આજે શિવજી અને શનિદેવના એકસાથે આશીર્વાદની થશે પ્રાપ્તિ, બસ કરી લો આ નાનકડું કામ !

મહાશિવરાત્રીના (Mahashivratri) દિવસે ભગવાન ભોળાનાથને રુદ્રાભિષેક કરવાનું ખૂબ મહત્વ રહેલું છે. સંભવ હોય તો આ દિવસે ભોળાનાથને દહીંથી રુદ્રાભિષેક કરવાનો પ્રયાસ કરવો. એવી માન્યતા છે કે આ રીતે અભિષેક કરવાથી જાતકને ધનની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં ઉત્તરોતર પ્રગતિ પામે છે.

આજે શિવજી અને શનિદેવના એકસાથે આશીર્વાદની થશે પ્રાપ્તિ, બસ કરી લો આ નાનકડું કામ !
Mahashivratri
| Edited By: | Updated on: Feb 18, 2023 | 6:36 AM

સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યની કૃપા પ્રાપ્ત કરવા માટે શિવરાત્રીના દિવસે કેટલાક વિશેષ ઉપાયો કરવામાં આવે તો દરેક પ્રકારના દુઃખો અને કષ્ટો દૂર થાય છે. તો ચાલો જાણીએ તે ઉપાયો વિશે. આ વર્ષે મહાશિવરાત્રીએ શનિપ્રદોષનું વ્રત પણ રાખવામાં આવે છે. એવામાં આ દિવસે કરવામાં આવનાર પૂજાનું અધિક મહત્વ રહેલું છે. શિવરાત્રીના દિવસે પૂજા કરવા સિવાય પણ કેટલાય એવા ઉપાયો છે જે અજમાવવાથી આપને ખૂબ જ લાભની પ્રાપ્તિ થાય છે તો ચાલો જાણીએ તે ઉપાયો વિશે.

30 વર્ષ બાદ શનિ સ્વરાશિમાં છે

આ સમયે શનિ પોતાની સ્વરાશિ કુંભમાં રહેશે. કુંભ રાશિમાં શનિ હોવાથી મહાશિવરાત્રિનો પર્વ લગભગ 30 વર્ષ પછી આ રીતે ઉજવવામાં આવશે, આ સમયે શનિ અસ્ત અવસ્થામાં રહેશે. ગુરુ ગ્રહ પણ આ સમયે પોતાની સ્વરાશિ મીનમાં રહેશે. આ બંને ગ્રહો સ્વરાશિમાં હોવું ખૂબ શુભ સંકેત માનવામાં આવે છે. 18 ફેબ્રુઆરીએ સર્વાર્થસિદ્ધિ યોગ સાંજે શરૂ થશે, જે બીજા દિવસે 19 ફેબ્રુઆરી રવિવારે સવારે 7 વાગ્યા સુધી રહેશે. એટલે રાત્રિ પૂજન માટે આ શુભ યોગ છે.

મળશે અનેક ગણુ ફળ

જાણકાર જ્યોતિશાચાર્યના જણાવ્યા અનુસાર આજના દિવસે શનિ પ્રદોષનું વ્રત પણ કરવામાં આવશે. આ વ્રત ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે. એટલે આજના દિવસને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આજના દિવસે કરેલ વ્રત, પૂજા, પાઠ, દાનથી અનેક ગણુ પુણ્ય પ્રાપ્ત થશે.

મહાશિવરાત્રીએ મહાસંયોગ

આ વર્ષે મહાશિવરાત્રીના દિવસે શનિવાર છે એટલે મહાશિવરાત્રી અને શનિ પ્રદોષ વ્રત બંને એક જ દિવસે હોવાથી તેનું મહત્વ પહેલા કરતાં વધી જાય છે. સંતાન પ્રાપ્તિ માટે ભોળાનાથની પૂજા કરીને તેમના આશીર્વાદ માંગી શકાય છે સાથે જ શનિવારના દિવસે શનિદેવની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે.

આર્થિક તંગી દૂર કરવાના ઉપાયો

હિન્દુ ધર્મમાં શિવરાત્રીનો પર્વ મહાદેવની પૂજા માટે સૌથી શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. શિવપુરાણ અનુસાર મહાશિવરાત્રીના દિવસે મહાદેવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. એવી માન્યતા છે કે આજના દિવસે જે જાતક પૂર્ણ શ્રદ્ધા અને સાચા મનથી શિવજીની પૂજા કરશે તો તેના દરેક પ્રકારના દુઃખ અને કષ્ટ દૂર થશે.

⦁ મહાશિવરાત્રીના દિવસે મહાદેવની પૂજા કરતા સમયે આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તેમને અર્પણ કરવામાં આવતા જળની અંદર કાળા તલને મિશ્રિત કરવા જોઇએ. તલ ઉમેરીને શિવલિંગ પર જળ અર્પણ કરતાં સમયે શિવમંત્રોનો જાપ કરવો જોઇએ. તેનાથી શિવજી શીઘ્ર પ્રસન્ન થાય છે.

⦁ મહાશિવરાત્રીના દિવસે ભગવાન ભોળાનાથને રુદ્રાભિષેક કરવાનું ખૂબ મહત્વ રહેલું છે. સંભવ હોય તો આ દિવસે ભોળાનાથને દહીંથી રુદ્રાભિષેક કરવાનો પ્રયાસ કરવો. એવી માન્યતા છે કે આ રીતે અભિષેક કરવાથી જાતકને ધનની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં ઉત્તરોતર પ્રગતિ પામે છે.

⦁ આ પર્વના દિવસે શનિદેવની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. તેના સિવાય શિવ ચાલીસા અને શનિ ચાલીસાનો પાઠ પણ અવશ્ય કરવો જોઇએ. તેનાથી ભક્તોની તમામ મનોકામનાની પૂર્તિ થાય છે.

⦁ મોટાભાગના લોકો આ દિવસે પૂજા કરતા સમયે શિવલિંગ પર ચંપો કે કેતકીના પુષ્પ અર્પણ કરે છે આ કાર્ય ભૂલથી પણ ન કરવું કારણ કે આ પુષ્પથી પૂજા કરવી વર્જિત માનવામાં આવે છે.

⦁ એવું માનવામાં આવે છે કે ભગવાન શિવને શમી અને બેલાના પુષ્પ પ્રિય છે. ભગવાન શિવની પૂજામાં અળસીના પુષ્પનું પણ ખાસ મહત્વ રહેલું છે. ભગવાન શિવની પૂજામાં લાલ અને સફેદ રંગના પુષ્પનું વિશેષ રીતે મહત્વ રહેલું છે. શિવજીની પૂજામાં મંદારના પુષ્પનું પણ આગવું મહત્વ છે. તેના સિવાય શિવલિંગ પર બિલીપત્ર, ધતૂરો અને મધ પણ અર્પણ કરવામાં આવે છે.

⦁ પૂજા દરમ્યાન ભગવાન શિવના મંત્રોનો જાપ કરવો ખૂબ જરૂરી છે આ કાર્ય ખૂબ શુભ માનવામાં આવે છે. એટલે હંમેશા એવો પ્રયત્ન કરવો કે મહાશિવરાત્રીના દિવસે ઓછામાં ઓછી 108 વાર મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઇએ. તેના સિવાય શિવપંચાક્ષર મંત્રનો જાપ પણ ખૂબ શુભ માનવામાં આવે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)