ઇન્દિરા એકાદશીએ અચૂક અજમાવો આ ઉપાય ! પ્રસન્ન પિતૃઓ દેશે આર્થિક સમૃદ્ધિના આશીર્વાદ !

|

Sep 20, 2022 | 6:11 AM

કહે છે કે શ્રાદ્ધપક્ષમાં (Shradhpaksh) આવતી ઇન્દિરા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને પિતૃઓની કૃપા તો મળે જ છે. સાથે જ પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ દિવસે બ્રહ્મ ભોજન કરાવી દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે.

ઇન્દિરા એકાદશીએ અચૂક અજમાવો આ ઉપાય ! પ્રસન્ન પિતૃઓ દેશે આર્થિક સમૃદ્ધિના આશીર્વાદ !
Lord vishnu (symbolic image)

Follow us on

એકાદશી (Ekadashi) એટલે તો ભગવાન વિષ્ણુની (Lord vishnu) કૃપા પ્રાપ્ત કરવાનો દિવસ. ભગવાન વિષ્ણુની વિશેષ કૃપાની પ્રાપ્તિ માટે લોકો એકાદશીના ઉપવાસ કરતા હોય છે. સાથે જ પીપળાના વૃક્ષની પણ સેવાપૂજા કરતા હોય છે. ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તો પિતૃઓની (Pitru) પણ વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકાય છે. પિતૃપક્ષમાં આવતી ઇન્દિરા એકાદશી આ વખતે 21 સપ્ટેમ્બર 2022, બુધવારના રોજ આવશે. આ દિવસે કેટલાક વિશેષ ઉપાય કરવાથી આપની આર્થિક સમસ્યાનો અંત આવશે. સાથે જ આપને પિતૃ સંબંધિત દોષમાંથી પણ મુક્તિ મળશે. આ ઉપાયો દ્વારા આપ મેળવી શકશો ભગવાન વિષ્ણુના આશીર્વાદ.

કહે છે કે શ્રાદ્ધપક્ષમાં આવતી ઇન્દિરા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને પિતૃઓની કૃપા તો મળે જ છે. સાથે જ પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવીને આપની શક્તિ મુજબ દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે આ ઉપાય ખૂબ લાભદાયી છે. ઇન્દિરા એકાદશીના રોજ આ ઉપાયો કરવાથી આપની આર્થિક સમસ્યાનો આવશે અંત અને પિતૃઓના આશિષની વર્ષા થશે.

સૌભાગ્ય પ્રાપ્તિ

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ઇન્દિરા એકાદશીના દિવસે સૂર્યાસ્ત સમયે તુલસી સમક્ષ શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને “ૐ વાસુદેવાય નમઃ ” મંત્રનો જાપ કરતા કરતા તુલસીજીની પરિક્રમા કરવી. માન્યતા તો એવી પણ છે કે આ ઉપાય કરવાથી આપના સૌભાગ્યમાં અભિવૃદ્ધિ થાય છે. ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહે છે.

ઋણમુક્તિના આશિષ

દેવામાં ડૂબેલા લોકોએ ઇન્દિરા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનું પૂજન કરવા માટે પીળા રંગના પુષ્પ, પીળા ફળ, પીળા વસ્ત્ર, અડદની દાળનો ઉપયોગ કરવો. ત્યારબાદ આ સામગ્રીને ગરીબો અને જરૂરિયાતમંદ લોકોમાં વહેંચી દેવી. આ કાર્ય કરવાથી આપના દેવામાં ઘટાડો થાય છે.

દરિદ્રતાથી મુક્તિ

ગરીબી, નિર્ધનતા દૂર કરવા માટે ઇન્દિરા એકાદશીના દિવસે પીપળાના ઝાડની નીચે સરસવના તેલનો દીવો કરીને પિતૃઓની આત્માને શાંતિ મળે તે માટેની પ્રાર્થના કરવી. સાથે જ આપની દરિદ્રતા દૂર થાય તેની પણ પ્રાર્થના કરવી.

નકારાત્મક ઊર્જાથી મુક્તિ

ઇન્દિરા એકાદશીના દિવસે ઘરમાં વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરવા તેમજ ભજન-કીર્તન કરવાથી ઘરમાં રહેલી નકારાત્મકતા દૂર થાય છે. પરિવારનો કલેશ દૂર થાય છે. દરેક કાર્યોમાં સિદ્ધિની પ્રાપ્તિ થાય છે.

(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.)

Next Article