Ahmedabad: કોરોનાની અસર તળે બાંધકામ ઉદ્યોગનાં કાંગરા ખર્યા, પઝેશન ત્રણ મહિના પાછળ ઠેલાઈ ગયા

|

May 08, 2021 | 7:34 AM

Ahmedabad: કોરોનાની અસર ધંધા રોજગાર સાથે કન્સ્ટ્રકશન સાઇટ પર પણ થઈ છે. કોરોનાને લઈને જાહેર કરેલા મીની લોકડાઉન અને નિયંત્રણને કેટલીક કન્સ્ટ્રકશન સાઇટનું કામ સંપૂર્ણ બંધ પડ્યું છે, તો કેટલાક સ્થળે અડધા કારીગરો સાથે કામ ચાલુ છે

Ahmedabad: કોરોનાની અસર ધંધા રોજગાર સાથે કન્સ્ટ્રકશન સાઇટ પર પણ થઈ છે. કોરોનાને લઈને જાહેર કરેલા મીની લોકડાઉન અને નિયંત્રણને કેટલીક કન્સ્ટ્રકશન સાઇટનું કામ સંપૂર્ણ બંધ પડ્યું છે, તો કેટલાક સ્થળે અડધા કારીગરો સાથે કામ ચાલુ છે જેને કારણે લોકોને ઘરનું પઝેશન મેળવવામાં રાહ જોવી પડી રહી છે અને હજી બેથી ત્રણ મહિના વધુ રાહ જોવી પડી શકે છે. આ સ્થિતિ પાછળ એક નહીં અનેક કારણો જવાબદાર છે.

કોરોનાકાળમાં ઓક્સિજનની અછતના કારણે પણ કન્સ્ટ્રકશન સાઇટના કામ પર અસર પડી હોવાનું બિલ્ડરો માની રહ્યા છે જોકે ડાયોફ્રેમ વોલનું કામ પૂરું થતાં જ બિલ્ડીંગ પણ જલ્દી ઉભી કરી લોકોને મકાન જલ્દી સોંપી શકાશે તેવું પણ કેટલાક બિલ્ડરોનું માનવું છે.

 

Next Video