Akshaya Tritiya 2022: સેફગોલ્ડે 10 ગ્રામ Gold Coin જાહેર કર્યા, એક ક્લિકમાં ખરીદો 24 કેરેટ સોનું

|

May 01, 2022 | 3:58 PM

Akshaya Tritiya 2022: ભારતીયોને આ અક્ષય તૃતીયાએ ખરીદવા અને ભેટ આપવા માટે પ્રીમિયમ વિકલ્પ પ્રદાન કરવા માટે કંપની આમાંથી 1000 વાઘ કોતરેલા સોનાના સિક્કા બહાર પાડશે. આ સિક્કા 10 ગ્રામ વજનમાં જાહેર કરવામાં આવ્યા છે અને તેને સેફગોલ્ડની પોતાની વેબસાઈટ પર ખરીદી શકાય છે.

Akshaya Tritiya 2022: સેફગોલ્ડે 10 ગ્રામ Gold Coin જાહેર કર્યા, એક ક્લિકમાં ખરીદો 24 કેરેટ સોનું
Safe Gold COIN (symbolic image )

Follow us on

અક્ષય તૃતીયા 2022 (Akshaya Tritiya 2022)નો તહેવાર 3 મેના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. મોટાભાગના લોકો સોનાનો સિક્કો ખરીદે છે. અક્ષય તૃતીયા પર સોનાના સિક્કાના વેચાણને ધ્યાનમાં રાખીને સ્થાનિક ડિજિટલ પ્લેટફોર્મ સેફગોલ્ડે ભારતના રાષ્ટ્રીય પ્રાણી – વાઘની યાદમાં સોનાના સિક્કાઓનો પ્રીમિયમ અને મર્યાદિત સંગ્રહ શરૂ કર્યો છે. આ લિમિટેડ એડિશન સોના (Gold)ના સિક્કા સાથે સેફગોલ્ડ (SafeGold) તેના પ્રકારનું પ્રથમ કલેક્શન બનાવવા માટે રાષ્ટ્રીય પ્રતીકની રહસ્ય અને પ્રીમિયમ ડિઝાઈન અને ઉત્પાદનને એકસાથે લાવે છે. ભારતીયોને આ અક્ષય તૃતીયાએ ખરીદવા અને ભેટ આપવા માટે પ્રીમિયમ વિકલ્પ પ્રદાન કરવા માટે કંપની આમાંથી 1000 વાઘ કોતરેલા સોનાના સિક્કા બહાર પાડશે. આ સિક્કા 10 ગ્રામ વજનમાં જાહેર કરવામાં આવ્યા છે અને તેને સેફગોલ્ડની પોતાની વેબસાઈટ પર ખરીદી શકાય છે.

આ લિમિટેડ એડિશન સોનાના સિક્કાના લોન્ચ પર ટિપ્પણી કરતાં સેફગોલ્ડના સ્થાપક અને એમડી, ગૌરવ માથુરે જણાવ્યું હતું કે “અમે સેફગોલ્ડમાં અમારા પોર્ટફોલિયોમાં ડિજિટલી અદ્યતન અને નવીન ઉત્પાદનો ઉમેરવા માટે પ્રથમ મૂવર્સ તરીકે અમારી જાતને ગોલ્ડ ઉદ્યોગ સાથે સાંકળવા ઈચ્છીએ છીએ. આ મર્યાદિત-આવૃત્તિના સોનાના સિક્કાઓ લોન્ચ કરવા સાથે અમે ગ્રાહકોના તે સેગમેન્ટને પૂરી કરવાનો ધ્યેય રાખીએ છીએ કે જેઓ ખાસ કરીને શુભ પ્રસંગોએ વિશિષ્ટ, ઉચ્ચ ગુણવત્તાની અને મૂલ્યવાન એકત્રીકરણની ખરીદી કરવા આતુર છે.

ગિફ્ટ ગોલ્ડ કોઈન

ટેક સ્ટાર્ટઅપ તરીકે સેફગોલ્ડનો હેતુ ભારતીયોને ડિજિટલ સોનામાં રોકાણ કરવાની સલામત અને સરળ રીત સાથે સશક્ત બનાવવાનો છે. સેફગોલ્ડ, આ પહેલ સાથે Akshaya Tritiyaના શુભ અવસર અને ભેટ આપવાની પરંપરાનો લાભ લેવા જાગૃતિ લાવવા અને યુવા પેઢી માટે કિંમતી ધાતુ તરીકે ‘ગોલ્ડ’ને આકર્ષક બનાવવા માંગે છે. હાલના SafeGold ગ્રાહકો તેમના ડિજિટલ ગોલ્ડ બેલેન્સને આ લિમિટેડ એડિશન સિક્કાઓમાં સ્પેશિયલ ગિફ્ટ બોક્સ સાથે કન્વર્ટ કરી શકે છે.

Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?
નવસારીમાં ઇજાગ્રસ્ત શિયાળનું કરાયું રેસ્ક્યૂ, હાલત હતી ગંભીર, જુઓ Video
IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?
Beauty with Brain : IPL ઓક્શનમાં કરોડો ખર્ચનાર કાવ્યા મારને 24 કલાકમાં કરી 971 કરોડની કમાણી
વિશ્વના સૌથી ચમત્કારિક મંત્ર વિશે જાણી ચોંકી જશો, દેવરહા બાબાએ જણાવ્યો, જુઓ Video
IPL ઓક્શનમાં બિઝનેસ વુમન નીતા અંબાણીએ ખેંચ્યું લોકોનું ધ્યાન, જુઓ Video

એક ક્લિકમાં 24 કેરેટ સોનું ખરીદો

સેફગોલ્ડ તેના ગ્રાહકો પ્રત્યે શુદ્ધતા અને પ્રામાણિકતાનું પ્રતીક છે. તેઓ 99.99% શુદ્ધતાનું 24 કેરેટ સોનું ઓફર કરે છે. એક બટનના ક્લિક પર પોકેટ-ફ્રેન્ડલી કિંમતે સારું સોનું ઉપલબ્ધ છે. તેઓ સમજવામાં સરળ UI સાથે વજન અને ચોકસાઈની ખાતરી આપે છે. 24 કેરેટનું સોનું સૌથી શુદ્ધ છે અને 999.9 ટકા શુદ્ધતાનું સોનું સૌથી શુદ્ધ છે. સોનાની શુદ્ધતા આ બે પરિમાણો દ્વારા માપવામાં આવે છે.

આ પણ વાંચો :Heropanti 2 Box Office Collection: 8 વર્ષ પછી આવી ટાઈગર શ્રોફની હીરોપંતી 2, બે દિવસમાં ફિલ્મે કરી કમાલ

આ પણ વાંચો :Viral Video: હીટ સ્ટ્રોક(લૂ) થી કેવી રીતે બચવું? બિહારના શિક્ષકે બોલિવૂડ ગીતોની સ્ટાઈલમાં બાળકોને ભણાવ્યો ‘પાઠ’

Next Article