7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓના DA વિશે આવ્યા અગત્યના સમાચાર! જાણો ક્યારથી મળશે પગાર વધારો

|

Jun 08, 2021 | 8:28 AM

7th Pay Commission: કેન્દ્ર સરકારના કર્મચારીઓ(Central Govt employee)ના ડીએ(DA) વિશે મોટા સમાચાર આવી રહ્યા છે. ટૂંક સમયમાં લાખો કર્મચારીઓને વધેલી DAની ભેટ મળી શકે છે.

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓના DA  વિશે આવ્યા અગત્યના સમાચાર! જાણો ક્યારથી મળશે પગાર વધારો
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

7th Pay Commission: કેન્દ્ર સરકારના કર્મચારીઓ(Central Govt employee)ના ડીએ(DA) વિશે મોટા સમાચાર આવી રહ્યા છે. ટૂંક સમયમાં લાખો કર્મચારીઓને વધેલી DAની ભેટ મળી શકે છે. નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી (JCM) આ મહિનાના બીજા કે ત્રીજા સપ્તાહમાં કેન્દ્ર સરકારના અધિકારીઓ સાથે વાત કરે તેવી સંભાવના છે. આ વાતચીતમાં કર્મચારીઓના DAની ચર્ચા કરવામાં આવશે. નાણાં મંત્રાલય ઉપરાંત કર્મચારી અને તાલીમ વિભાગના અધિકારીઓ પણ આ બેઠકમાં ભાગ લેશે.

આપને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર સાથે આ બેઠક અગાઉ મે મહિનામાં યોજાવાની હતી પરંતુ દેશભરમાં ફેલાયેલી કોરોના સંકટને કારણે આ બેઠક મોકૂફ રાખવામાં આવી હતી, હાલમાં આ બેઠક ચાલુ મહિનાના એટલેકે જૂનના બીજા કે ત્રીજા સપ્તાહમાં થઈ શકે છે .

DA 17 થી વધીને 28 ટકા થઇ શકે છે
જાન્યુઆરી 2020 માં કેન્દ્રીય કર્મચારીઓના DAમાં ચાર ટકાનો વધારો કરાયો હતો. ત્યારબાદ બીજા ભાગમાં (જૂન 2020) તેમાં ત્રણ ટકાનો વધારો થયો હતો. હવે જાન્યુઆરી 2021 માં તેમાં ચાર ટકાનો વધારો થયો છે. આ રીતે કર્મચારીઓને DAનો લાભ 17 ટકાથી વધીને 28 ટકા થશે.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

PF બેલેન્સમાં પણ વધારો થશે
PF ની ગણતરી હંમેશા પગાર અને મોંઘવારી ભથ્થું ઉમેરીને કરવામાં આવે છે. મોંઘવારી ભથ્થામાં વધારાથી પીએફ બેલેન્સમાં પણ વધારો થશે. ડીએમાં વધારાથી કેન્દ્રીય કર્મચારીઓના ડીએ, એચઆરએ, ટ્રાવેલ એલાઉન્સ અને મેડિકલ એલાઉન્સને અસર થશે. ડીએ 17 ટકાથી વધારીને 28 ટકા કરવાથી કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારો થશે જ પરંતુ પીએફમાં તેમનું યોગદાન પણ વધશે.

​​મોંઘવારી ભથ્થું શું છે?
મોંઘવારી ભથ્થું એ પગારનો એક ભાગ છે. તે કર્મચારીના મૂળ પગારની નિશ્ચિત ટકાવારી છે. દેશમાં મોંઘવારીના પ્રભાવને ઘટાડવા માટે સરકાર તેના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું ચૂકવે છે. તે સમયાંતરે વધારવામાં આવે છે. નિવૃત્ત કર્મચારીઓને પણ આ લાભ મળે છે.

Next Article