હવે રિકરિંગ બિલ ભરવાનું થશે સરળ, ભારત બિલપે લોન્ચ કરશે UPMS, આ રીતે કરશે કામ

|

Jan 04, 2022 | 11:12 PM

આ સિસ્ટમ હેઠળ, ઓટોમેટિક બિલર્સ પાસેથી બિલ પ્રાપ્ત થશે અને ગ્રાહકોને પેમેન્ટ માટે ઓટો-ડેબિટ અને બિલ પેમેન્ટ મેનેજમેન્ટ આપી શકાય છે.

હવે રિકરિંગ બિલ ભરવાનું થશે સરળ, ભારત બિલપે લોન્ચ કરશે UPMS, આ રીતે કરશે કામ
રિકરિંગ બિલ ચૂકવણીને સરળ બનાવવા માટે ભારત બિલ પે એ UPMS લોન્ચ કરી છે

Follow us on

દર મહિને કેટલાક ખર્ચ (expenses) લગભગ ફીક્સ જ હોય છે. જેમાં મોબાઈલ બિલની ચુકવણી, વીજળી બિલની ચુકવણી, EMI, વીમા પ્રીમિયમ ચુકવણી, મ્યુચ્યુઅલ ફંડ રોકાણ વગેરેનો સમાવેશ થાય છે. હવે આ રીકરીંગ બીલની ચુકવણી ચુકાશે નહી. કારણ કે NPCI ભારત બિલપે યુનિફાઇડ પ્રેઝન્ટેશન મેનેજમેન્ટ સિસ્ટમ (Unified Presentation Management System – UPMS) લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે યુઝર્સને તમામ ચેનલો અને ડિજિટલ પેમેન્ટના મોડ્સમાં તેમના રિકરિંગ બિલ પેમેન્ટ્સ પર સ્ટેન્ડિંગ સૂચનાઓ આપવા સક્ષમ બનાવશે.

Bharat BillPay એ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા વિકસિત ચૂકવણી માટેનું એક સંકલિત ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ સિસ્ટમ હેઠળ, બિલ ઓટોમેટીક બિલર્સ પાસેથી પ્રાપ્ત કરી શક્શે અને ગ્રાહકોને ઓટો – ડેબિટ અને બિલ પેમેન્ટ મેનેજમેન્ટને ચુકવણી માટે આપી શકાશે.

NBBL એ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે તેનો ઉદ્દેશ્ય ભારત બિલપે સેન્ટ્રલ યુનિટ (BBPCU) દ્વારા પૂરી પાડવામાં આવેલ કેન્દ્રીય માળખાકીય સુવિધાઓ અને એપ્લિકેશનની મદદથી તેમના ગ્રાહકોને આ સુવિધા પૂરી પાડવા માટે તમામ ભારત બિલપે ઓપરેટિંગ એકમોને સક્ષમ કરવાનો છે. UPMS ગ્રાહકો માટે રિકરિંગ બિલ ચૂકવણીને વધુ સુવિધાજનક બનાવવામાં મદદ કરશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ઘણી કંપનીઓએ સેવા શરૂ કરી

NBBL એ જણાવ્યું હતું કે UPMS ડિજિટલ પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સ અને ફિનટેક કંપનીઓને BBPSના સેન્ડબોક્સ વાતાવરણમાં આ નવીન સુવિધા દ્વારા ચલાવવાની તક પૂરી પાડે છે. Axis Bank અને IDFC First Bank, PhonePe જેવી કેટલીક કંપનીઓ તેમના બિલર્સ અને ગ્રાહકોને UPMS સેવાઓ ઓફર કરી રહી છે, જ્યારે અન્ય સેન્ડબોક્સનો ઉપયોગ કરવાના પહેલા તબક્કામાં છે.

NPCI ભારત બિલપેના CEO, નુપુર ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, “બિલર્સ માટે UPMS બિલિંગ સાઈકલ દરમિયાન પોતાની સિસ્ટમ પર આવનારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઓવરહેડને ઓછુ કરતા કલેક્શનના ઓપરેશનલ મેનેજમેન્ટને સરળ બનાવે છે. અમે માનીએ છીએ કે ઇકોસિસ્ટમ ભાગીદારોના સમર્થનથી, તે લાખો ગ્રાહકો અને સેવા પ્રદાતાઓને શ્રેષ્ઠ બિલ ચુકવણીનો અનુભવ પ્રદાન કરશે.

ગ્રાહકોને રીઅલ ટાઇમ અપડેટ્સ મળશે

એક્સિસ બેન્કના હોલસેલ બેન્કિંગ પ્રોડક્ટ્સના હેડ વિવેક ગુપ્તાએ જણાવ્યું હતું કે, UPMS એ BBPS ઇકોસિસ્ટમ માટે એક મોટું પગલું છે. આ સુનિશ્ચિત કરશે કે સમગ્ર બિલ ચુકવણી ઇકોસિસ્ટમ રીઅલ ટાઇમમાં અપડેટ થઈ જાય. હવે ગ્રાહકોએ પેમેન્ટ કન્ફર્મેશન અથવા પેમેન્ટ ડ્યુ રીમાઇન્ડરમાં વિલંબને કારણે ડબલ પેમેન્ટ કરવા વિશે ચિંતા કરવાની જરૂર નથી. BBPS એ એક્સિસ બેંકની મુખ્ય પહેલોમાંની એક છે અને અમે તેના માટે NPCI સાથે કામ કરવા આતુર છીએ. UPMS એકસાથે ચુકવણી કરવા અથવા રિકરિંગ ચુકવણી માટે ઓર્ડર સેટ કરવાની સુવિધા પણ પ્રદાન કરે છે.

આ પણ વાંચો :  સ્થાનિક અર્થતંત્ર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે SBI, ICICI બેંક અને HDFC બેન્ક, RBI એ જાહેર કરી યાદી

Published On - 8:39 pm, Tue, 4 January 22

Next Article