8 July PANCHANG : આજે અષાઢ વદ છઠ્ઠ, 8 જુલાઇ શનિવારના પંચાંગની મેળવો સંપૂર્ણ જાણકારી!

|

Jul 08, 2023 | 8:08 PM

સનાતન (sanatan) ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે.

8 July PANCHANG : આજે અષાઢ વદ છઠ્ઠ, 8 જુલાઇ શનિવારના પંચાંગની મેળવો સંપૂર્ણ જાણકારી!
8 July 2023 Panchang

Follow us on

આજે 8 જુલાઇ, 2023નો દિવસ છે. પરંતુ, હિન્દુ સંસ્કૃતિમાં તિથિ, વાર અને નક્ષત્ર જોઈને કાર્ય કરવાની પ્રણાલી છે. જેની માહિતી આપણને પંચાંગના માધ્યમથી પ્રાપ્ત થાય છે. સનાતન ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે. અને કયા સમયે મહત્વનું કાર્ય કરવાથી બચવું જોઈએ. ત્યારે આ પંચાંગ પરથી જ જાણીએ કે તિથિના આધારે આજનો દિવસ કેવો રહેશે.

આ પણ વાંચો : 7 July PANCHANG : આજે અષાઢ વદ પાંચમ, 7 જુલાઇ, શુક્રવારના પંચાગની મેળવો સંપૂર્ણ જાણકારી!

તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ એ દૈનિક પંચાંગના મુખ્ય પાંચ અંગ મનાય છે. ત્યારે તે અનુસાર જ આજના દિવસની વિગતો મેળવીએ.

આજનું રાશિફળ તારીખ : 09-11-2024
રોજ દૂધમાં ખારેક નાખીને પીવાથી જાણો શું થાય છે? પુરુષો માટે ઉત્તમ
સિલિકોનના ચમચા અને બ્રશને સાફ કરવા અપનાવો આ ટીપ્સ
આજનું રાશિફળ તારીખ : 08-11-2024
કોણ છે મલ્હાર ઠાકર સાથે લગ્ન કરવા જઈ રહેલી અભિનેત્રી પૂજા જોશી
સવારે ખાલી પેટ પાણીમાં આ વસ્તુઓ ભેળવીને પીવાથી ઝડપથી ઉતરશે વજન

તિથિ:- ગુજરાતી પંચાંગ અનુસાર આજે વિ. સં. 2079ના અષાઢ માસના કૃષ્ણ પક્ષની છઠ્ઠ 09 :51 PM સુધી થી બાદમાં સાતમ

વાર:- શનિવાર

યોગ:- સોભાગ્ય 05:23 PM બાદમાં શોભન

કરણ:- ગર 11:00 AM સુધી બાદમાં વણિજ

નક્ષત્ર:- પૂર્વભાદ્રપદ 8:36 PM સુધી બાદમાં બાદમાં ઉતરભાદ્રપદ

સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય

સૂર્યોદય:- 06:00 AM

સૂર્યાસ્ત:- 07:29 PM

આજની રાશિ

આજની ચંદ્ર રાશિ છે કુંભ રાશિ 2:58 PM સુધી બાદમાં મીન

અભિજીત મુહૂર્ત

આજે 8 જુલાઇ,2023ના રોજનો અભિજીત મુહૂર્ત 12:18 PM થી 1:12 PM સુધી રહેશે

રાહુ કાળ

આજે 8 જુલાઇ, 2023ના રોજનો રાહુ કાળ 09:22 AM થી 11:04 AM સુધી રહેશે. હિન્દુ માન્યતા અને પંચાંગ અનુસાર રાહુકાળ તે એ કાળ છે કે જે સમય દરમિયાન કોઈપણ પ્રકારનું શુભ કાર્ય કરવામાં નથી આવતું. માન્યતા અનુસાર આ રાહુ કાળ દરમિયાન કરેલું કાર્ય શુભ પરિણામ પણ નથી આપતું. એટલે આજે આ સમય દરમિયાન કોઈપણ શુભ કે માંગલિક કાર્ય કરવાનું ટાળવું જોઈએ.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Published On - 6:30 am, Sat, 8 July 23

Next Article