Adani Group એરપોર્ટ અને પોર્ટ બાદ આ સેક્ટરમાં મચાવશે ધૂમ, લોન્ચ કરી નવી કંપની

|

Jun 13, 2021 | 9:35 AM

ગૌતમ અદાણીની (Gautam Adani) કંપની અદાણી ગ્રુપ (Adani Group) નવા સેક્ટરમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યું છે. એરપોર્ટ અને પોર્ટમાં સફળતા મેળવ્યા બાદ હવે સિમેન્ટ સેક્ટરમાં જબરદસ્ત એન્ટ્રી કરી છે.

Adani Group એરપોર્ટ અને પોર્ટ બાદ આ સેક્ટરમાં મચાવશે ધૂમ, લોન્ચ કરી નવી કંપની

Follow us on

ગૌતમ અદાણીની (Gautam Adani) કંપની અદાણી ગ્રુપ (Adani Group) નવા સેક્ટરમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યું છે. એરપોર્ટ અને પોર્ટમાં સફળતા મેળવ્યા બાદ હવે સિમેન્ટ સેક્ટરમાં જબરદસ્ત એન્ટ્રી કરી છે. શેર બજારને આપેલી માહિતીમાં ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝે (Adani Enterprises) જણાવ્યું છે કે ગ્રુપે અદાણી સિમેન્ટના (Adani Cement) નામથી કંપનીની સ્થાપના કરી છે. શુક્રવારે અદાણી એન્ટરપ્રાઇઝના શેર નજીવા વધારા સાથે 1,601 રૂપિયા પર બંધ થયા છે.

રેગ્યુલેટરી ફાઇલિંગમાં અદાણી એંટરપ્રાઇઝે જણાવ્યું હતું કે, અદાણી સિમેન્ટમાં અદાણી કેપિટલના 10 લાખ રૂપિયાની ઓથોરાઈઝડ શેર કેપિટલ છે અને 5 લાખ રૂપિયાની પેડ-અપ શેર કેપિટલ છે. 10 રૂપિયાની ફેસ વેલ્યુવાળી આ નવી કંપનીમાં 50 હજાર ઇક્વિટી શેર છે.

અદાણી સિમેન્ટએ 11 મી જૂને ગુજરાતના રજિસ્ટ્રાર ઓફ કંપનીઝમાં રજીસ્ટર્ડ કરાવ્યું છે, કંપનીએ હજી સુધી પોતાનો ધંધો શરૂ કર્યો નથી, જેના કારણે તેનું હાલનું ટર્નઓવર નથી. અદાણી એન્ટરપ્રાઇઝે જણાવ્યું હતું કે અદાણી સિમેન્ટ તમામ પ્રકારના સિમેન્ટનું ઉત્પાદન અને વેચાણ કરશે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

હકીકતમાં સિમેન્ટ સેક્ટરની દેશના માળખાગત સુવિધાઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા છે. આ સેક્ટરમાં આગામી દિવસોમાં વધુ તેજી આવશે. તેજી આવવા પાછળનું કારણ એ છે કે સરકાર ઇન્ફ્રા પર ઘણો ખર્ચ કરી રહી છે. સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતના તમામ ઇન્ફ્રા કામો કરી રહી છે. આ સ્થિતિમાં અદાણી ગ્રુપ આ સિમેન્ટ સેક્ટર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

સિમેન્ટ સેક્ટરમાં અદાણી સિમેન્ટનો મુકાબલો ACC સિમેન્ટ, લાફરજ, JK સિમેન્ટ, JK Lakshmi સિમેન્ટ, Ambuja સિમેન્ટ જેવી સ્થાપિત કંપનીઓ સાથે થશે. આ કંપનીની સ્થાપના પછી અદાણી ગ્રુપનો વ્યવસાય હવે એફએમસીજીથી એરપોર્ટ અને પાવર ટ્રાન્સમિશનથી સિમેન્ટના સેક્ટર સુધી વધી જશે.

તાજેતરમાં મોર્ગન સ્ટેનલીના રિધામ દેસાઈએ કહ્યું હતું કે, મેટલ કરતા સિમેન્ટનો સ્ટોક વધુ છે. આ ક્ષેત્ર છે જે સ્થાનિક ક્ષેત્રને પ્રોત્સાહન આપે છે. આવતા બે વર્ષોમાં આ ક્ષેત્રમાં વોલ્યુમમાં સારો બ્રેકઆઉટ જોવા મળી શકે છે. અદાણી ગ્રૂપે આ વર્ષે બીજા નવા ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. અદાણી એન્ટરપ્રાઇઝે અદાણી કોપરના નામથી એક કંપની બનાવી છે જે કોપરની માગને પહોંચી વળવા કામ કરશે.

નોંધનીય છે કે, વર્ષ 2021 ઉદ્યોગપતિ ગૌતમ અદાણી માટે જબરદસ્ત સાબિત થયું છે. વર્ષ 2021 માં અદાણી ગ્રુપની કંપનીઓના શેરોમાં જોરદાર તેજી જોવા મળી છે, જેના કારણે ગૌતમ અદાણીની સંપત્તિ આ વર્ષે 43 બિલિયન ડોલર એટલે કે 3.15 લાખ કરોડ રૂપિયા વધી છે. તે એશિયામાં બીજા નંબરનો સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે.

બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 76.7 બિલિયન ડોલર એટલે 5.60 લાખ કરોડને વટાવી ગઈ છે. ગૌતમ અદાણીની સંપત્તિ તેની કંપનીઓના શેરમાં તીવ્ર ઉછાળાને કારણે વધી છે.

તેમની કંપની અદાણી ટોટલ ગેસનો સ્ટોક આ વર્ષે 330% વધ્યો છે. તો અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં 235% ઉછાળો આવ્યો છે અને અદાણી ટ્રાન્સમિશનના શેરમાં અત્યાર સુધીમાં 263%નો વધારો નોંધાયો છે.

Next Article