UttarPradesh : વિવિધ ઉદ્યોગો ધરાવતા અદાણી જુથના એક અંગ અને ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી અને રીટેલ વીજ વિતરણ કંપની અદાણી ટ્રાન્સમિશન લિ.એ ભારતની સૌથી લાંબી 897 સર્કીટ કિ.મી.ની ઇન્ટ્રા સ્ટેટ ટ્રાન્સમિશન લાઈનનું નિર્માણ પુર્ણ કર્યું છે. આ સિદ્ધિ ઉત્તર પ્રદેશમાં ઘટમપુર ટ્રાન્સમિશન લિ.દ્વારા હાંસલ કરવામાં આવી છે જે અદાણી ટ્રાન્સમિશન લિ.ની પેટા કંપની છે.
આગ્રા, ગ્રેટર નોઇડા અને હાપુરમાં ખાડી વિસ્તરણમાં 765 કીલોવોટ અને 400 કીલોવોટની 4 ટ્રાન્સમિશન લાઇનની બનેલી છે. બિલ્ડ,ઓન,ઓપરેટ એન્ડ મેઇન્ટેઇન (BOOM)ના ધોરણે પબ્લિક પ્રાયવેટ પાર્ટીસિપેશન અંતર્ગત આ પ્રોજેક્ટ વિકસાવવામાં આવ્યો છે. લાંબા સમયગાળાના ટ્રાન્સમિશન ગ્રાહકોને આગળન 35 વર્ષના પટ્ટા સાથે ટ્રાન્સમિશન સેવા પુરી પાડશે.
અદાણી ટ્રાન્સમિશન લિ.ના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર અનિલ સરદાનાએ જણાવ્યું હતું કે અદાણી ટ્રાન્સમિશન લિ. ભારતના ગ્રીડ નેટવર્કમાં મહત્વની ભૂમિકા અદા કરવા માટે સતત વિકાસ કરી રહ્યું છે. કોવિડની મહામારીના સમયગાળામાં પણ આ વિરાટ પ્રોજેકટ પૂર્ણ કરી મહત્વની સિધ્ધી પ્રાપ્ત કરી છે. રાષ્ટ્ર ઘડતર માટે પ્રતિબદ્ધતાનો આ એક પૂરાવો છે એમ ઉમેરતા તેમણે કહ્યું હતું કે અદાણી ટ્રાન્સમિશન લિ.તેના હિસ્સેદારો માટે લાંબા ગાળાના ટકાઉ મૂલ્યના સર્જન માટે દુનિયાના શ્રેષ્ઠ અગ્રણી બનવા માટેની સજ્જતાનું આ સિદ્ધિ એક પ્રતીક છે.
આ પ્રોજેક્ટ ખાસ કરીને કાનપુર, આગ્રા, ગ્રેટર નોઈડા અને હાપરના વિસ્તારમાં ઉત્તરપ્રદેશના વીજ પદ્ધતિના માળખાને મજબૂત અને લાભકારી બનાવવા સાથે તેની વિશ્વસનિયતા અને કાર્યક્ષમતામાં નોંધપાત્ર સુધારા લાવશે. બધાને 24 કલાક વીજળી આપવાના કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુકત અભિયાનને આ પ્રોજેક્ટ બળવત્તર બનાવશે. ભારતનાં ઉત્તરીય પ્રદેશમાં વીજ પદ્ધતિના આયોજન અંગેની સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીની સ્થાયી સમિતિની 36મી બેઠક દરમ્યાન આ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો હતો.
આ પ્રોજેક્ટ શરૂ થવાના કારણે આ પ્રદેશના લોકોની સામાજિક સ્થિતિમાં મહત્વનું પરિવર્તન આવશે.
નેવેલી લિગ્નાઈટ કોર્પોરેશન અને ઉત્તર પ્રદેશ રાજ્ય વિદ્યુત ઉત્પાદન નિઞમના સંયુકત સાહસની કંપની નેવેલી ઉત્તર પ્રદેશ પાવર લિ.ના ઘટમપુર ટીપીએસની માલિકીના 660 મેગાવોટના 3 એકમોમાંથી આ પ્રોજેક્ટ વીજળી ઠાલવશે અને ઉત્તર પ્રદેશના ટ્રાન્સમિશન માળખાને પણ સુદ્રઢ કરશે.
