અંબાણી દેવુ ચૂકવવા માટે વેચશે મુંબઈનું આલીશાન હેડક્વાર્ટર!

|

Jul 01, 2019 | 12:40 PM

રિલાયન્સ ગ્રૃપના ચેરમેન અનિલ અંબાણી દેવુ ચૂકવવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. તે માટે અનિલ અંબાણી હવે મુંબઈમાં તેમનું હેડક્વાર્ટર વેચવાની તૈયારીમાં છે. તે માટે અનિલ અંબાણી બ્લેકસ્ટોન સહિત ઘણી ગ્લોબલ પ્રાઈવેટ ઈક્વિટી ફર્મની સાથે વાતચીત કરી રહ્યાં છે. અનિલ અંબાણી મુંબઈના સાંતાક્રૂજમાં આવેલા હેડક્વાર્ટર રિલાયન્સ સેન્ટરને વેચીને કે પછી લોન્ગ ટર્મ લીઝ પર […]

અંબાણી દેવુ ચૂકવવા માટે વેચશે મુંબઈનું આલીશાન હેડક્વાર્ટર!

Follow us on

રિલાયન્સ ગ્રૃપના ચેરમેન અનિલ અંબાણી દેવુ ચૂકવવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. તે માટે અનિલ અંબાણી હવે મુંબઈમાં તેમનું હેડક્વાર્ટર વેચવાની તૈયારીમાં છે. તે માટે અનિલ અંબાણી બ્લેકસ્ટોન સહિત ઘણી ગ્લોબલ પ્રાઈવેટ ઈક્વિટી ફર્મની સાથે વાતચીત કરી રહ્યાં છે.

અનિલ અંબાણી મુંબઈના સાંતાક્રૂજમાં આવેલા હેડક્વાર્ટર રિલાયન્સ સેન્ટરને વેચીને કે પછી લોન્ગ ટર્મ લીઝ પર આપીને દેવુ ચૂકવવા ઈચ્છે છે. રિલાયન્સ સેન્ટર નામનું આ હેડક્વાર્ટર 7 લાખ સ્કવેર ફુટમાં છે અને તેને વેચવાથી 1500થી 2000 કરોડ રૂપિયા મળી શકે છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

હેડક્વાર્ટર વેચવા માટે રિલાયન્સ ગ્રૃપ ઈન્ટરનેશનલ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ JLLને જવાબદારી આપી શકે છે. રિલાયન્સ ગ્રૃપના પ્રવક્તાએ તેની પુષ્ટી કરી છે, તેમને કહ્યું કે ગ્રૃપના મુંબઈના હેડક્વાર્ટર સહિત રિયલ એસ્ટેટને વેચવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ મામલે વધુ જાણકારી આપવાથી પ્રવક્તાએ ઈનકાર કર્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જ્યારે બ્લેકસ્ટોને આ ડીલ પર ટિપ્પણી કરવાથી ઈનકાર કર્યો હતો. રિલાયન્સ ગ્રૃપના હેડક્વાર્ટરની માલિકી રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાસે છે. અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રૃપ પર 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધારે દેવુ છે.

[yop_poll id=”1″]

માર્ચ 2018ના આંકડા મુજબ રિલાયન્સ ગ્રૃપની રિલાયન્સ કેપિટલ પર 46 હજાર 400 કરોડ રૂપિયાનું દેવુ છે. ત્યારે જો આર કોમની વાત કરવામાં આવે તો 47 હજાર 234 કરોડ રૂપિયાનું દેવુ છે. રિલાયન્સ હોમ ફાઈનાન્સ અને ઈન્ફ્રાનું કુલ દેવુ 36 હજાર કરોડ રૂપિયા છે. તે જ રીતે રિલાયન્સ પાવર પર 31 હજાર કરોડ રૂપિયાથી વધારેનું દેવુ છે. તાજેતરમાં જ અનિલ અંબાણી બિલેનિયર ક્લબમાંથી પણ બહાર થઈ ગયા છે.

આ પણ વાંચો: પાણી બચાવવાની શીખ બોરસદના આ યુવાન પાસેથી લેવાની જરૂર છે

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article