મોંઘા હવાઈ ભાડાં પર લાગશે અંકુશ, તહેવારોની સિઝનમાં એરલાઈન્સ કંપનીઓ મનસ્વી રીતે ભાવ વધારો નહીં કરી શકે

|

Feb 09, 2024 | 3:11 PM

પરિવહન, પર્યટન અને સંસ્કૃતિ અંગેની સંસદની સ્થાયી સમિતિએ સ્થાનિક ફ્લાઇટના ભાડાંના નિયમનની હિમાયત કરી છે. YSR કોંગ્રેસના સાંસદ વી વિજયસાઈ રેડ્ડીની આગેવાની હેઠળની સમિતિનું કહેવું છે કે સ્થાનિક એરલાઈન્સ તહેવારો અને રજાઓ નજીક આવતાં ભાડામાં વધારો કરે છે.

મોંઘા હવાઈ ભાડાં પર લાગશે અંકુશ, તહેવારોની સિઝનમાં એરલાઈન્સ કંપનીઓ મનસ્વી રીતે ભાવ વધારો નહીં કરી શકે
Airlines

Follow us on

પરિવહન, પર્યટન અને સંસ્કૃતિ અંગેની સંસદની સ્થાયી સમિતિએ સ્થાનિક ફ્લાઇટના ભાડાંના નિયમનની હિમાયત કરી છે. YSR કોંગ્રેસના સાંસદ વી વિજયસાઈ રેડ્ડીની આગેવાની હેઠળની સમિતિનું કહેવું છે કે સ્થાનિક એરલાઈન્સ તહેવારો અને રજાઓ નજીક આવતાં ભાડામાં વધારો કરે છે.

વધતા હવાઈ ભાડા અંગેની ચિંતાઓ વચ્ચે, ગુરુવારે સંસદીય સમિતિએ ચોક્કસ રૂટ પર હવાઈ ભાડાની મહત્તમ મર્યાદા નક્કી કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. કમિટીએ એર ટિકિટના ભાવને નિયંત્રિત કરવા માટે એક અલગ યુનિટ સ્થાપવાની પણ દરખાસ્ત કરી છે. હવાઈ ​​ભાડાં પર નાગરિક ઉડ્ડયન મંત્રાલયના જવાબો પર વિચાર કર્યા પછી, સમિતિએ કહ્યું કે એરલાઈન્સ દ્વારા ટિકિટના ભાવનું સ્વ-નિયમન અસરકારક રહ્યું નથી.

અત્યારે શું સ્થિતિ છે?

હાલમાં, હવાઈ ભાડું ન તો સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે કે ન તો તેને નિયંત્રિત કરવામાં આવે છે. પરિવહન, પર્યટન અને સંસ્કૃતિ પરની સંસદીય સમિતિએ હવાઈ ભાડાં નક્કી કરવાના મુદ્દા પર તેની ભલામણો અને અવલોકનો પર સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં અંગેનો અહેવાલ રજૂ કર્યો હતો. સમિતિએ અહેવાલમાં જણાવ્યું હતું કે આવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે જ્યાં ખાસ કરીને તહેવારો અથવા રજાઓ દરમિયાન હવાઈ ભાડામાં અસાધારણ વધારો થયો છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ સંસદીય સમિતિનો અભિપ્રાય છે

સંસદીય સમિતિનો અભિપ્રાય છે કે એરલાઇન્સનું સ્વ-નિયમન અસરકારક રહ્યું નથી. એવી ભલામણ પણ કરવામાં આવી છે કે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ને હવાઈ ભાડાંનું નિયમન કરવા માટે સશક્ત બનાવવા માટે એક મિકેનિઝમ વિકસાવી શકાય.

Next Article