આજે ચૈત્ર માસનો છેલ્લો દિવસ અને શનિવારી અમાસ હોવાથી સોમનાથ ત્રિવેણી સંગમ અને કરનાળીમાં લોકો ઉમટી પડ્યા

|

Apr 30, 2022 | 1:42 PM

લોકો હાલના સંજોગોમાં રાજ્ય અને દેશના અન્ય ભાગોમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે ચોથી લહેરની આશંકા વચ્ચે હવે ચોથી લહેરના આવે અને લોકોનું આરોગ્ય સારું રહે તે માટે પિતૃ દેવતાઓ સાથે ભગવાનને પણ પ્રાર્થના કરી હતી.

આજે ચૈત્ર માસનો છેલ્લો દિવસ અને શનિવારી અમાસ હોવાથી સોમનાથ ત્રિવેણી સંગમ અને કરનાળીમાં લોકો ઉમટી પડ્યા
Triveni Sangam (Somnath)

Follow us on

આજે ચૈત્ર માસનો છેલ્લો દિવસ અને શનિવારી અમાસ () હોય દૂર દૂરથી મોટી સંખ્યામાં ભક્તો મંદિરો (Tample) માં પહોંચી રહ્યાં છે અને દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે, ત્યારે સોમનાથ (Somnath) માં આવેલા પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે ભારે માત્રામાં પિતૃતર્પણ માટે ભાવિકો ઉમટયા છે. મૃત આત્માઓને મોક્ષ મળે તે માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. આ સાથે પ્રાંચી ખાતે મોક્ષ પીપળાને પાણી રેડવા માટે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ ઉપરાંત ડભોઇ તાલુકાના કરનળી ગામ ખાતે નર્મદા નદીના કિનારે ભવ્ય અને પૌરાણીક તેમજ પ્રખ્યાત કુબેરભંડારી (Kuber Bhandari) મંદિર ખાતે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે.

સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી ને કારણે લોકો પિતૃતર્પણ માટે પણ આવી નહોતા શક્યા ત્યારે આજે ચૈત્રી અમાસ અને શનિવાર હોય જેને કારણે ત્રિવેણી સંગમ પર ભારે માત્રામાં ભાવિકો ઉમટયા હતા લોકો પોતાના સ્વજનો કે જે કોરોના મહામારીમાં મૃત્યુ પામ્યા હતા તેમની સદગતિ થાય તેમના આત્માને શાંતિ મળે તે માટે ત્રિવેણી સંગમ પહોંચ્યા હતા

પ્રાંચીમાં પણ આજે ભારે માત્રામાં ભાવિકો પીપળાને પાણી પીવડાવવા માટે હાથમાં પાણી લઈ કતારો માં ઉભા હતા. લોકો પોતાના સ્વજનોને સ્વજનોને મુક્તિ મળે સાથે કોરોના મહામારી નો જે લોકો ભોગ બન્યા છે અને તેમની પાછળ સંજોગોના કારણે પિતૃતર્પણ કરાવી નથી શક્યા તેવા તમામ પિતૃઓની મોક્ષ ગતિ થાય તેવી પ્રાર્થના કરી રહ્યા હતા.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

લોકો હાલના સંજોગોમાં રાજ્ય અને દેશના અન્ય ભાગોમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે ચોથી લહેરની આશંકા વચ્ચે હવે ચોથી લહેરના આવે અને લોકોનું આરોગ્ય સારું રહે તે માટે પિતૃ દેવતાઓ સાથે ભગવાન સોમનાથને પણ પ્રાર્થના કરી રહ્યા હતા.

 

Karnali, Kuber Bhandari

 

ડભોઇ તાલુકાના કરનળી ગામ ખાતે નર્મદા નદીના કિનારે ભવ્ય અને પૌરાણીક તેમજ પ્રખ્યાત કુબેરભંડારી મંદિર આવેલ છે. આ મંદિર ખાતે અમાસના દર્શનનું ખૂબ મહત્વ હોય છે ત્યારે આજ રોજ પિતૃ પક્ષના ચૈત્ર માસનો છેલ્લો દિવસ અને શનિવારી અમાસ હોય દૂર દૂરથી ભક્તો આવ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ડભોઇ તાલુકાનું સુપ્રસિધ્ધ કુબેર ભંડારી ધામ નર્મદા નદીના કિનારે કરનાળી ગામ ખાતે આવેલું છે. બાજુમાં ખળ ખળ વહેતી નર્મદા નદી અને અતિ અલૌકિક ધામ કુબેર ભંડારી ખાતે અમાસ ભરવાનું અત્યંત મહત્વ હોય છે અમાસના દિવસે કુબેર ભંડારી મહાદેવના દર્શન કરી ભક્તો મનવાંછિત ફળની પ્રાપ્તી કરતાં હોવાની માન્યતા છે ત્યારે આજ રોજ કરનળી ખાતે ચૈત્ર માસ એટલે કે પિતૃ તર્પણ માસનો છેલ્લો દિવસ અને શનિવારી અમાસ હોય આ દિવસનું અત્યંત મહત્વ ભક્તોમાં છે ત્યારે અમાસના દર્શન કરવા ભક્તો મોટી સંખ્યામાં કુબેર ભંડારી મહાદેવ મંદિર ખાતે ઉમટી પડ્યા હતા.

વહેલી સવારથી જ કુબેર ભંડારી મંદિર ટ્રસ્ટના સ્વયં સેવકો ભક્તોને દર્શન કરવા કામે લાગ્યા હતા જ્યારે કોઈને તકલીફ ના પડે ભોજન સહિત તમામ સુવિધાઓ પૂરી પાડી શકાય તે માટે ખાસ આયોજન કરવમાં આવ્યું હતું. નર્મદા નદીમાં સ્નાન કરી ભક્તો કુબેર ભંડારી મહાદેવને બિલી પત્ર, દૂધ, તલ, સહિત પૂજા સામગ્રીથી અભિષેક અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

આ પણ વાંચોઃ Ahmedabad: નરોડા GIDC ફાયર સ્ટેશન પાસે આલ્ફા મેટલ ઇન્ડસ્ટ્રીમાં આગ, એક વ્યક્તિનું દાઝી જવાથી મોત

આ પણ વાંચોઃ Vadodara: હરિધામ સોખડાના ગુણાતિત સ્વામીના અપમૃત્યુ કેસની તપાસ કરજણ CPIને સોંપવામાં આવી

Next Article