Gujarati NewsBhaktiWhen will the first Ekadashi of the new year be celebrated know Ekadashi 2025 List
Ekadashi 2025 List : નવા વર્ષની પ્રથમ એકાદશી ક્યારે આવશે ? જાણો નવા વર્ષમાં આવનારી એકાદશીની સંપૂર્ણ લિસ્ટ
એક વર્ષમાં કુલ 24 એકાદશી વ્રત છે. જ્યારે જે વર્ષમાં અધિકામાસ હોય ત્યારે 24ને બદલે 26 એકાદશી ઉજવવામાં આવે છે. તો આજે આપણે જાણીશું કે નવા વર્ષમાં એટલે કે 2025માં પ્રથમ એકાદશીનું વ્રત ક્યારે છે તેમજ 2025માં આવતી એકાદશીનું ચાલો જોઈએ લિસ્ટ
Ekadashi 2025 List
Follow us on
એકાદશીનું વ્રત વિશ્વના પાલનહાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ભગવાન શ્રી હરિની પૂજા કરવાથી મનવાંછિત ફળ મળે છે. એકાદશી વ્રત દરેક માસમાં કૃષ્ણ અને શુક્લ પક્ષની એકાદશી તિથિએ કરવામાં આવે છે. આ રીતે એક વર્ષમાં કુલ 24 એકાદશી વ્રત છે. જ્યારે જે વર્ષમાં અધિકામાસ હોય ત્યારે 24ને બદલે 26 એકાદશી ઉજવવામાં આવે છે. તો આજે આપણે જાણીશું કે નવા વર્ષમાં એટલે કે 2025માં પ્રથમ એકાદશીનું વ્રત ક્યારે છે તેમજ 2025માં આવતી એકાદશીનું ચાલો જોઈએ લિસ્ટ
નવા વર્ષ 2025 માં પ્રથમ એકાદશી ક્યારે છે?
નવા વર્ષમાં પ્રથમ એકાદશી વ્રત 10 જાન્યુઆરી 2025ના રોજ મનાવવામાં આવશે. ડિસેમ્બર-જાન્યુઆરીને હિન્દુ કેલેન્ડરમાં પોષ મહિનો પણ કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં, પોષ મહિનામાં આવતી એકાદશીને પોષ પુત્રદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ એકાદશીને વૈકુંઠ એકાદશી પણ કહેવાય છે.