BANK MERGER : મર્જર બાદ 2118 બેંક શાખાઓ બંધ થઈ, જાણો યાદીમાં કંઈ- કંઈ બેંકોનો સમાવેશ

|

May 10, 2021 | 7:50 AM

ભારતીય રિઝર્વ બેંકે(Reserve Bank of India) RTI હેઠળ જણાવ્યું છે કે નાણાકીય વર્ષ 2020-21માં 10 સરકારની બેંકોની કુલ 2,118 બેંકિંગ શાખાઓ ક્યાં તો કાયમી ધોરણે બંધ થઈ ગઈ છે

BANK MERGER :  મર્જર બાદ  2118 બેંક શાખાઓ બંધ થઈ, જાણો યાદીમાં કંઈ- કંઈ બેંકોનો સમાવેશ
બેંકની ફાઈલ તસ્વીર

Follow us on

ભારતીય રિઝર્વ બેંકે(Reserve Bank of India) RTI હેઠળ જણાવ્યું છે કે નાણાકીય વર્ષ 2020-21માં 10 સરકારની બેંકોની કુલ 2,118 બેંકિંગ શાખાઓ ક્યાં તો કાયમી ધોરણે બંધ થઈ ગઈ છે અથવા અન્ય બેંક શાખાઓમાં મર્જ થઈ ગઈ છે. રિઝર્વ બેંકે માહિતી અધિકાર અધિનિયમ હેઠળ આ માહિતી એક RTI એક્ટિવિસ્ટને આપી છે.

આ માહિતી અનુસાર, નાણાકીય વર્ષ 2020-21માં મર્જરની પ્રક્રિયાને કારણે સૌથી વધુ બેંક ઓફ બરોડાની 1,283 શાખાઓએ અસ્તિત્વ ગુમાવ્યું છે. આ પ્રક્રિયામાંથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના 33૨, પંજાબ નેશનલ બેંકના 169, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાની 124, કેનેરા બેંકની 107, ઇન્ડિયન ઓવરસીઝ બેંકની 53, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની 43, ઇન્ડિયન બેંકની પાંચ અને મહારાષ્ટ્રના બેંક અને પંજાબ એન્ડ સિંધ બેંકની એક શાખા બંધ થઈ છે.

BOIઅને UCO બેંકની કોઈ શાખા બંધ નથી થઈ
આ અહેવાલમાં સ્પષ્ટ નથી કરાયું કે સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન આ બેંકોની કેટલી શાખાઓ કાયમી ધોરણે બંધ કરવામાં આવી હતી અને કેટલી શાખાઓ અન્ય શાખાઓમાં મર્જ થઈ હતી. રિઝર્વ બેંકે આરટીઆઈ હેઠળ જણાવ્યું છે કે 31 માર્ચના રોજ પૂરા થતાં નાણાકીય વર્ષ 2020-21માં બેંક ઓફ ઇન્ડિયા અને યુકો બેંકની કોઈ પણ શાખા બંધ થઈ ન હતી.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

મર્જર યોજના પછી શાખાઓ બંધ
આરટીઆઈ અંતર્ગત આપવામાં આવેલા જવાબમાં સંબંધિત 10 સરકારી બેંકોની શાખાઓ બંધ થવાની અથવા તેમને અન્ય શાખાઓમાં ભળી જવાનું કોઈ કારણ નથી પરંતુ એપ્રિલ 2020 થી સરકારી બેંકોની વિલયની યોજનાના અમલીકરણ પછી શાખાઓની સંખ્યાને યુક્તિસંગત બનાવવું આનું સૌથી મોટું કારણ બની શકે.

નોંધપાત્ર વાત એ છે કે સરકારે ગત નાણાકીય વર્ષમાં 10 સરકારી બેંકોને મર્જ કરી હતી અને તેમને ચાર મોટી બેંકોમાં ભેળવી દીધી હતી. આ પછી, સરકારી બેંકોની સંખ્યા ઘટીને 12 થઈ ગઈ છે. 1 એપ્રિલ, 2020 થી, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઈટેડ બેંક ઓફ ઇન્ડિયાને પંજાબ નેશનલ બેંકમાં, સિન્ડિકેટ બેંકને કેનેરા બેંકમાં, આ ઉપરાંત આંધ્ર બેંકમાં અને કોર્પોરેશન બેંકને યુનિયન બેંકમાં મર્જ કરવામાં આવી છે તો ઈન્ડિયા બેન્કમાં ઈલાહાબાદ બેન્ક ભેળવી દેવાઈ છે.

Published On - 7:48 am, Mon, 10 May 21

Next Article