Bhakti: મંત્રસિદ્ધિ માટે શા માટે ફળદાયી મનાય છે ગ્રહણકાળ ? જાણો ચંદ્રગ્રહણ બાદ કરવાના દાનની મહત્તા

|

Nov 18, 2021 | 9:13 AM

ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું નથી, માટે કોઈએ સૂતક પાળવાની જરૂર નથી. પરંતુ, આ સમય દરમિયાન મંત્રસિદ્ધિ કરી શકાય છે. ઉપરાંત જેમને કોઈ ગ્રહની પ્રતિકૂળતા હોય તો તેના નિવારણ માટે આ ઉત્તમ સમય છે.

Bhakti: મંત્રસિદ્ધિ માટે શા માટે ફળદાયી મનાય છે ગ્રહણકાળ ? જાણો ચંદ્રગ્રહણ બાદ કરવાના દાનની મહત્તા
ચંદ્રગ્રહણ

Follow us on

લેખકઃ ડો. હેમીલ પી લાઠીયા, જ્યોતિષાચાર્ય

ગ્રહણ એક ખગોળીય ઘટના છે, તંત્ર શાસ્ત્રમાં આને સિદ્ધયોગ કહ્યો છે વર્ષ માં ગ્રહણ લગભગ ૨ થી ૬ હોઈ શકે છે અને ક્યારેક ૭ પણ હોઈ શકે , સૂર્ય ગ્રહણ અમાસના દિવસે અને ચંદ્ર ગ્રહણ પૂનમના દિવસે આવે છે પણ દરેક અમાસ અને પૂનમના દિવસે ગ્રહણ હોતું નથી, ગ્રહણ થવા પાછળના કેટલાંક નિયમો હોય છે. ગ્રહણ માટે જ્યોતિષમાં કેટલાક ફળાદેશ પણ કરતા હોય છે જેમ કે, બજાર, આબોહવા, યુદ્ધ, અશાંતિ, રાજકીય ઉથલ પાથલ વગેરે અને આમ પણ તેમાં કેટલાક જ્યોતિષીય નિયમના આધારે ફાળદેશ કરાય છે.

આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી માટે કોઈ મોટી ઘટનાની સંભાવના જણાતી નથી. તેમજ ઈ.સ ૨૦૨૨માં ૫ ગ્રહણ છે તેમજ શરૂના ૪ ગ્રહણ દેખાવાના નથી પણ પાંચમું ગ્રહણ આસો વદ અમાસ એટલે દિવાળીના દિવસે થનાર છે તે દેખાશે અને તે વખતના ગ્રહયોગ અને અન્ય પરિબળો પ્રમાણે દિવાળીના બે માસ આસપાસ કોઈ રાજકીય કે આર્થિક, સામાજિક ઘટના કે કોઈ દુર્ઘટનાની સંભાવના છે,
તા.૧૯/૧૧/૨૦૨૧ શુક્રવાર, કારતક સુદ પૂનમ દેવ દિવાળીના રોજ થનારું આંશિક ચંદ્રગ્રહણ ( Partial lunar eclipse) ભારતમાં દેખાવાનું નથી, પણ અમેરિકાના ૫૦ રાજ્યોમાં તે દેખાવાનું છે. આ ચંદ્રગ્રહણને ધી માઈક્રો બીવર મૂન કહેવાય છે, આ ચંદ્રગ્રહણ ૫૮૦ વર્ષથી સૌથી લાંબુ ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે, આ ઘરતીથી ખૂબ દૂર છે. ચંદ્રના ૯૭ ટકા ભાગને અસર કરશે. આ સદીનું સૌથી લાંબુ આંશિક ચંદ્રગ્રહણ છે. આ પહેલા ૨૦૧૮માં ૧ કલાક અને ૪૩ મિનિટનું ચંદ્રગ્રહણ થયું હતું, જ્યારે આ વખતે યોજાનારું ચંદ્રગ્રહણ ૩ કલાક ૨૮ મિનિટ અને ૨૩ સેકન્ડ જેટલું લાંબુ રહેશે. આવી ઘટના ૫૮૦ વર્ષ પછી જોવા મળી રહી છે.

