કાલસર્પ દોષનું શમન કરશે આ મહાશિવરાત્રી ! બસ, કરી લો આ અત્યંત સરળ વિધિ

|

Feb 17, 2023 | 6:22 AM

કાલસર્પ દોષના (Kalasarpa Dosh) કારણે વ્યક્તિ નિરાશામાં કૂબી જાય છે અને પોતાને હારેલો માનવા લાગે છે. જો આપ પ્રસિદ્ધ મંદિરોમાં વિધિ કરાવી શકો તેમ ન હોવ તો કાલસર્પ દોષથી મુક્તિ મેળવવા મહાશિવરાત્રીએ આ ઉપાય અજમાવો.

કાલસર્પ દોષનું શમન કરશે આ મહાશિવરાત્રી ! બસ, કરી લો આ અત્યંત સરળ વિધિ
Kalasarpa Dosh Nivaran

Follow us on

જે વ્યક્તિની કુંડળીમાં કાલસર્પ દોષ હોય છે તેના જીવનમાં સમસ્યાઓનો પાર નથી હોતો. કહે છે કે તે વ્યક્તિના જીવનને બરબાદ કરી દે છે. વ્યક્તિ ગમે એટલી મહેનત કરે છતાં તેને તેમાં સફળતા નથી મળતી. ધનની હાનિ થતી જ રહે છે. આવી વ્યક્તિ પર હંમેશા તણાવ અને નકારાત્મક વિચારો જ હાવી રહે છે. એ જ કારણ છે કે સમયસર કાલસર્પ દોષ દૂર કરવાના ઉપાયો અજમાવવા ખૂબ જ જરૂરી બની જાય છે. અને તેના માટે મહાશિવરાત્રીનો દિવસ શ્રેષ્ઠ અવસર મનાય છે. આ વખતે આ અવસર 18 ફેબ્રુઆરી, શનિવારના રોજ છે. ત્યારે આવો એ જાણીએ કે કાલસર્પ દોષના લક્ષણો શું છે ? અને તેના નિવારણ અર્થે મહાશિવરાત્રીએ કયા ઉપાયો અજમાવવા જોઈએ ?

કાલસર્પ દોષના લક્ષણ

⦁ કાલસર્પ દોષના કારણે મનમાં હંમેશા નકારાત્મકતા રહે છે. વિચારો પણ નકારાત્મક જ આવે છે. વ્યક્તિ નિરાશામાં ડૂબી જાય છે અને પોતાને હારેલો માનવા લાગે છે.

⦁ કાલસર્પ દોષ હોય તો જાતકને અભ્યાસમાં અવરોધો આવે છે તેને સતત માનસિક તણાવ અને કષ્ટોનો સામનો કરવો પડે છે.

રોજ સરસવના તેલથી પગના તળિયામાં માલિશ કરવાથી જાણો શું થાય છે?
Blood Pressure : હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ દવા ક્યારે લેવી જોઈએ?
ખાલી પેટ લીમડાનો રસ પીવાથી જાણો શું થાય છે?
લગ્નના 6 વર્ષ બાદ અભિનેત્રી માતા બની, જુઓ ફોટો
Carrot : માત્ર એક કાચું ગાજર છે અનેક રોગોની દવા, જાણો તેના વિશે
શિયાળામાં કરો શિંગોડાનું સેવન,સ્વાસ્થ્ય માટે છે લાભદાકારક

⦁ કાલસર્પ દોષ હોય તો વ્યક્તિને કારકિર્દીમાં પણ સમસ્યાઓ આવે છે.

⦁ જાતકને ધંધા રોજગારમાં વારંવાર અવરોધો આવે છે. નોકરી હોય તો તેને વારંવાર નોકરી છૂટી જાય છે. વ્યાપાર ધંધો બરાબર ચાલતા નથી. વારંવાર વ્યાપાર ધંધામાં નુકસાન જાય છે.

⦁ કાલસર્પ દોષના કારણે વ્યક્તિ ખોટી સંગતમાં પણ પડી શકે છે. તેના મનમાં વારંવાર આત્મહત્યાના વિચારો આવતા રહે છે.

⦁ વૈવાહિક જીવનમાં અને પ્રેમ જીવનમાં પણ કલેશ અને અલગ અલગ પ્રકારની પરેશાની રહે છે.

⦁ સંતાન પ્રાપ્તિમાં પણ ઘણી સમસ્યાઓ આવે છે.

મહાશિવરાત્રીએ કાલસર્પ દોષને કરો શાંત

⦁ મહાશિવરાત્રીનો પર્વ આ વખતે 18 ફેબ્રુઆરી, શનિવારના દિવસે છે. ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહોત્સવના દિવસે વિધિ વિધાનથી શિવલિંગની પૂજા કરવામાં આવે છે. સાથે જ આ દિવસે કાલસર્પ દોષને દૂર કરવાના અનેક ઉપાયો પણ અજમાવી શકાય છે.

⦁ કાલસર્પ દોષના નિવારણની વિધિ માટે ઉજ્જૈનમાં આવેલ મહાકાલેશ્વર, નાસિકમાં આવેલ ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ, ગુજરાતના દ્વારિકામાં આવેલ નાગેશ્વર જ્યોતિર્લિંગ તેમજ પ્રયાગરાજમાં આવેલ તક્ષેશ્વર મહાદેવનું મંદિર સર્વોત્તમ મનાય છે. કહે છે કે આ મંદિરોમાં વિધિ વિધાન સાથે પૂજા કરવાથી અને રુદ્રાભિષેક કરવાથી આપની કુંડળીમાં રહેલ કાલસર્પ દોષ દૂર થાય છે.

⦁ જો આપ પ્રસિદ્ધ મંદિરોમાં વિધિ કરાવી શકો તેમ ન હોવ તો કાલસર્પ દોષથી મુક્તિ મેળવવા મહાશિવરાત્રીએ આ ઉપાય અજમાવો. કોઈપણ શિવમંદિરમાં જઈ ત્યાં શિવલિંગ પર ચાંદીના નાગ-નાગણીનું જોડું અર્પિત કરો. કહે છે કે તેનાથી કાલસર્પ દોષમાં રાહતની પ્રાપ્તિ થાય છે.

⦁ મહાશિવરાત્રિના દિવસે 108 વખત મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી કાલસર્પ દોષમાં રાહતની પ્રાપ્તિ થાય છે.

⦁ મહાશિવરાત્રિએ “ૐ નાગકુલાય વિદ્મહે વિષદંતાય ધીમહિ તન્નો સર્પ પ્રચોદયાત ।।” મંત્રનો શક્ય તેટલો જાપ કરવો. કહે છે કાલસર્પ દોષને કારણે જીવનમાં આવી રહેલી સમસ્યાઓમાં આ મંત્રજાપથી રાહતની પ્રાપ્તિ થાય છે.

⦁ કાલસર્પ દોષમાંથી રાહત મેળવવા માટે મહાશિવરાત્રીએ વિધિ વિધાન સાથે વ્રત અને પૂજા કરવા જોઇએ. કહે છે કે તેનાથી શિવજીની કૃપા આપના પર હંમેશા જ બની રહે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Next Article