Breaking News : અદાણી એન્ટરપ્રાઇઝે FPO રદ કર્યો, રોકાણકારોને નાણાં પરત કરશે

|

Feb 01, 2023 | 11:19 PM

અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL)ના બોર્ડે સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ કરેલ ફોલો-ઓન પબ્લિક ઑફર (FPO) સાથે આગળ ન જવાનું નક્કી કર્યું છે. હાલમાં બજારની વર્તમાન અસ્થિરતાને જોતાં કંપનીનો ઉદ્દેશ્ય FPOની રકમ પરત કરીને તેના રોકાણકારોના હિતનું રક્ષણ કરવાનો છે.

Breaking News : અદાણી એન્ટરપ્રાઇઝે FPO રદ કર્યો, રોકાણકારોને નાણાં પરત કરશે
Gautam Adani
Image Credit source: Tv9 ભારતવર્ષ

Follow us on

અદાણી એન્ટરપ્રાઇઝે FPO રદ કર્યો છે. તે રોકાણકારોને નાણાં પરત કરશે.  અદાણી એન્ટરપ્રાઇઝની ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO)27 જાન્યુઆરીએ ખુલી હતી. અદાણી એન્ટરપ્રાઈઝ ભારતીય શેરબજારના ઈતિહાસમાં સૌથી મોટા FPO દ્વારા રૂ. 20,000 કરોડ એકત્ર કરવા માટે યોજના બનાવી હતી. અદાણી ગ્રુપની અદાણી એન્ટરપ્રાઇઝિસની ફોલો-ઓન પબ્લિક ઓફર 31 જાન્યુઆરી સુધી ખુલ્લી રહી હતી.

જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL)ના બોર્ડે સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ કરેલ ફોલો-ઓન પબ્લિક ઑફર (FPO) સાથે આગળ ન જવાનું નક્કી કર્યું છે. હાલમાં બજારની વર્તમાન અસ્થિરતાને જોતાં કંપનીનો ઉદ્દેશ્ય FPOની રકમ પરત કરીને તેના રોકાણકારોના હિતનું રક્ષણ કરવાનો છે.

અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, અમારા એફપીઓ પ્રત્યેના તમારા સમર્થન અને પ્રતિબદ્ધતા માટે બોર્ડ તમામ રોકાણકારોનો આભાર માને છે. FPO માટે સબસ્ક્રિપ્શન ગઈકાલે સફળતાપૂર્વક બંધ થયું. છેલ્લા અઠવાડિયે શેરમાં અસ્થિરતા હોવા છતાં કંપનીના વ્યવસાય અને તેના સંચાલનમાં તમારો વિશ્વાસ અડગ રહ્યો છે. આભાર

1927ની આ સૌથી ચર્ચિત ફિલ્મ જેણે જીત્યો હતો ઇતિહાસનો પહેલો ઓસ્કાર એવોર્ડ
પૂર્વ ક્રિકેટરે ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ પર લગાવ્યો 'ગંભીર' આરોપ
Tulsi Rituals in Sutak : શું સૂતકમાં તુલસીના છોડ પર પાણી રેડી શકાય? જાણો નિયમ
Birth Dates Secrets : આ તારીખે જન્મેલી છોકરી પર ધન, વૈભવ અને સમૃદ્ધિની થશે વર્ષા ! જાણો કારણ
શોએબ મલિકની ત્રીજી પત્ની છે 'હુસ્ન પરી' જુઓ તેની ખૂબસૂરત તસવીરો
ભારતમાં આવ્યુ છે એક એવુ ગામ જ્યાં બોલાય છે માત્ર સંસ્કૃત ભાષા

જો કે, આજે બજારમાં દિવસ દરમિયાન અમારા શેરના ભાવમાં વધઘટ થઈ છે. આ અસાધારણ સંજોગોને જોતાં કંપનીના બોર્ડને લાગ્યું કે આ મુદ્દા સાથે આગળ વધવું નૈતિક રીતે યોગ્ય રહેશે નહીં. રોકાણકારોનું હિત સર્વોપરી છે અને તેથી તેમને કોઈપણ સંભવિત નાણાકીય નુકસાનથી બચાવવા માટે, બોર્ડે FPO સાથે આગળ ન વધવાનો નિર્ણય કર્યો છે.

અમારી બેલેન્સ શીટ મજબૂત કેશફ્લો અને સુરક્ષિત અસ્કયામતો સાથે ખૂબ જ  સુરક્ષિત છે. અમારી પાસે અમારા દેવાનો સારો ટ્રેક રેકોર્ડ છે. આ નિર્ણયથી અમારી વર્તમાન કામગીરી અને ભાવિ યોજનાઓ પર કોઈ અસર થશે નહીં. અમે લાંબા ગાળાના મૂલ્ય નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખીશું અને વૃદ્ધિનું સંચાલન આંતરિક ઉપાર્જન દ્વારા કરવામાં આવશે. એકવાર બજાર સ્થિર થઈ જાય પછી મૂડી બજાર વ્યૂહરચનાની સમીક્ષા કરીશું. અમને પૂરો વિશ્વાસ છે કે અમને તમારું સમર્થન મળતું રહેશે. અમારા પરના તમારા વિશ્વાસ બદલ આભાર.

 

Published On - 10:55 pm, Wed, 1 February 23

Next Article