ચંદ્ર લાલરંગનો કેમ દેખાય છે ?
ચંદ્રગ્રહણ ત્યારે થાય છે કે જ્યારે સૂર્ય અને ચંદ્રની વચ્ચે ધરતી આવી જાય છે. ધરતીના પડછાયાને કારણે ચંદ્રનો પ્રકાશ જમીન પર દેખાતો નથી. ધરતીનો પડછાયો આખા ચંદ્રને ઢાંકી શકે છે અથવા તો આંશિક રીતે ઢાંકે છે, જેને કારણે કયારેક ચંદ્ર લાલ રંગનો પણ જોવા મળે છે. એવું એટલા માટે થાય છે કે સૂર્યનો પ્રકાશ ધરતીના પડછાયાના ભાગ સાથે સીધી રીતે ટકરાતો નથી. તે પાછો વળીને વાયુમંડળમાં થઈને પસાર થાય છે. જેવા તેના લાલ અને નારંગી કિરણો ધરતીના વાયુમંડળમાં થઈને પસાર થાય છે, ત્યારે તેમાંથી લાલ રંગ સર્જાય છે, જેથી ચંદ્ર લાલ રંગનો દેખાય છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ચંદ્રગ્રહણ કયાં દેખાશે ?
આ ચંદ્રગ્રહણ ઉત્તર અમેરિકા, પ્રશાંત મહાસાગરના દ્વીપ અને દેશ, અલાસ્કા, પશ્ચિમી યુરોપ, પૂર્વી ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને જાપાનના લોકો જોઈ શકશે. આ ચંદ્રગ્રહણનો શરૂઆતી ભાગ એટલે કે ચંદ્ર ઉગવાના સમયે થોડો નજારો પૂર્વી એશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં જોવા મળશે. તેમજ દક્ષિણ અમેરિકા અને પશ્ચિમી યુરોપના લોકો ચંદ્રગ્રહણનું પૂર્ણ સ્વરૂપ જોઈ શકશે. ભારતીય સમય પ્રમાણે બપોરે ચંદ્રગ્રહણ થશે આફ્રિકા, મધ્ય-પૂર્વ અને પશ્ચિમી એશિયામાં આ દુર્લભ ચંદ્રગ્રહણ દેખાશે નહીં.
૧૯ નવેમ્બર ૨૦૨૧ને કાર્તિક પૂર્ણિમાએ ભારતીય સમય પ્રમાણે ચંદ્રગ્રહણ સવારે ૧૧:૩૦ વાગ્યાથી ૫:૩૫ સુધી રહેશે. લગભગ આખા દેશમાં આ ચંદ્રગ્રહણ દેખાશે નહીં. તેમ છતાં ભારતમાં તે અરૂણાચલ પ્રદેશ અને આસામના કેટલાક ભાગોમાં સંભવિત અંશતઃ દેખાઈ શકે છે.

ગ્રહણનો મહિમા :
આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું નથી, માટે કોઈએ સૂતક પાળવાની જરૂર નથી. તે સમય દરમિયાન મંત્રસિદ્ધિ કરી શકાય છે ઉપરાંત જેમને કોઈ ગ્રહની પ્રતિકૂળતા હોય તેમને મંત્ર જાપ, મહામૃત્યુંજય જાપ, હનુમાન ભક્તિ કે કોઈના માર્ગદર્શન અનુસાર ભક્તિ કરી શકાય છે અને સાંજે અથવા તા. ૨૦/૧૧/૨૧ શનિવારની સવારે યથાશક્તિ જરૂરિયાતમંદને દાન કે મદદ કરી શકાય.
ગ્રંથોમાં માર્ગદર્શન મળે છે કે ગ્રહણ કાળ દરમિયાન કરેલ મંત્ર જાપનું ફળ અનેક ગણું છે તેમજ મંત્ર પણ ત્વરિત સિદ્ધ થાય છે ઉપરાંત ગ્રહણ બાદ કરેલ દાન પૂણ્ય પણ ખૂબ પ્રભાવશાળી ફળ આપે છે, મનુષ્ય પોતાના જીવનના ઉત્કર્ષ હેતુ અને નકરાત્મકતાના નિવારણ માટે આ ગ્રહણનો દિવસ ઉત્તમ ગણાય છે.

આ પણ વાંચો : શું તમે જાણો છો કે ચંદ્રગ્રહણ કેટલા પ્રકારના હોય છે? તેનો અર્થ જાણો

આ પણ વાંચો : ધન આવ્યા બાદ આ દરેક બાબતનું રાખવું પડશે ધ્યાન, નહીં તો માઁ લક્ષ્મી થઈ જશે નારાજ

Next Article