વર્ષ દરમિયાન કુલ ચાર નવરાત્રી (navaratri) આવતી હોય છે. બે ગુપ્ત નવરાત્રી અને બે ઉપાસનાની નવરાત્રી. આસો નવરાત્રી અને ચૈત્રી નવરાત્રીમાં ભક્તો વિશેષ સાધના અને ઉપાસના દ્વારા આદ્યશક્તિને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરતા હોય છે. પરંતુ, આ તમામ નવરાત્રીમાં સમાનપણે આઠમ અને નોમની તિથિએ માના પૂજનનો સવિશેષ મહિમા રહેલો છે. સંપૂર્ણ નવરાત્રી દરમિયાન અનુષ્ઠાન ન કરી શકનારા શ્રદ્ધાળુઓ પણ આ આઠમ અને નોમની તિથિએ વિશેષ પૂજા-અર્ચના દ્વારા માને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરતા હોય છે. ત્યારે અમારે આજે એક એવાં ઉપાયની વાત કરવી છે કે જે આ ખાસ તિથિઓમાં અજમાવીને તમે પણ આર્થિક સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો.
શ્રદ્ધાળુઓ તેમની વિધ-વિધ કામના અનુસાર માની પૂજા કરતા હોય છે. અલબત્, આજના સમયમાં દરેક વ્યક્તિની એ જ મનશા હોય છે કે તેમના ઘરમાં સુખ-સમૃદ્ધિ અકબંધ રહે. ત્યારે નવરાત્રીની આઠમ અથવા નોમ બંન્નેમાંથી કોઈપણ એક તિથિએ આ ખાસ પ્રયોગ અજમાવી શકાય છે. કે જે વ્યક્તિને ઝડપથી લક્ષ્મીપ્રાપ્તિ કરાવનારો મનાય છે.
વિશેષ પૂજાવિધિ
માન્યતા છે કે આ ઉપાય અજમાવવાથી વ્યક્તિને ખૂબ ઝડપથી લક્ષ્મીકૃપા પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં, આકસ્મિક ધનલાભની શક્યતાઓ પણ વધી જાય છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચો : જાણો નવાપુરાના જૂના બહુચરધામનો મહિમા, અહીં દર્શન માત્રથી થશે દિવ્ય આનંદની અનુભૂતિ !
આ પણ વાંચો : કલ્પવૃક્ષ સમાન ફળ આપશે આ મંત્ર! જાણી લો કઈ કઈ કામનાઓને સિદ્ધ કરશે નવાર્ણ મંત્ર?