Vastu Tips : શું તમે ઓછા પગારથી પરેશાન છો ? દેવું વધી ગયું છે, તો અજમાવો આ 5 વાસ્તુ ટિપ્સ અજમાવો, ચોક્કસ ફાયદો મળશે

લક્ષ્મી માતાની પૂજા કરવાથી આર્થિક પરેશાનીઓ દૂર થાય છે. આ સિવાય કુબેર અને શુક્રની પુજા પણ ફાયદાકારક છે. એવું કહેવાય છે કે શુક્રવારે વિશેષ ઉપાય કરવાથી પણ સરળતાથી ધન પ્રાપ્ત થાય છે. વિશેષ પરિસ્થિતિઓમાં નિયમિત દાન કરવાથી પણ ધન પ્રાપ્ત થાય છે.

Vastu Tips : શું તમે ઓછા પગારથી પરેશાન છો ? દેવું વધી ગયું છે, તો અજમાવો આ 5 વાસ્તુ ટિપ્સ અજમાવો, ચોક્કસ ફાયદો મળશે
Vastu Tips
| Edited By: | Updated on: Oct 09, 2022 | 3:43 PM

Vastu Tips : મા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. કહેવાય છે કે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી આર્થિક બધી પરેશાનીઓનો અંત આવે છે. આ સિવાય કુબેર અને શુક્રની પુજા પણ ફાયદાકારક છે. એવું કહેવાય છે કે શુક્રવારે (Friday) વિશેષ ઉપાય કરવાથી પણ સરળતાથી ધન પ્રાપ્ત થાય છે. વિશેષ પરિસ્થિતિઓમાં નિયમિત દાન કરવાથી પણ ધનની કમી નથી રહેતી. ચાલો આજે જાણીએ કે પૈસા સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે કયા ચમત્કારી ઉપાયો કરવામાં આવે છે.

નોકરીમાં કેવી રીતે થશે પગાર વધારો – શુક્રવારે પીપળાના ઝાડ નીચે મીઠાઈ અને પાણી રાખો. આ પછી, ઝાડની ત્રણ વાર પરિક્રમા કરો. પછી નોકરીમાં ઉન્નતિ માટે પ્રાર્થના કરો. આ ઉપાયો કરવાથી નોકરીમાં ધન સંબંધિત સમસ્યા દૂર થશે.

દેવાની સમસ્યાથી રાહત – જો તમે દેવા સંબંધિત સમસ્યાથી પરેશાન છો તો શુક્રવારે લીમડાના લાકડાનો ટુંકડો ઘરમાં લાગાવો. તેને પાણીથી સાફ કરો. આ પછી કાચના વાસણમાં મીઠું મિક્સ કરીને પાણીમાં રાખો. દેવા સંબંધિત સમસ્યા આપોઆપ દૂર થઈ જશે.

પૈતૃક સંપત્તિ કેવી રીતે મેળવવી – શુક્રવારે લક્ષ્મી માતાને ગુલાબી ફૂલોની માળા અર્પણ કરો. આ પછી ઘીનો દીવો પ્રગટાવો અને લક્ષ્મીજીની આરતી કરો. આ દિવસે કન્યાઓને સફેદ મીઠાઈનું દાન કરો. તમને તમારા વારસાનો હિસ્સો મળશે.

વેપારમાં ધન લાભ મેળવવા – શુક્રવારના દિવસે લક્ષ્મીજી છબી પર ગુલાબી ફૂલ ચઢાવવું. આ પછી દેવી લક્ષ્મીને ગુલાબનો અત્તર છંટકાવ કરો. રોજ જાતક પોતે પણ સવારે આ જ પરફ્યુમનો ઉપયોગ કરો અને પછી કામ પર જાઓ. આ ઉપાયથી બિઝનેસ સંબંધિત સમસ્યાઓ દૂર થશે. વેપારી વર્ગના લોકોએ પણ પોતાના કાર્યસ્થળ પર ગુલાબના ફૂલ પર બેઠેલી લક્ષ્મીજીની તસવીર અથવા મૂર્તિ રાખવી જોઈએ.

અટકેલા નાણા કેવી રીતે પાછા મળશે– શુક્રવારે ગરીબોમાં મીઠાઈ અને કપડાં વહેંચો. આ દિવસે પાણીમાં થોડું દૂધ નાખીને ચંદ્રને અર્ઘ્ય ચઢાવો. આ પછી, પૈસા પાછા મેળવવા માટે પ્રાર્થના કરો.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.