Vastu Tips for Car: તમારી ગાડીમાં હાજર આટલી વસ્તુઓ તમને દરેક સંકટોથી રાખશે દૂર, જાણો અહી

|

Dec 11, 2021 | 11:54 PM

વાસ્તુશાસ્ત્ર અનુસાર કારમાં કેટલીક વસ્તુઓ રાખવી જરૂરી છે. તેનાથી નકારાત્મકતા દૂર થાય છે અને આવનાર સંકટ દૂર થાય છે. આવો જાણીએ શું છે તે વસ્તુઓ.

Vastu Tips for Car: તમારી ગાડીમાં હાજર આટલી વસ્તુઓ તમને દરેક સંકટોથી રાખશે દૂર, જાણો અહી
Vastu Tips for Car

Follow us on

Vastu Tips for Car: આજના સમયમાં લગભગ દરેક વ્યક્તિ પાસે પોતાની કાર છે. આજના સમયમાં, કાર ચોક્કસપણે એક સ્ટેટસ સિમ્બોલ કરતાં વધુ બની ગઈ છે. દરેક વ્યક્તિ પોતાના બજેટ પ્રમાણે કાર ખરીદે છે. જીવનનો આવશ્યક હિસ્સો બની ગયેલી કાર ખરીદતી વખતે આપણે હંમેશા તેની વિશેષતાઓ પર ધ્યાન આપીએ છીએ. પરંતુ તેની સાથે એક બીજું પણ જરૂરી છે, તે વાસ્તુ ટિપ્સ..

તમને જણાવી દઈએ કે કાર ખરીદ્યા પછી લોકો સામાન્ય રીતે કેટલીક બાબતોને નજરઅંદાજ કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર કારમાં કેટલીક વસ્તુઓ રાખવી જરૂરી છે. તેનાથી નકારાત્મકતા દૂર થાય છે અને આવનાર સંકટ દૂર થાય છે. આવો જાણીએ શું છે તે વસ્તુઓ.

ભગવાનની મૂર્તિઓ
સામાન્ય રીતે દરેક વ્યક્તિ કારમાં ભગવાન વગેરેની તસવીર લગાવે છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર ગણપતિની નાની મૂર્તિ રાખવી સૌથી શુભ હોય છે. ભગવાન ગણેશનો સંબંધ કેતુ સાથે છે. આવી સ્થિતિમાં જો કારમાં ગણેશજીની મૂર્તિ હોય તો અકસ્માતોથી બચી જશો. આ સિવાય કારમાં હવામાં ઝૂલતી ભગવાન હનુમાનની મૂર્તિ રાખવી પણ શુભ માનવામાં આવે છે.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

કાળો કાચબો
જો તમે તમારી કારમાં નાનો કાળો કાચબો રાખો છો તો તે ખૂબ જ શુભ હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર કાચબો નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને ચોક્કસપણે સકારાત્મક ઉર્જા વધારે છે.

કુદરતી પથ્થર
તમે કારના ડેશબોર્ડમાં કેટલાક પ્રાકૃતિક પત્થરો વગેરે રાખી શકો છો, આ પણ શુભ માનવામાં આવે છે, વાસ્તુશાસ્ત્ર અનુસાર, તેઓ પૃથ્વી તત્વ સાથે મજબૂત સંબંધ બનાવે છે અને કારને હંમેશા સુરક્ષિત રાખે છે.

તિબેટીયન ઝંડા
તિબેટીયન ધ્વજ આપણે ઘણી કારમાં જોઈએ છીએ તે ખરેખર સમૃદ્ધિના પ્રતીકો છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ ધ્વજને કારમાં લગાવવાથી સકારાત્મક ઉર્જા વધે છે. હવામાં ઉડતી વખતે તેઓ પોતાની આસપાસ સકારાત્મક ઉર્જા બનાવવાનું કામ કરે છે.

કારમાંથી આ વસ્તુઓ દૂર કરો
કારમાં ક્યારેય તૂટેલી વસ્તુ ન રાખો. કારની બારીઓ, કાર્પેટ અને સીટ હંમેશા સાફ રાખો.

આ પણ વાંચો: મુખ્યમંત્રી બદલાતા રાજકોટમાં વિકાસ કાર્યો અટક્યા હોવાનો વિપક્ષનો આક્ષેપ

આ પણ વાંચો: Ankita Lokhande Mehendi : અંકિતા લોખંડેના હાથમાં લાગી વિક્કી જૈનના નામની મહેન્દી, તસવીર જોઇને ફેન્સ થયા ખુશ

Next Article