1 / 4
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ પહેલા ગુરુવારે એટલે કે 20 જાન્યુઆરીએ રાજ્યોના નાણા મંત્રીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. નાણામંત્રીએ અત્યાર સુધીમાં કોર્પોરેટ, નાણાકીય ક્ષેત્રની કંપનીઓ, ટ્રેડ યુનિયનો, કૃષિ નિષ્ણાતો અને અગ્રણી અર્થશાસ્ત્રીઓ સાથે બેઠકો કરી છે. આ બેઠકોમાં ઈન્કમ ટેક્સ સ્લેબને તર્કસંગત બનાવવા, ડિજિટલ સેવાઓને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો આપવા અને હાઈડ્રોજન સ્ટોરેજને પ્રોત્સાહન આપવા જેવા સૂચનો કરવામાં આવ્યા છે.