વસંત પંચમી પર શા માટે કરવામાં આવે છે દેવી સરસ્વતીની પૂજા? જાણો પૂજાનો શુભ સમય અને મુહૂર્ત

પંચાગ મુજબ, માઘ મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિ વસંત પંચમી તરીકે ઉજવાય છે. આ દિવસે દેવી સરસ્વતીની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. વસંત પંચમી પર દેવી સરસ્વતીની પૂજા કેમ કરવામાં આવે છે? તેના વિશે જાણીએ.

વસંત પંચમી પર શા માટે કરવામાં આવે છે દેવી સરસ્વતીની પૂજા? જાણો પૂજાનો શુભ સમય અને મુહૂર્ત
વસંત પંચમી - સરસ્વતી પૂજા
| Updated on: Feb 16, 2021 | 8:18 AM

પંચાગ મુજબ, માઘ મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિ વસંત પંચમી તરીકે ઉજવાય છે. આ દિવસે દેવી સરસ્વતીની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. વસંત પંચમી પર દેવી સરસ્વતીની પૂજા કેમ કરવામાં આવે છે? તેના વિશે જાણીએ.

વસંત પંચમી 2021 મુહૂર્ત
માઘ મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિ 16 ફેબ્રુઆરીના રોજ સવારે 3:36 વાગ્યે શરૂ થાય છે, જે બુધવાર, 05 ફેબ્રુઆરી, સવારે 5:46 વાગ્યા સુધી રહેશે. આવી સ્થિતિમાં વસંત પંચમીનો તહેવાર 16 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે.

સરસ્વતી પૂજા 2021 મુહૂર્ત
વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવા માટે 05 કલાક 37 મિનિટનો સમય મળશે. તમારે તેની મધ્યમાં જ સરસ્વતીની પૂજા કરવી જોઈએ. સરસ્વતી પૂજા 16 ફેબ્રુઆરીએ 06:59 મિનિટથી 12:35 મિનિટની વચ્ચે કરવી.

વસંત પંચમી પર કેમ સરસ્વતી પૂજા?
પૌરાણિક માન્યતાઓ અનુસાર દેવી સરસ્વતી માઘ મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિના દિવસે બ્રહ્માજીના મુખમાંથી પ્રગટ થયા હતા. તેથી વસંત પંચમી પર સરસ્વતીની પૂજા કરવામાં આવે છે.

દેવી સરસ્વતીને આ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ
વસંતપંચમીના દિવસે વ્યક્તિએ સ્નાન વગેરેમાંથી નિવૃત્ત થયા પછી પીળા કે સફેદ કપડાં પહેરવા જોઈએ. સરસ્વતી દેવીની પૂજા કરતી વખતે પીળા ફૂલ, પીળી મીઠાઈ કે ખીર અર્પણ કરવી જોઈએ.

વસંત પંચમી: શ્રી પંચમી કે જ્ઞાન પંચમી
વસંત પંચમીને જ્ઞાન પંચમી અથવા શ્રી પંચમી પણ કહેવામાં આવે છે. આ દિવસે સરસ્વતી પૂજા ઉપરાંત ભગવાન વિષ્ણુ અને કામદેવની પણ પૂજા કરવામાં આવે છે.