Ahemdabad : રીયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી પર હજી પણ કોરોનાની પકડ, મંદીનો સામનો કરી રહ્યાં છે બિલ્ડરો

|

Jul 04, 2021 | 4:43 PM

Real Estate News : છેલ્લા કેટલાક વર્ષથી રિયલ એસ્ટેટ (Real Estate) ક્ષેત્રે જોર પકડ્યું હતું. જ્યાં લોકો નવા મકાન અને ઓફિસ લેતા હતા તો સાથે રોકાણ પણ કરતા હતા. પણ જ્યારથી કોરોના મહામારી (Corona)ની શરૂઆત થઈ કે રિયલ એસ્ટેટ ક્ષેત્રને જાણે ગ્રહણ લાગી ગયું.

Ahemdabad : રીયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી પર હજી પણ કોરોનાની પકડ, મંદીનો સામનો કરી રહ્યાં છે બિલ્ડરો
FILE PHOTO

Follow us on

Real Estate Industry : કોરોના મહામારી, લોકડાઉન અને પ્રતિબંધોને કારણે દેશની અર્થવ્યવસ્થા પર ભારે અસર થઇ છે. કોરોના (Corona) ની પ્રથમ લહેર પુરી થતા વ્યાપાર-ધંધા શરૂ થતા અર્થતંત્ર ધીમે ધીમે પાટા પર ચડવા લાગ્યું હતું, ત્યાં જ કોરોનાની બીજી લહેર આવીને ઉભી રહી અને અર્થતંત્ર ફરી પડી ભાંગ્યું. કોરોનાની પ્રથમ લહેરથી લઈને બીજી લહેર ધીમી પડવા સુધીમાં જો સૌથી વધુ નુકસાન કોઈ ક્ષેત્રને થયું હોય તો એ છે રીયલ એસ્ટેટ ક્ષેત્ર.

રીયલ એસ્ટેટ પર કોરોનાનું ગ્રહણ
છેલ્લા કેટલાક વર્ષથી રિયલ એસ્ટેટ (Real Estate) ક્ષેત્રે જોર પકડ્યું હતું. જ્યાં લોકો નવા મકાન અને ઓફિસ લેતા હતા તો સાથે રોકાણ પણ કરતા હતા. પણ જ્યારથી કોરોના મહામારી (Corona)ની શરૂઆત થઈ કે રિયલ એસ્ટેટ ક્ષેત્રને જાણે ગ્રહણ લાગી ગયું. કેમ કે કોરોના કેસ શરૂ થતાં લોકડાઉન લાગ્યું, જેને કારણે મજૂરો વતન ફરતા તમામ કામ બંધ થઈ ગયા. જો કે પહેલી લહેરમાં કેસ ઘટતા મજૂરો પરત ફર્યા પણ રીયલ એસ્ટેટ ક્ષેત્ર જોઈએ તેટલી ગતિ ન પકડી શક્યું અને ગતિ પકડે તે પહેલાં બીજી લહેર આવી જેથી ફરી અસર પડી. અને આ અસર એટલી પડી કે તે હાલમાં પણ વર્તાઈ રહી છે.

સરકારની રાહત છતાં સ્થિતિ યથાવત
કોરોના વાયરસની બીજી લહેરમાં કેસ ઘટતા વ્યાપાર-ધંધામાં થોડી રાહત મળી, પણ રિયલ એસ્ટેટ (Real Estate) ક્ષેત્રે લોકોનો ઝોક ઓછો થયો.જેમાં કોમર્શિયલ એકમમાં સૌથી ઓછું સેલિંગ નોંધાયું છે, જ્યારે રેસિડેન્ટનું સેલિંગ સામાન્ય નોંધાયું છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

એટલું જ નહીં પણ લોખંડ, સિમેન્ટ સહિત રો મટીરીયલના ભાવ વધતા મિલકતો મોંઘી બની અને સામે વેચાણ ઓછું થઇ રહ્યું છે, જેના કારણે રિયલ એસ્ટેટમાં બિલ્ડરો મંદીનો સામનો કરી રહ્યા છે. મહત્વનું છે કે સરકાર દ્વારા 20 લાખ કરોડ પેકેજની જાહેરાત કરવામાં આવી, હતી જેથી રિયલ એસ્ટેટ ક્ષેત્રને રાહત મળે. પણ તેમ છતાં આ સેક્ટરની સ્થિતિ યથાવત રહી. રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી (Real estate industry) ને ઉભી કરવા માટે બિલ્ડરો 18 ટકા GST ક્રેડિટ આપવાની માંગ કરી રહ્યાં છે.

અમદાવાદમાં 50,000 કરોડનો બીઝનેસ
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં 250 ઉપર બિલ્ડર અને 500 અંદાજે સ્કીમનું કામ ચાલે છે. અમદાવાદમાં રિયલ એસ્ટેટ બીઝનેસ 50 હજાર કરોડનો છે, જ્યારે રાજ્યમાં 1.25 લાખ કરોડનો છે. કોરોનાને કારણે રિયલ એસ્ટેટ પર મોટી અસરના કારણે અર્થતંત્ર પર પણ અસર પડી છે. ત્યારે જરૂરી છે કે આ ક્ષેત્રે પણ સરકાર દ્વારા વિશેષ ધ્યાન આપવામાં આવે.

Next Article