
Budget 2021માં વિદેશથી આવનારી અનેક વસ્તુઓ પર કસ્ટમ ડ્યૂટી વધારવામાં આવી છે. કસ્ટમ ડ્યૂટી વધારતા વિદેશથી આવનારી અનેક વસ્તુઓ મોંઘી થશે. વર્ષના બજેટમાં જો લાઈફસ્ટાઇલ પ્રોડક્ટ્સ પર નજર કરવામાં આવે તો વિદેશી કપડા મોંઘા થશે. જ્યારે સ્વદેશી ચપ્પલ સસ્તા થશે. ન માત્ર કપડા પરંતુ સરકાર દ્વારા વિદેશી ઓટો-પાર્ટ્સ પર કસ્ટમ ડ્યૂટી વધારવામાં આવી છે, કસ્ટમ ડ્યૂટી વધતા વિદેશી વાહનો પણ મોંઘા થશે. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા આત્મનિર્ભર ભારતનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેથી સ્વદેશી વસ્તુઓને પ્રાધાન્ય મળશે, જ્યારે વિદેશી વસ્તુઓ મોંઘી થશે.
આ પણ વાંચો: Budget 2021: મકાન અને ફ્લેટ ખરીદનારાઓ માટે બજેટમાં નાણાપ્રધાને આપી રાહત
Published On - 2:15 pm, Mon, 1 February 21