43 અબજ ડોલર પૂરતા નથી, ટ્વિટરના રોકાણકારોમાં સામેલ સાઉદી રાજકુમારે ઠુકરાવી એલોન મસ્કની ઓફર

મસ્કે ડીલ માટે પ્રતિ શેર 54.2 ડોલર રોકડમાં ઓફર કર્યા હતા. એક રિપોર્ટ અનુસાર, આ ડીલને પૂર્ણ કરવા માટે મસ્કને આ કિંમત પર 43 બિલિયન ડોલર ખર્ચવા પડશે. મસ્કે 4 એપ્રિલે ટ્વિટરમાં 9 ટકા હિસ્સો ખરીદ્યો હતો.

43 અબજ ડોલર પૂરતા નથી, ટ્વિટરના રોકાણકારોમાં સામેલ સાઉદી રાજકુમારે ઠુકરાવી એલોન મસ્કની ઓફર
| Edited By: | Updated on: Apr 15, 2022 | 8:46 PM

એલોન મસ્કે (Elon Musk) ભલે ટ્વિટર (Twitter) માટે ઉચ્ચ પ્રીમિયમ સાથે ઓફર કરી હોય, પરંતુ ટ્વિટરના અન્ય ઘણા મોટા રોકાણકારો મસ્કની આ ઓફરને ખૂબ જ ઓછી ગણી રહ્યા છે. સાઉદી શાહી પરિવારના સભ્ય અને મોટા ટ્વિટર રોકાણકાર અલ વાલીદ બિન તલાલ અલ સઉદે જણાવ્યું હતું કે, મસ્કની ઓફર ટ્વીટરના ગ્રોથને જોતા તેની વાસ્તવિક કિંમતની તુલનામાં ઘણી ઓછી છે. મસ્કે ટ્વિટર ખરીદવા (Musk Offer for Twitter) માટે 43 બિલિયન ડોલરની ઓફર કરી છે.

મસ્કે પ્રતિ શેર માટે જે ઓફર કરી છે તે ઓફર સમયે ટ્વિટરના શેરના ભાવના 30 ટકાથી વધુ હતી. આ રકમ કેટલી મોટી છે તેનો ખ્યાલ એ હકીકત પરથી જ આવે છે કે આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકા પર કુલ દેવું આનાથી ઓછું છે. જો કે, સાઉદી પ્રિન્સનું તાજેતરનું નિવેદન સૂચવે છે કે આ કિંમતે પણ, મસ્કને કંપનીને નિયંત્રિત કરવા માટે જરૂરી શેર મેળવવામાં ખૂબ મુશ્કેલી પડશે.

મસ્ક માટે નાણાં એકત્ર કરવાનું સરળ નહીં રહે

Follow Us