એક્સિસ બેંકે 1.6 અબજ ડોલરમાં ખરીદ્યો સિટી બેંકનો ભારતીય બિઝનેસ

એક્સિસ બેંક વિશે વાત કરીએ તો, હાલમાં દેશમાં તેના 80 લાખથી વધુ ક્રેડિટ કાર્ડ યુઝર્સ છે. સિટી બેંકના લગભગ 26 લાખ ક્રેડિટ કાર્ડ યુઝર્સ છે. ડીલ બાદ એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડન યુઝ કરતા ગ્રાહકોની સંખ્યા 1 કરોડને પાર કરી જશે.

એક્સિસ બેંકે 1.6 અબજ ડોલરમાં ખરીદ્યો સિટી બેંકનો ભારતીય બિઝનેસ
Symbolic Image
| Edited By: | Updated on: Mar 30, 2022 | 6:03 PM

આખરે, સિટી બેંક અને એક્સિસ બેંક (Axis Bank) વચ્ચે એક કરાર થયો. એક્સિસ બેંકે 1.6 બિલિયન ડોલરમાં સિટી બેંક  (Citi Bank)  ઈન્ડિયા ઓપરેશન ખરીદ્યું છે. આ સોદો સંપૂર્ણપણે રોકડમાં છે.  રિપોર્ટ અનુસાર, એક્સિસ બેંક સિટીગ્રુપ પાસેથી તેનો ઈન્ડિયા બેંકિંગ બિઝનેસ  ખરીદી રહી છે. તેમાં સિટીગ્રુપનું ક્રેડિટ કાર્ડ, રિટેલ બેન્કિંગ, વેલ્થ મેનેજમેન્ટ અને કન્ઝ્યુમર લોન બિઝનેસનો સમાવેશ થાય છે. આ ડીલ હેઠળ એક્સિસ બેંક સિટી ગ્રુપની નોન-બેંકિંગ નાણાકીય કંપની સિટી કોર્પ ફાઇનાન્સને પણ ખરીદી રહી છે. સિટી કોર્પ ફાઇનાન્સ એસેટ આધારિત લોન એટલે કે કોલેટરલ આધારિત ફાઇનાન્સિંગ બિઝનેસમાં હતું. જેમાં કોમર્શિયલ વ્હીકલ લોન, કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ લોન અને પર્સનલ લોન પોર્ટફોલિયોનો સમાવેશ થતો હતો.