આ નેટવર્કમાં 765 કેવી.ની 411 સર્કીટ કિ.મી.ની એસ/સી ઘટમપુર-હાપર ટ્રાન્સમિશન લાઇન બનેલી છે જે દેશની સૌથી લાંબી હાઇ વોલ્ટેજ એસી લાઇન છે. આ લાઇન મધ્ય ઉત્તરપ્રદેશના ઘટમપુર ટીપીએસને પશ્ચિમ ઉત્તરપ્રદેશના 765/400 કેવી હાપર સબ સ્ટેશનને જોડશે. આ ટ્રાન્સમિશન લાઇન પડકારરૂપ વિષમ ભૌગોલિક શહેરી વિસ્તારમાંથી પસાર થશે.
ઘટકપુર ટ્રાન્સમિશન લિ.એ કોવિડની ભયાનક મહામારીના સૌથી ખોફનાક સ્થિતિના પડકારનો સામનો કરીને કોવિડના તમામ ધારાધોરણો અમલી બનાવવા સાથે ગુણવત્તાના વૈશ્વિક માપદંડોને અનુસરી આ કામગીરી સંપન્ન કરી છે.
આ પ્રોજેકટ એક સમયે કાર્યરત થશે ત્યારે દર વર્ષે ઉત્તરપ્રદેશના ઘટમપુર થર્મલ જનરેશન પાવર પ્લાન્ટ અને નેવેલી લિગ્નાઈટ કોર્પોરેશન 14,000 મિલીઅન યુનિટ ઉર્જા પેદા કરે તેવી સંભાવના છે જે ઉત્તરપ્રદેશની વીજળીની ભાવી જરૂરીયાતને પહોંચી વળવામાં મદદરૂપ થશે ઉ.પ્રદેશ અને રાજ્યના કેટલાક ભાગોમાં કાર્યરત પાંચ ડિસ્કોમ્સ મારફત થર્મલ પાવર પ્લાન્ટમાંથી વીજળી ઇવેક્યુએશન કરવામાં અદાણી ટ્રાન્સમિશન ચાવીરૂપ ભાગ ભજવશે જેના ફળ સ્વરૂપે લાખો ઘરો, કૃષિ, વેપાર વાણીજ્યને લાભ થશે અને આર્થિક વિકાસને વેગ મળશે.
અદાણી ટ્રાન્સમિશન લિમિટેડની સેવા
અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ (ATL) એ ભારતના સૌથી મોટાં બિઝનેસ કોગ્લોમરેટમાં સમાવેશ પામતા અદાણી જૂથની ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસ શાખા છે. અદાણી ટ્રાન્સમિશન લિ. એ 18,336 સર્કીટ કિ.મી. ના એકંદર ટ્રાન્સમિશન નેટવર્ક સાથે દેશની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન કંપની છે, જેમાંથી 14,131 સર્કીટ કિ.મી.હાલમાં કાર્યરત છે અને 4,205 સર્કીટ કિ.મી. નિર્માણના વિવિધ તબક્કામાં છે.
કંપની મુંબઈમાં આશરે 30 લાખ ગ્રાહકોને સર્વિસ પૂરી પાડીને ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસ કરે છે. ભારતની ઉર્જા જરૂરિયાત આગામી વર્ષમાં ચાર ગણી થવાની છે ત્યારે અદાણી ટ્રાન્સમિશન લિ. મજબૂત અને ભરોંસાપાત્ર પાવર ટ્રાન્સમિશન નેટવર્ક બનવા માટે સજ્જ છે અને વર્ષ 2022નું ‘પાવર ફોર ઓલ’ નું ધ્યેય સાકાર કરવા માટે રિટેઈલ ગ્રાહકોને સર્વિસ પૂરી પાડવાની કામગીરી સક્રિયપણે બજાવી રહી છે.