ભારતપેએ અશનીર ગ્રોવરને તમામ પદ પરથી હટાવ્યા, અમુક હિસ્સેદારી પરત લેવાની પણ તૈયારી

|

Mar 02, 2022 | 10:23 PM

ભારતપે માં ગ્રોવરનો 9.5 ટકા હિસ્સો છે. જો કે, બોર્ડની મંજુરી વગર રાજીનામુ આપવા પર બોર્ડ ગ્રોવર પાસેથી 1.4 ટકા હિસ્સો લઈ શકે છે.

ભારતપેએ અશનીર ગ્રોવરને તમામ પદ પરથી હટાવ્યા, અમુક હિસ્સેદારી પરત લેવાની પણ તૈયારી
Ashneer Grover (File Image)

Follow us on

પેમેન્ટ્સ સ્ટાર્ટ-અપ ભારતપે (BharatPe)ના કો-ફાઉન્ડર અશનીર ગ્રોવરને તેમની કથિત ગેરવર્તણૂકને કારણે કંપનીના પદ પરથી હટાવી દીધા છે. હવે કંપની ગ્રોવરના કેટલાક શેરહોલ્ડિંગ  (shareholding) પાછા ખેંચવા સહિત તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરી શકે છે. દુકાનદારોને ક્યુઆર કોડ દ્વારા ડિજિટલ ચૂકવણી કરવાની સુવિધા આપતી કંપની ભારતપે એ બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની આગામી બેઠક માટે એજન્ડા મળ્યા બાદ ગ્રોવરે મંગળવારે પદ પરથી રાજીનામું આપી દીધું હતું. સ્ટાર્ટઅપના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મંગળવારે સાંજે બેઠક મળી હતી જે મોડી રાત સુધી ચાલી હતી. આ બેઠકમાં ગ્રોવરના પગલાંના સ્વતંત્ર ઓડિટની પણ ચર્ચા કરવામાં આવી હતી. મીટિંગ પછી કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં ગ્રોવરને તમામ પોસ્ટ્સ દૂર કરવા વિશે જાણ કરવામાં આવી હતી.

ગ્રોવર પર ગેરરીતિનો આરોપ

ભારતપે કહ્યું કે તેને ઓડિટ રિપોર્ટમાં બહાર આવેલા તથ્યોના આધારે કાર્યવાહી કરવાનો અધિકાર છે. નિવેદન અનુસાર “ગ્રોવર પરિવાર અને તેમના સંબંધીઓ કંપનીના ભંડોળમાં મોટાપાયે ગેરરીતિઓમાં સામેલ છે. તેઓ અહીંથી અટક્યા ન હતા, નકલી વેન્ડરો બનાવીને કંપનીના ખાતામાંથી પૈસા ઉપાડવામાં આવ્યા હતા અને કંપનીના ભંડોળનો મોટાપાયે દુરુપયોગ કર્યો હતો. 1 માર્ચના રોજ ગ્રોવરને બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટિંગ માટે આમંત્રણ મળ્યું, જે મંગળવાર, 2 માર્ચની સાંજે યોજાવાની હતી. ત્યારે ગ્રોવરે મંગળવારે રાજીનામું આપ્યું.

સૂત્રોએ જણાવ્યું કે ભારતપેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે મેનેજિંગ ડિરેક્ટર અને કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ડિરેક્ટર તરીકે ગ્રોવરના રાજીનામાની નોંધ લીધી. જોકે ગ્રોવરે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મંજૂરી વિના રાજીનામું આપી દીધું હતું. જેના કારણે કંપનીને એ અધિકાર છે કે તે તેમની હીસ્સેદારીના 1.4 ટકા સુધી શેર પાછા લઈ શકે છે. ગ્રોવર હાલમાં ભારતપેમાં 9.5 ટકા હિસ્સો ધરાવે છે. ભારતપેને કંપનીના ફંડમાં મોટાપાયે ગેરરીતિઓમાં ગ્રોવરના પરિવાર અને સંબંધીઓની સંડોવણી હોવાનું પણ જાણવા મળ્યું છે.

પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું

શું રહ્યો અશનીર ગ્રોવરનો જવાબ

જ્યારે ગ્રોવરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે તેમને કંપનીના અંગત પ્રકૃતિવાળી નિવેદનથી કોઈ આશ્ચર્ય થયુ નથી. તેમણે કહ્યું, “આ નિવેદન પાછળ વ્યક્તિગત નફરત અને ખરાબ વિચાર છે. હું તે જાણવા માંગુ છું કે, અમરચંદ, પીડબલ્યુ અને A&Mમાંથી કોણે જીવનશૈલી ઓડિટ કરવાનું શરૂ કર્યું છે? ગ્રોવરે કહ્યું, “મને આશા છે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જલ્દી કામ શરૂ કરશે. એક હિસ્સેદાર તરીકે હું વેલ્યુએશન ઘટવાથી ચિંતિત છું. હું કંપની અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સને ઝડપથી વધુ સારા થવાની ઈચ્છા કરું છું.

કંપનીએ બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ગ્રોવર પરિવારના નિંદનીય વર્તનથી ભારતપે, તેના મહેનતુ કર્મચારીઓ અને વિશ્વ કક્ષાની ટેક્નોલોજીની પ્રતિષ્ઠાને ખરાબ થવા દેશે નહીં. ગ્રોવર તેમના ખોટા કાર્યોને કારણે હવે કંપનીના સ્થાપક કે ડિરેક્ટર કે કર્મચારી પણ નથી.

આ પણ વાંચો :  સાડી પ્રત્યેના તેમના અનન્ય પ્રેમને કારણે આજે આ બંને બહેનોએ રૂ.50 કરોડથી પણ મોટી બ્રાન્ડ બનાવી

Next Article