Google ને 7.11 કરોડ ઇક્વિટી શેર અલોટ કરશે Bharti Airtel, જાણો કેટલામાં થશે આ ડીલ

|

Jul 15, 2022 | 11:53 AM

દેશની દિગ્ગજ ટેલિકોમ કંપની ભારતી એરટેલે ( Bharti Airtel) ઈન્ટરનેટ જાયન્ટ ગૂગલને 734 રૂપિયા પ્રતિ શેરના ભાવે 7.1 કરોડથી વધુ ઈક્વિટી શેર ફાળવ્યા છે.

Google ને 7.11 કરોડ ઇક્વિટી શેર અલોટ કરશે Bharti Airtel, જાણો કેટલામાં થશે આ ડીલ
Business Deal (Symbolic Image)

Follow us on

દેશની દિગ્ગજ ટેલિકોમ કંપની ભારતી એરટેલે (Bharti Airtel) ઈન્ટરનેટ ક્ષેત્રની દિગ્ગજ કંપની ગૂગલને (Google) 734 રૂપિયા પ્રતિ શેરના ભાવે 7.1 મિલિયનથી વધુ ઈક્વિટી શેર ફાળવ્યા છે. એરટેલે સ્ટોક એક્સચેન્જોને મોકલેલી માહિતીમાં જણાવ્યું હતું કે આ ફાળવણી એરટેલમાં એક અબજ ડોલરનું રોકાણ કરવાની ગૂગલની પ્રતિબદ્ધતાના ભાગરૂપે કરવામાં આવી છે. આમાં કંપનીમાં 70 કરોડ ડોલરના (લગભગ રૂ. 5,224 કરોડ) ઇક્વિટી રોકાણનો સમાવેશ થાય છે.

7,11,76,839 ઇક્વિટી શેરની ફાળવણી મંજૂર કરવામાં આવી હતી

એરટેલે જણાવ્યું હતું કે, 14 જુલાઈના રોજ યોજાયેલી કંપનીના પ્રેફરન્શિયલ એલોટમેન્ટ પરની સ્પેશિયલ કમિટિ ઑફ ડિરેક્ટર્સની બેઠકમાં, Google ઇન્ટરનેશનલ એલએલસીને રૂ. 734 પ્રતિ શેરના ઇશ્યૂ ભાવે રૂ. 5ના ફેસ વેલ્યુના શેરની ફાળવણી માટે મંજૂરી આપવામાં આવી હતી. કુલ 7,11,76,839 ઇક્વિટી શેરની ફાળવણી માટે મંજૂરી આપવામાં આવી છે.

ગૂગલ ઇન્ટરનેશનલ ભારતી એરટેલમાં 1.2 ટકા હિસ્સો ધરાવે છે

ડીલ પછી, ભારતી એરટેલે એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે Google કંપનીના કુલ પોસ્ટ-ઇશ્યુ ઇક્વિટી શેરના 1.2 ટકા હિસ્સો ધરાવશે. કંપનીએ જણાવ્યું હતું કે એરટેલની વિશેષ સમિતિએ આ ફાળવણી માટે મંજૂરી આપી હતી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

તમને જણાવી દઈએ કે ગૂગલે જાન્યુઆરી 2022માં કહ્યું હતું કે તે ભારતી એરટેલમાં 1 બિલિયન ડોલરનું રોકાણ કરશે. આ સંબંધમાં ગૂગલ ઇન્ટરનેશનલે 700 મિલિયન ડોલરના ખર્ચીને ભારતી એરટેલમાં 1.28 ટકા હિસ્સો ખરીદ્યો છે. ગૂગલ હવે આવનારા વર્ષોમાં બાકીની રકમ ઉપકરણો અને અન્ય પ્રોગ્રામ્સ પર ખર્ચ કરશે. તમને જણાવી દઈએ કે ભારતી એરટેલ રિલાયન્સ જિયો પછી ભારતની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની છે.

ભારતી એરટેલ દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની છે

જૂનમાં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરાયેલ એપ્રિલ, 2022ના ડેટા અનુસાર, ભારતી એરટેલ પાસે કુલ 36,11,47,280 ગ્રાહકો છે. એપ્રિલ 2022માં એરટેલને 8,16,016 નવા ગ્રાહકો મળ્યા. અગાઉ, એટલે કે માર્ચ 2022 માં, એરટેલના કુલ ગ્રાહકોની સંખ્યા 36,03,31,264 હતી. બીજી તરફ, એપ્રિલ 2022માં રિલાયન્સ જિયોના કુલ ગ્રાહકોની સંખ્યા 40,56,76,025 છે. એપ્રિલ 2022માં 16,82,094 નવા ગ્રાહકો Jio સાથે જોડાયા હતા. માર્ચ 2022માં Jioના કુલ ગ્રાહકોની સંખ્યા 40,39,93,931 હતી.

Next Article