Bank Holidays : ડિસેમ્બરમાં આ તારીખો પર બેન્ક રહેશે બંધ, પતાવી લેજો એ પહેલા જરૂરી કામ

Bank Holiday List: જો તમારી પાસે આવનારા દિવસોમાં તમારી બેન્ક સાથે સંબંધિત કોઈ કામ છે, જેના માટે તમારે ત્યાં જવું ખૂબ જ જરૂરી છે. તેથી, તમારે જાણવું જોઈએ કે આવતા ડિસેમ્બર મહિનામાં, તમામ સરકારી અને ખાનગી ક્ષેત્રની બેંકો કુલ 14 દિવસ માટે બંધ રહેશે.

Bank Holidays : ડિસેમ્બરમાં આ તારીખો પર બેન્ક રહેશે બંધ, પતાવી લેજો એ પહેલા જરૂરી કામ
Bank Holidays
| Edited By: | Updated on: Nov 29, 2022 | 2:04 PM

રોજબરોજના જીવનમાં માણસને Bank સાથે જોડાયેલુ કંઇકને કંઇ કામ રહેતું જ હોય છે, આ માટે જ અમે આજે તમને બેન્ક સાથે જોડાયેલી જરૂરી માહિતી આપશું. તમારા માટે એ જાણવું જરૂરી છે કે ડિસેમ્બર મહિનામાં સરકારી અને પ્રાઇવેટ સેક્ટરની બેન્ક કુલ 14 દિવસ બંધ રહેશે, આથી તમે પણ તમારા બેન્કને લગતા કામ એ રીતે આયોજન કરી શકો છો. આ રજાઓમાં અલગ- અલગ તહેવાર રવિવાર ઉપરાંત બીજો અને ચોથો શનિવાર પણ સામેલ છે.

બેંક રજાઓની યાદી

ડિસેમ્બર 3: સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર (પણજી) નો તહેવાર

ડિસેમ્બર 4: રવિવાર (તમામ સ્થળો)
ડિસેમ્બર 5: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (અમદાવાદ)માં મતદાન દિવસ
ડિસેમ્બર 10: બીજો શનિવાર (તમામ સ્થળો)
ડિસેમ્બર 11: રવિવાર (તમામ સ્થળો)
ડિસેમ્બર 12: Pa-Togan Nengminja Sangma (શિલોંગ)
ડિસેમ્બર 18: રવિવાર (તમામ સ્થળો)
ડિસેમ્બર 19: ગોવા મુક્તિ દિવસ (પણજી)
ડિસેમ્બર 24: ચોથો શનિવાર (બધે)
ડિસેમ્બર 25: રવિવાર (તમામ સ્થળો)
ડિસેમ્બર 26: ક્રિસમસ સેલિબ્રેશન/લોસોંગ/નમસૂંગ (આઈઝવાલ, ગંગટોક, શિલોંગ)
ડિસેમ્બર 29: ગુરુ ગોવિંદ સિંહ જીનો જન્મદિવસ (ચંદીગઢ)
ડિસેમ્બર 30: યુ કિઆંગ નાંગબાહ (શિલોંગ)
ડિસેમ્બર 31: નવા વર્ષની પૂર્વ સંધ્યા (આઈઝવાલ)

RBI બેંકની રજાઓ વિશે માહિતી આપે છે

ઉલ્લેખનીય છે કે આ તમામ રજાઓ દરેક સ્થળે લાગુ પડી શકશે નહીં, જે તે તહેવાર અને પ્રાંતના આધારે આ રજાઓ નક્કી કરવામાં આવી છે, RBI આ રજાઓની જાહેરાત કરે છે. અને પોતાની અધિકૃત વેબસાઇટ પર આ માહિતી જાહેર કરે છે.

તમને જણાવી દઈએ કે કેન્દ્રીય બેન્ક આખા વર્ષ માટે એક જ વારમાં યાદી જાહેર કરે છે, જે જોઈને રજાઓ વિશે કઈ માહિતી મેળવી શકાય છે. રિઝર્વ બેંક ત્રણ કેટેગરીમાં રજાઓ જારી કરે છે જેમાં હોલિડે અંડર નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, હોલીડે અંડર નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ અને રીયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ હોલીડે અને બેંક્સ ક્લોઝિંગ એકાઉન્ટનો સમાવેશ થાય છે. આ ત્રણ શ્રેણીઓ હેઠળ, દેશની તમામ બેંક શાખાઓ, જેમાં સરકારી, ખાનગી, વિદેશી, સહકારી અને પ્રાદેશિક બેન્કનો સમાવેશ થાય છે, તમામ બંધ રહે છે. આજકાલ, તમે બેન્કને લગતું ઘણું કામ ઓનલાઈન કરી શકો છો. આમાં એકાઉન્ટ ખોલવાથી લઈને કેવાયસી વેરિફિકેશન સુધીની સુવિધા મળી શકે છે. તમે કોઈપણ વ્યક્તિને ઓનલાઈન નાણા ટ્રાન્સફર પણ કરી શકો છો. તેથી જો બેન્ક બંધ હોય તો પણ તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી.