અજમાવી લો આ 5 સરળ ઉપાય, શિવજી વાસ્તુદોષ દૂર કરી સુખી જીવનનું દેશે વરદાન !

|

Jul 18, 2022 | 6:26 AM

સોમવારની પૂજામાં શિવલિંગ (Shivling) પર ગંગાજળનો અભિષેક (Abhishek) અવશ્ય કરવો. તેનાથી ભોળાનાથ ખૂબ જ ઝડપથી પ્રસન્ન થાય છે. તો સાથે જ ઘરમાં નિયમિત રીતે ગંગાજળનો છંટકાવ કરવાથી વાસ્તુદોષ (Vastudosh) પણ દૂર થાય છે અને પરિવારમાં સુખ-શાંતિમાં વૃદ્ધિ થાય છે.

અજમાવી લો આ 5 સરળ ઉપાય, શિવજી વાસ્તુદોષ દૂર કરી સુખી જીવનનું દેશે વરદાન !
Lord Shiv (symbolic image)

Follow us on

શિવજીની (Shivji) ભક્તિ માટે શ્રેષ્ઠ દિવસ છે સોમવાર. હવે, સોમવારનો દિવસ હોય અને આપણે ભગવાન શિવનું (lord shiva) ધ્યાન ન ધરીએ એ તો કેમ ચાલે ! એમાં પણ આ સોમવારના (monday remedies) રોજ થતાં શિવજી સંબંધી કેટલાંક ઉપાયો આપને વિધ વિધ પ્રકારના વાસ્તુદોષથી (vastu dosh) પણ મુક્તિની પ્રાપ્તિ કરાવી શકે છે. આપના ઘરમાં દરેક વસ્તુઓ યોગ્ય સ્થાન પર હોય છતા આપને કેટલીક સમસ્યાઓ સતાવતી હોય. આપને એવું લાગતું હોય કે આપના ઘરમાં વાસ્તુ સંબંધિત સમસ્યાઓ છે તો આ સમસ્યાઓમાંથી બહાર નિકળવાનો માર્ગ છે સોમવારે કરવામાં આવતા શિવજીના વિશેષ ઉપાયો. માન્યતા અનુસાર જે વ્યક્તિ આ ઉપાયો સોમવારના દિવસે અજમાવશે તેના ઘરમાં રહેલ વાસ્તુદોષમાંથી તેને મુક્તિ મળી જશે. એવું પણ માનવામાં આવે છે કે સોમવારના દિવસે અહીં જણાવેલ ઉપાય કરવાથી વ્યક્તિને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સંપત્તિના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે.

શિવજીની ભક્તિ માટે સોમવારનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. સોમવારે ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીની પૂજા કરવાથી તમામ પાપોનો નાશ થાય છે અને તમામ સુખની પ્રાપ્તિ થાય છે. સોમવારના દિવસે શિવ ખૂબ પ્રસન્ન મુદ્રામાં હોય છે અને એ જ પ્રસન્નતાની સકારાત્મક ઊર્જા ભક્તના જીવનને પણ ખુશીઓથી ભરી દે છે. શાસ્ત્રોમાં આવા જ કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે, જેના ઉપયોગથી ઘરના વાસ્તુદોષને દૂર કરી શકાય છે. આવો તો જાણીએ એ સરળ અને સચોટ ઉપાયો.

ગંગાજળનો છંટકાવ

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

શિવજીને તેમની જટામાં રહેલ ગંગાજી ખૂબ પ્રિય છે. એટલે સોમવારની પૂજામાં શિવલિંગ પર ગંગાજળનો અભિષેક અવશ્ય કરવો. તેનાથી ભોળાનાથ ખૂબ જ ઝડપથી પ્રસન્ન થાય છે અને વ્યક્તિને તમામ પરેશાનીઓમાંથી મુક્તિ અપાવે છે. દર સોમવારે આખા ઘરમાં નિયમિત રીતે ગંગાજળનો છંટકાવ કરવાથી વાસ્તુદોષ દૂર થાય છે સાથે જ પરિવારમાં સુખ-શાંતિમાં વૃદ્ધિ થાય છે.

ઘરમાં પાણીનો ફુવારો

આપના ઘરમાં કૃત્રિમ પાણીના ફૂવારા જેવા જળ સ્ત્રોતને ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખવું શુભ માનવામાં આવે છે. જેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. નકારાત્મકતા દૂર થાય છે. તેનાથી આપના નસીબ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય.

શારિરીક-માનસિક સ્વસ્થતા અર્થે

જો તમે સારા સ્વાસ્થ્યનું વરદાન અને ઘરમાં રહેલી પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા ઇચ્છતા હોવ તો સોમવારના દિવસે ઘરના ઈશાન ખૂણામાં રુદ્રાભિષેક કરો. આ ઉપાય કરવાથી આપના ઘર-પરિવાર પર રહેલી પરેશાનીઓ દૂર થાય છે તેમજ પરિવારના લોકો શારીરિક તેમજ માનસિક રીતે સ્વસ્થ રહે છે.

આર્થિક સમસ્યામાંથી મુક્તિ અર્થે 

આપના ઘરમાં રહેલ આર્થિક સંકટને દૂર કરવા માટે ઘરની પૂર્વ દિશામાં બીલીપત્રનો છોડ ઉગાડીને નિત્ય તેની સેવા કરવી જોઇએ. દરરોજ તે છોડમાં જળ અર્પણ કરો તેમજ નિત્ય સાંજે ઘીનો દીવો કરો. આ પ્રકારનો ઉપાય કરવાથી આપને જીવનમાં ક્યારેય આર્થિક સમસ્યાનો સામનો નહીં કરવો પડે. માતા લક્ષ્મીની કૃપા આપની પર સદાય વરસતી રહેશે.

લગ્નમાં વિલંબ દૂર કરવા

સોમવારના દિવસે જો અપરિણીત યુવતીઓ ઘરમાં તુલસીનો છોડ લગાવે છે તો ઝડપથી તે યુવતીની કુંડળીમાં લગ્નયોગ સર્જાય છે. તુલસીને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. એટલે ઘરની ઉત્તર દિશામાં તુલસીના છોડને લગાવવો શુભ માનવામાં આવે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Next Article