વિપક્ષના રડાર પર Adani, છતા દેશના વધુ Airports સંચાલન માટે ભરશે બિડ

|

Mar 22, 2023 | 3:20 PM

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું અદાણી જૂથ દેશના 6 મોટા એરપોર્ટનું સંચાલન કરે છે. જેને લઈને મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ અને તેના નેતા રાહુલ ગાંધી સતત સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. દરમિયાન, અદાણી ગ્રૂપ દેશમાં વધુ એરપોર્ટ માટે બિડ કરવાની યોજના બનાવી રહ્યું છે.

વિપક્ષના રડાર પર Adani, છતા દેશના વધુ Airports સંચાલન માટે ભરશે બિડ
Gautam Adani

Follow us on

અદાણી એરપોર્ટ્સ, ભારતની સૌથી મોટી એરપોર્ટ ઓપરેટર કંપનીઓમાંની એક, ટૂંક સમયમાં દેશના અન્ય એરપોર્ટ માટે બિડ કરી શકે છે.કોંગ્રેસ અને રાહુલ ગાંધી 6 મોટા એરપોર્ટનું સંચાલન કરતા અદાણી ગ્રૂપ માટે સતત સરકાર પર પ્રહારો કર્યા છે .આ દિવસોમાં અદાણી ગ્રૂપ હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટમાંથી બહાર આવવા સંકટનો સામનો કરી રહ્યું છે. દરમિયાન, અદાણી એરપોર્ટ દ્વારા દેશના અન્ય એરપોર્ટ માટે બિડ કરવાની જાહેરાત ખૂબ જ મહત્વપૂર્ણ ગણી શકાય.

કંપનીના CEOએ શું કહ્યું?

અદાણી એરપોર્ટના સીઈઓ અરુણ બંસલે બુધવારે જણાવ્યું હતું કે અદાણી ગ્રુપ દેશનું અગ્રણી એરપોર્ટ ઓપરેટર બનવા માંગે છે. એટલા માટે કંપની આગામી સમયમાં દેશમાં વધુ એરપોર્ટ માટે બિડ કરશે.

છેલ્લી વખત સરકારે એરપોર્ટના ખાનગીકરણ માટે બોલી લગાવી હતી. ત્યારે અદાણી ગ્રુપે 6 એરપોર્ટની કામગીરી સંભાળી હતી. આ પછી, જૂથે મુંબઈ એરપોર્ટની ઓપરેટર કંપનીને હસ્તગત કરી અને તેને તેના જૂથનો ભાગ બનાવી હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ રીતે અદાણી ગ્રુપ હાલમાં મુંબઈ સિવાય અમદાવાદ, લખનૌ, મેંગલુરુ, જયપુર, ગુવાહાટી અને તિરુવનંતપુરમ એરપોર્ટ પર કામગીરી કરે છે. આ ઉપરાંત, જૂથની અન્ય કંપની અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન પણ દેશની સૌથી મોટી પોર્ટ કંપની છે.

વિપક્ષ અદાણી પર પ્રહારો કરે છે

દેશના 7 મોટા એરપોર્ટનું સંચાલન કરી રહેલા અદાણી ગ્રુપ માટે વિપક્ષ, કોંગ્રેસ અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ અલગ-અલગ મંચો પરથી આરોપ લગાવ્યો છે કે સરકારે એરપોર્ટની કામગીરી અદાણી ગ્રુપને સોંપવા માટે નિયમોમાં ફેરફાર કર્યા છે.

આ સાથે જ તેમણે સરકાર પર તમામ એરપોર્ટ એક જ કંપનીને સોંપીને આ ક્ષેત્રમાં એકાધિકારને પ્રોત્સાહન આપવાનો આરોપ પણ લગાવ્યો છે.

હિંડનબર્ગ રિપોર્ટના અહેવાલને કારણે ભારે નુકસાન થયું

જાન્યુઆરીમાં વિવાદાસ્પદ હિંડનબર્ગ રિપોર્ટ જાહેર થયા બાદ અદાણી ગ્રુપના શેર લગભગ એક મહિના સુધી ભારે તૂટ્યા હતા. 24 જાન્યુઆરીના રોજ જાહેર કરાયેલા અહેવાલમાં હિંડનબર્ગે અદાણી જૂથ પર અનેક ગંભીર આક્ષેપો કર્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે અદાણી ગ્રુપના શેરનું મૂલ્ય ઘણું વધારે છે. આ સિવાય શેરના ભાવમાં ચેડાં કરવા સહિત અન્ય અનેક આરોપો પણ લગાવવામાં આવ્યા હતા.

આ અહેવાલને કારણે અદાણીની કંપનીઓના શેરના ભાવ 80 ટકા સુધી તૂટ્યા હતા. ગ્રૂપની 10 લિસ્ટેડ કંપનીઓના સંયુક્ત માર્કેટ કેપમાં રૂ. 12.06 લાખનો ઘટાડો થયો હતો. આ કારણે ગૌતમ અદાણીની નેટવર્થ ઘટીને માત્ર 40 બિલિયન ડોલરથી ઓછી થઈ ગઈ હતી અને તેમને માત્ર એક મહિનામાં 80 બિલિયન ડોલરથી વધુનું નુકસાન સહન કરવું પડ્યું હતું.

Next Article