અસફળતાને પણ સફળતામાં બદલી દેશે બદામનો આ સરળ ઉપાય ! જાણો કેવી રીતે વિઘ્નો થશે દૂર ?

|

Jan 24, 2023 | 6:23 AM

જો તમને અભ્યાસમાં સતત અસફળતા પ્રાપ્ત થઇ રહી હોય તો કોઇપણ મંગળવારથી શનિવારના દિવસ સુધી નિત્ય છાલ સાથેની ચાર બદામ (almond) વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો.

અસફળતાને પણ સફળતામાં બદલી દેશે બદામનો આ સરળ ઉપાય ! જાણો કેવી રીતે વિઘ્નો થશે દૂર ?
almond

Follow us on

ઘણીવાર એવું બને છે કે ખૂબ જ મહેનત કરવા છતાં વ્યક્તિને તેના કાર્યમાં સફળતા જ નથી મળતી. પરિશ્રમ છતાં ધંધા-રોજગારમાં આર્થિક ઉન્નતિ નથી થતી. દેવી લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત નથી થતી ! ઘણી વખત એવું પણ બને છે કે વ્યક્તિમાં આવડત તો ખૂબ હોય પણ તે ઈન્ટવ્યૂમાં તેનો જાદૂ ચલાવી જ ન શકે. અથવા તો પરીક્ષા સમયે જ તેને વાંચેલું કંઈ યાદ જ ન આવે ! અને તેને લીધે જ વ્યક્તિને અસફતાનો સામનો કરવો પડે છે. ત્યારે જ્યોતિષશાસ્ત્રમાં આવાં વિઘ્નોથી મુક્તિ અર્થે અને સફળતાની પ્રાપ્તિ અર્થે કેટલાંક ખૂબ જ સરળ અને સચોટ ઉપાયો જણાવવામાં આવ્યા છે. આવો, આજે કેટલાંક આવાં જ ઉપાયો વિશે જાણીએ.

નોકરી-ધંધામાં સફળતા અર્થે

⦁ ધંધા-રોજગાર સંબંધી સમસ્યા હોય કે પછી નોકરી મેળવવામાં કે ઈન્ટરવ્યૂમાં અસફળતાનો સામનો કરવો પડતો હોય, ત્યારે આ ઉપાયો મદદરૂપ સાબિત થઈ શકે છે.

⦁ છાલ સાથેની 100 ગ્રામ બદામ લો. તેમાંથી અડધી બદામ હનુમાન મંદિરમાં અર્પણ કરો અને બાકી વધેલી બદામને લાલ વસ્ત્રમાં લપેટીને પોતાના પૂજા સ્થાનમાં સુરક્ષિત મૂકી દો. એક વર્ષ બાદ આ બદામને વહેતા પાણીમાં પ્રવાહિત કરી લો. આ ઉપાય દર વર્ષે અજમાવવો જોઇએ. તેનાથી જીવનના સફળતા આડેના તમામ અવરોધો દૂર થઈ જશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

⦁ મંગળવારના દિવસે હનુમાન મંદિરમાં ધજા અર્પણ કરો.

⦁ મંગળવાર કે શનિવારના દિવસે હનુમાનજીને એક રામાયણ ભેટમાં આપો.

⦁ ઠંડીના દિવસો ચાલી રહ્યા છે. તો આ સમયમાં શ્વેત અને શ્યામ રંગના ધાબળાઓનું કોઈ જરૂરિયાતમંદને કે પછી કોઈ મંદિરમાં દાન કરવું જોઈએ.

⦁ કોઇપણ મંદિરમાં દરરોજ એક કેળું ધરાવો. યાદ રાખો, કે આ ઉપાય સતત 40 દિવસ સુધી કરવાનો છે. 40 દિવસ પહેલાં જ જો તમારું કાર્ય સફળ થઈ જાય, તો પણ આ પ્રયોગ 40 દિવસ સુધી ચાલું જ રાખવો.

અભ્યાસમાં સફળતા અર્થે

⦁ જો તમને અભ્યાસમાં સતત અસફળતા પ્રાપ્ત થઇ રહી હોય તો કોઇપણ મંગળવારથી શનિવારના દિવસ સુધી નિત્ય છાલ સાથેની ચાર બદામ વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો. આ ઉપાયથી અભ્યાસમાં સફળતા આડેના અવરોધો દૂર થઈ જશે. અને ધીમે-ધીમે પ્રગતિનો માર્ગ ખૂલી જશે.

⦁ મંગળવારના દિવસે ગળી રોટલી બનાવીને શ્વાનને ખવડાવો.

⦁ પોતાના વજન અનુસાર ઘઉં, 1 ચપ્પુ, 1.25 કિલો ગોળ, 1.25 મીટર લાલ વસ્ત્ર, લાલ પુષ્પ, તાંબાનું એક વાસણ તેમજ દક્ષિણાનું રવિવારના દિવસે કોઈ મંદિરમાં દાન કરવું.

⦁ નિત્ય કેસરનું તિલક લગાવવું જોઇએ.

⦁ શ્રીગણેશજી અને માતા સરસ્વતીજીની પૂજા નિત્ય કરવી જોઇએ.

⦁ અભ્યાસ કરતી વખતે તમારી સામે એક અરીસો રાખો. આ ઉપાય કરવાથી અભ્યાસમાં મન લાગશે અને ધ્યાન નહીં ભટકે.

⦁ પરીક્ષાના દિવસે પેપર લખવાનું શરૂ કરો તે પહેલા પોતાના મોંમાં તુલસીના કેટલાક પાન રાખવા અને પરીક્ષા સમાપ્ત થાય પછી તે પાન આરોગી જવા.

⦁ પર્સમાં એક લાલ રંગનો રૂમાલ હંમેશા રાખવો.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Next Article