્ય રીતે 28 ફેબ્રુઆરી) સાંજે 5 વાગ્યે બજેટ રજૂ કરાતું હતું. આ પ્રથા બ્રિટિશ શાસનથી વારસામાં મળી હતી. સાંજે બજેટ રજૂ કરવામાં આવતું કારણ કે તે સમયે યુકે સ્ટોક માર્કેટ ખુલે છે. સાંજે બજેટની અસરોની આકારણી કરવા બજેટ રજૂ કરાતું હતું. 1999 માં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) ના યુગ દરમિયાન આ બદલાયું હતું. બજેટનો સમય બદલીને સવારે 11 વાગ્યે કરવામાં આવ્યો છે. ફેબ્રુઆરી, 2016 માં એનડીએ દ્વારા બજેટ રજૂ કરવાની તારીખ 1 ફેબ્રુઆરી કરવામાં આવી હતી અને રેલવે બજેટને સામાન્ય બજેટમાં ભેળવી દેવામાં આવ્યું હતું.

હલવા સમારોહનું શું મહત્વ છે?
હલવા સમારોહ બજેટ પહેલા ઉજવવામાં આવે છે. સમારોહનો મત છે કે બજેટ પ્રક્રિયા અંતિમ તબક્કે પહોંચી ગઈ છે અને બજેટ દસ્તાવેજોની છાપકામ થઈ ગઈ છે. બજેટ છાપવાની પ્રક્રિયામાં નાણાં મંત્રાલયના 100 જેટલા કર્મચારીઓ કોઈપણ સંપર્ક વિના 10 દિવસ માટે બજેટ દસ્તાવેજો છાપશે. તેમને આ સમય દરમિયાન કોઈની સાથે સંપર્ક કરવાની મંજૂરી નથી. હલવા સમારોહ પાછળનું કારણ એ છે કે દરેક શુભ કાર્ય કરતા પહેલા મીઠુ ખાવું જોઈએ સાથે સાથે ભારતીય પરંપરામાં હલવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો કે, આ વખતે પ્રથમ વખત બજેટ ડિજિટલ રીતે મળશે. આ હોવા છતાં, હલવા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

Published On - 10:14 am, Sat, 30 January 21

Next Article