બોન્ડાડા એન્જિનિયરિંગ લિમીટેડ નો SME IPO આવી રહ્યો છે, જાણો શું છે ઇશ્યૂ પ્રાઇઝ ?

|

Aug 11, 2023 | 7:04 PM

કંપનીની SME IPO શુક્રવાર, 18 ઓગસ્ટ, 2023 ના રોજ, સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને મંગળવાર, 22 ઓગસ્ટ, 2023 ના રોજ બંધ થાય છે. રોકાણકારો લઘુત્તમ 1600 ઇક્વિટી શેર્સ અને ત્યાર બાદ 1600 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકે છે.

બોન્ડાડા એન્જિનિયરિંગ લિમીટેડ નો SME IPO આવી રહ્યો છે, જાણો શું છે ઇશ્યૂ પ્રાઇઝ ?
Bondada Engineering Limited

Follow us on

હૈદરાબાદ સ્થિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેયર બોન્ડાડા એન્જિનિયરિંગ લિમિટેડ, ટેલિકોમ અને સૌર ઉર્જા ઉદ્યોગમાં કાર્યરત તેના સમગ્ર ભારતના ગ્રાહકોને એન્જિનિયરિંગ, પ્રાપ્તિ અને બાંધકામ (“EPC”) સેવાઓ અને સંચાલન અને જાળવણી (“O&M”) સેવાઓ પ્રદાન કરવાના વ્યવસાયમાં રોકાયેલ છે,એ તેની પ્રથમ SME સાર્વજનિક ઓફર (IPO) માટે Rs 75 પ્રતિ ઇક્વિટી શેરના ભાવે નિશ્ચિત કિંમત રાખી છે. કંપનીની SME IPO શુક્રવાર, 18 ઓગસ્ટ, 2023 ના રોજ, સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને મંગળવાર, 22 ઓગસ્ટ, 2023 ના રોજ બંધ થાય છે. રોકાણકારો લઘુત્તમ 1600 ઇક્વિટી શેર્સ અને ત્યાર બાદ 1600 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકે છે.

આ પણ વાંચો : SBFC Finance IPO Allotment  Status :તમને શેર મળ્યા કે રિફંડ? આ રીતે તપાસો

ઈક્વિટી શેર દીઠ Rs 10ના ફેસ વેલ્યુના જાહેર ઈસ્યુ માં કોઈ ઓફર ફોર સેલ (OFS) કમ્પોનન્ટ વિના રૂ. 4,272.00 લાખના ઈક્વિટી શેરના નવા ઈશ્યુનો સમાવેશ થાય છે.

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

બોન્ડાડા એન્જીનિયરિંગ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે મુખ્ય ડિઝાઇન, એન્જિનિયરિંગ અને O&M સેવાઓ પ્રદાન કરતી અગ્રણી કંપની છે.

બોન્ડાડા એન્જિનિયરિંગે નાણાકીય વર્ષ 23 માં રૂ. 18.25 કરોડનો નફો કર્યો હતો. જે અગાઉના વર્ષમાં રૂ. 10.13 કરોડ હતો. નાણાકીય વર્ષ 23 દરમિયાન આવક અગાઉના વર્ષના રૂ. 334.11 કરોડની સરખામણીએ નોંધપાત્ર રીતે વધીને રૂ. 370.59 કરોડ થઈ હતી, જે 9.84% નો વધારો છે, મુખ્યત્વે EPC સેવાઓની આવકમાં વધારો થવાને કારણે, સૌર ક્ષેત્ર માટે અમલમાં મૂકાયેલા પ્રોજેક્ટ્સમાં વધારો થવાને કારણે.

વિવરો ફાયનાન્શિયલ સર્વિસીસ પ્રાઇવેટ લિમીટેડ(Vivro Financial Services Private Limited)એ લીડ મેનેજર છે અને KFin ટેકનોલોજીસ લિમીટેડ આ ઈસ્યુના રજીસ્ટ્રાર છે. ઇક્વિટી શેરો BSE લિમિટેડ (BSE SME) ના SME પ્લેટફોર્મ પર સૂચિબદ્ધ થવાનો પ્રસ્તાવ છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article