Bhakti : વૈવાહિક જીવનની તમામ બાધાઓ દૂર કરશે આ વિવાહ પંચમીના ઉપાય

|

Dec 08, 2021 | 6:30 AM

વિવાહ પંચમીનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજના દિવસે કરવામાં આવતા તમામ ઉપાયોથી તમારા જીવનની તમામ સમસ્યાઓનો અંત આવશે. વિવાહ પંચમી માગસર સુદ પાંચમના દિવસે આવે છે આ દિવસે ભગવાન રામ સાથે માતા સીતાના લગ્ન થયા હતા.

Bhakti : વૈવાહિક જીવનની તમામ બાધાઓ દૂર કરશે આ વિવાહ પંચમીના ઉપાય
શ્રીરામસીતા વિવાહ

Follow us on

વિવાહ પંચમી (vivah panchmi)નો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજના દિવસે કરવામાં આવતા તમામ ઉપાયોથી તમારા જીવનની તમામ સમસ્યાઓનો અંત આવશે. વિવાહ પંચમી માગસર સુદ પાંચમના દિવસે આવે છે આ દિવસે ભગવાન રામ સાથે માતા સીતાના લગ્ન થયા હતા. એવી પણ એક માન્યતા છે કે આજના દિવસે કરવામા આવતા ઉપાયોથી તમારા લગ્ન સંબંધિત તમામ બાધાઓ દૂર થશે અને તમે સુખદાયક લગ્ન જીવન જીવી શકશો.

ધાર્મિક માન્યતાઓ અનુસાર વિવાહ પંચમીના દિવસે કેટલાક ઉપાયો કરવાથી લગ્નમાં આવી રહેલી અડચણો કે લગ્નજીવનમાં આવનારી મુસીબતોને દૂર કરી શકાય છે. આજના દિવસે રામ અને સીતાના વિધિવત પૂજન કરીને વિવાહ કરાવવાથી આવી રહેલી મુસીબતો દૂર થાય છે.
વૈવાહિક જીવનની પરેશાનીઓ દૂર કરવા માટેના ઉપાયો
શ્રીરામ અને સીતાની જોડીને આદર્શ માનવામાં આવે છે. જો તમારા લગ્નજીવનમાં કોઇપણ પ્રકારની સમસ્યા હોય તો તમારે વિવાહ પંચમીના દિવસે રામચરિતમાનસમાં લખેલા રામ સીતાના પ્રસંગના પાઠ કરવા જોઇએ. તેના પછી ભગવાન પાસે તમારી સમસ્યા દૂર કરવા માટે પ્રાર્થના કરો. આવુ કરવાથી તમારા લગ્નજીવનમાં આવતી સમસ્યાઓ પૂર્ણ થઇ જશે. એવું માનવામાં આવે છે કે રામચરિતમાનસમાં વિવાહ પંચમીના દિવસે જ પૂર્ણ થઇ હતી એટલા માટે આ દિવસે ઘરમાં તેનો પાઠ કરવાથી ઘરમાં રહેલી નકારાત્મકતા દૂર થાય છે અને પરિવારમાં સુખ શાંતિ આવે છે અને સંબંધો વધુ સારા બનવા લાગે છે.
સારા જીવનસાથી મેળવવા માટેના ઉપાય
સુયોગ્ય જીવનસાથીની શોધ કરી રહ્યા હોવ અને આ શોધ પૂર્ણ થવાનું નામ જ ન લેતી હોય તો તમારે વિવાહ પંચમીના દિવસે વ્રત રાખીને શ્રીરામ અને માતા સીતાનું પૂજન કરવું જોઇએ. તેમના વિવાહ સંપન્ન કરાવવા અને પોતાની ઇચ્છાપૂર્તિની કામના કરવી જોઇએ. આવું કરવાથી તમને સુયોગ્ય જીવનસાથી મળશે અને તમારી તમામ સમસ્યાઓ દૂર થશે. શીઘ્ર વિવાહના યોગ સર્જાશે.
સંતાન પ્રાપ્તિ અને સંતાનની પરેશાનીઓ દૂર કરવાના ઉપાય
જીવનમાં સંતાન સુખની કામના ભલા કોને ન હોય. જે યુગલ સંતાન સુખની કામના રાખતા હોય તેમના માટે આજનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવ્યો છે. શ્રીરામ અને સીતાના લવ કુશ જેવા તેજસ્વી બાળકો હતા. આ દિવસે સીતા રામની વિધિ વિધાનથી પૂજા કરવી જોઇએ અને શ્રીરામના રક્ષા સ્તોત્રનો પાઠ કરવો જોઇએ તેનાથી તમારી તમામ મનોકામના પૂર્ણ થશે. જો પહેલા તમારે કોઇ સંતાન હોય અને તેને લગતી કોઇ સમસ્યા હોય તો એ પણ દૂર થઇ જશે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ પણ વાંચો : મહાવિદ્યાઓના આધારે દરેક કામનાઓની પૂર્તિ માટે 14 પ્રકારના શ્રી ગણેશ દર્શાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો : રાવણ સાથે યુદ્ધ કરતા પહેલા શ્રી રામે કર્યો હતો આ સ્ત્રોતનો પાઠ, તમે પણ જાણો તેનો અદ્ભુત મહિમા

Next Article