Aadhaar-Pan Linking : એક ક્લિકમાં જાણો પાન કાર્ડ-આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં, આ છે સૌથી સરળ પ્રક્રિયા

|

Apr 02, 2023 | 5:18 PM

PAN Aadhaar Link: PAN અને Aadhaar ને લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે. જો તમે હજી સુધી તમારું પાન કાર્ડ આધાર સાથે લિંક કર્યું નથી, તો 31 માર્ચ પહેલા તેને પૂર્ણ કરી લો. અન્યથા, તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. આ સંદર્ભમાં, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ માર્ચ 2022 માં એક પરિપત્ર બહાર પાડ્યો હતો. જો PAN કાર્ડ નિષ્ક્રિય થઈ જશે, તો બેંક સંબંધિત ઘણા કામ કરી શકશે નહીં.

Aadhaar-Pan Linking : એક ક્લિકમાં જાણો પાન કાર્ડ-આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં, આ છે સૌથી સરળ પ્રક્રિયા
Aadhaar-Pan Linking

Follow us on

જો તમે હજુ સુધી તમારા પાન કાર્ડ અને આધાર નંબરને લિંક નથી કરાવ્યું તો તરત જ કરાવી લો. આધાર નંબરને PAN સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2023 છે. જો તમે તેને 31 માર્ચ સુધીમાં લિંક કરશો તો તમે ઘણી સમસ્યાઓથી બચી જશો. જેટલું મોડુ આધાર લિંક કરશો એટલો વધારે દંડ ભરવો પડશે. નહિંતર જો તમે તેને લિંક નહીં કરો તો તમારું PAN નિષ્ક્રિય થઈ જશે.

Income Tax Department વિભાગે PAN ને આધાર સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે. આજના સમયમાં બેંકથી લઈને સરકારી સબસિડી મેળવવા સુધી દરેક જગ્યાએ પાન કાર્ડની જરૂર પડે છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

સિક્યોરિટીઝ અને અન્ય વ્યવહારો પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે

મૂડી બજાર નિયમનકાર સેબીએ પણ તમામ રોકાણકારોને સિક્યોરિટીઝ માર્કેટમાં સતત અને સરળ વ્યવહારો માટે માર્ચના અંત સુધીમાં તેમના PAN ને આધાર નંબર સાથે લિંક કરવા જણાવ્યું છે. સેબીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) અને આધાર લિંક ન થાય ત્યાં સુધી પાલન ન કરવાથી સિક્યોરિટીઝ અને અન્ય વ્યવહારો પર નિયંત્રણો આવી શકે છે.

સેબીએ જણાવ્યું હતું કે, “પાન એ મુખ્ય ઓળખ નંબર છે અને સિક્યોરિટીઝ માર્કેટમાં તમામ વ્યવહારો માટે KYC આવશ્યકતાઓનો એક ભાગ હોવાથી, બધા નોંધાયેલા સહભાગીઓ અને માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંસ્થાઓ (MIIs) માટે માન્ય KYCની ખાતરી કરવી જરૂરી છે.”

જાણો PAN અને આધાર લિંક કેવી રીતે ચેક કરવી કે નહીં

તમારા SMS પર UIDPIN લખો અને જગ્યા આપો. પછી આધાર નંબર નાખો. પછી PAN નંબર દાખલ કરો. આ SMS ( UIDPIN<12 અંકનો આધાર નંબર<10 અંકનો PAN નંબર> ) 567678 અથવા 56161 પર મોકલો. જો તમારું આધાર કાર્ડ PAN સાથે લિંક છે, તો થોડા સમય પછી તમને એક મેસેજ મળશે કે PAN આધાર સાથે લિંક છે.

PAN સાથે આધારને કેવી રીતે લિંક કરવું

આધારને PAN સાથે લિંક કરવાનો સૌથી સરળ રસ્તો SMS દ્વારા છે. તમારા મોબાઈલમાંથી UIDPIN સ્પેસ 12 અંકનો આધાર નંબર સ્પેસ 10 અંકનો પાન નંબર દાખલ કરો. આ મેસેજ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 567678 અથવા 56161 પર મોકલો. PAN અને આધાર લિંક થયા બાદ તમને તેનો મેસેજ મળશે.

Published On - 12:46 pm, Fri, 17 March 23

Next Article