Ganesh Chaturthi 2022 : શા માટે ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન કરવાથી લાગે છે દોષ, જાણો આ પાછળની પૌરાણિક કથા

કહેવાય છે કે ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન કરવાથી ખોટા આરોપ લાગી શકે છે, આ દોષથી બચવા માટે અમે અહીં કેટલાક ઉપાય રજુ જણાવ્યા જેને તમે અનુસરી શકો છો.

Ganesh Chaturthi 2022 : શા માટે ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન કરવાથી લાગે છે દોષ, જાણો આ પાછળની પૌરાણિક કથા
Why is moon sighting on Ganesh Chaturthi considered a sin?
| Edited By: | Updated on: Aug 23, 2022 | 12:15 PM

Ganesh Chaturthi 2022 Chandradarshan : પંચાંગ અનુસાર, ગણેશ ચતુર્થી(Ganesh Chaturthi 2022 )નો તહેવાર દર વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસથી ગણેશ ઉત્સવની શરૂઆત થાય છે. એવું કહેવાય છે કે આ દિવસે એટલે કે ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર (Moon) નથી દેખાતો કારણ કે માન્યતાઓ અનુસાર ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર જોવાથી ચોરી અથવા માનહાનીનો ખોટો આળ લાગે છે. જો કોઈને ગણેશ ચતુર્થીના દિવસે આકસ્મિક રીતે ચંદ્ર દેખાયો તો તેણે આ દોષથી છુટકારો મેળવવા માટે આ ઉપાયો કરવા જોઈએ.

ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રદર્શન કેમ ન કરવું?

પૌરાણિક કથાઓ અનુસાર, માતા પાર્વતીના આદેશ પર ભગવાન ગણેશ મુખ્ય દ્વારની રક્ષા કરતા હતા. તે જ સમયે ભગવાન શિવ આવ્યા અને અંદર જવા લાગ્યા, તો ગણેશજીએ તેમને અંદર જતા રોક્યા. જ્યારે ભગવાન શિવના વારંવાર સમજાવવા છતાં પણ ગણેશ રાજી ન થયા તો ભગવાન શિવે ગુસ્સામાં ગણેશનું માથું કાપી નાખ્યું. એટલામાં માતા પાર્વતી ત્યાં આવી ગયા.

માતા પાર્વતીએ શિવને કહ્યું કે આ આપણો પુત્ર ગણેશ છે. તમે તેમને પુનર્જીવિત કરો. ત્યારે શિવે ગણેશજીને ગજાનન મુખ આપીને પોતાનું જીવન દાન કર્યું. બધા દેવતાઓ તેને પુનઃ જીવન પ્રાપ્ત કરવાના આશીર્વાદ આપી રહ્યા હતા. તો ત્યાં હાજર ચંદ્રદેવ ઊભા થઈને હસતા હતા. ત્યારે ગણેશ સમજી ગયા કે આ ચંદ્રદેવ તેમના ગજાનન મુખ પર હસી રહ્યા છે. ત્યારે ગણેશજીએ ગુસ્સે થઈને ચંદ્રદેવને શ્રાપ આપ્યો કે તમે કાયમ કાળા થઈ જશો. ગણેશજીના આ શ્રાપને કારણે ચંદ્ર દેવતા કાળો થઈ ગયા.

ત્યારે ચંદ્રદેવને પોતાની ભૂલનો અહેસાસ થયો અને ગણેશજીની માફી માંગી. ત્યારે ગણપતિએ કહ્યું કે હવે તમે આખા મહિનામાં માત્ર એક જ વાર તમારી સંપૂર્ણ કળામાં દેખાશો હશો. આ કારણથી પૂર્ણિમાના દિવસે ચંદ્ર પૂર્ણ કળાઓમાં દેખાય છે. ભરે

ચંદ્રદર્શનના દોષથી છુટકારો મેળવવાનો ઉપાય

કહેવાય છે કે ગણેશ ચતુર્થીના દિવસે જો કોઈ વ્યક્તિએ આકસ્મિક રીતે ચંદ્ર જોઈ લીધો હોય તો તેના પર ખોટો આરોપ એટલે કે ખોટું કલંક આવી પડે છે. આ દોષમાંથી મુક્તિ મેળવવા માટે શ્રી કૃષ્ણના સ્યામંતક રત્નની ચોરીની કથા વાંચો અથવા સાંભળો. ઉપરાંત ગણપતિની પુજા કરો, ગણપતિને દુર્વા ખાસ ખુબ પસંદ છે તમે એ પણ અર્પણ કરી શકો છો. આમ કરવાથી કોઈ ખોટા આરોપો નહીં લગાવી શકે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Published On - 12:15 pm, Tue, 23 August 22