Bhakti : આ ગણેશ પ્રતિમા તો સ્વયં જ વધારે છે તેનું કદ ! જાણો વરસિદ્ધિ વિનાયકનો મહિમા

|

Jul 27, 2021 | 11:14 AM

વરસિદ્ધિ વિનાયક માટે અત્યાર સુધીમાં તૈયાર થયેલાં તમામ કવચ મંદિરમાં સચવાયેલાં છે. જેમાંથી એકપણ અત્યારે પ્રભુને નથી થઈ રહ્યા ! અને તે જ વક્રતુંડના સતત વધી રહેલાં કદની સાક્ષી પૂરી રહ્યા છે !

Bhakti : આ ગણેશ પ્રતિમા તો સ્વયં જ વધારે છે તેનું કદ ! જાણો વરસિદ્ધિ વિનાયકનો મહિમા
સતત વધી રહ્યું છે કનિપક્કમ ગણેશજીનું કદ !

Follow us on

Bhakti : સમગ્ર ભારતમાં ગજાનન શ્રીગણેશજીના (GANESH) તો અનેક પાવનકારી સ્થાનકો આવેલાં છે. જેમાં કેટલાંક અતિ પૌરાણિક છે, તો ક્યાંક ગજાનનના સ્વયંભૂ સ્વરૂપના ભક્તોને દર્શન થઈ રહ્યા છે. દરેક સ્થાનકની અને તેમાં બિરાજીત ગણેશજીની આગવી જ મહત્તા છે. પરંતુ, શું તમે ક્યારેય કોઈ એવાં ગણેશ મંદિર વિશે સાંભળ્યું છે કે જ્યાં વિદ્યમાન ગણેશ પ્રતિમા સતત તેનું કદ વધારી રહી હોય ! આવો, આજે આપને જણાવીએ વરસિદ્ધિ વિનાયકનો મહિમા.

આંધ્રપ્રદેશના ચિત્તુર જિલ્લામાં કનિપક્કમ કરીને સ્થાન આવેલું છે. દર વર્ષે મોટી સંખ્યામાં ગણેશ ભક્તો આ કનિપક્કમમાં ઉમટતા હોય છે. જેનું કારણ છે અહીં આવેલું વરસિદ્ધિ વિનાયકનું મંદિર. આ સ્થાનકમાં બિરાજીત શ્રીગણેશ ભક્તોને મનોવાંચ્છિત ફળની એટલે કે વરદાનની પ્રાપ્તિ કરાવનારા મનાય છે અને એટલે જ ભક્તો તેમને વરસિદ્ધિ વિનાયકના નામે પૂજે છે. જો કે ગજાનન કનિપક્કમમાં સ્થિત હોઈ ભક્તો તેમને કનિપક્કમ ગણેશના નામે પણ સંબોધે છે.

અહીં મુખ્ય મંદિરની અંદર તો ભક્તોને વક્રતુંડના મનોહર રૂપના દર્શન થઈ જ રહ્યા છે. પણ, અહીં સવિશેષ મહિમા તો પરિસરમાં જ જળ મધ્યે સ્થિત ગજાનનના દર્શનનો છે. કારણ કે આ જ એ પ્રતિમા છે જે તેનું કદ વધારી રહી હોવાની લોકવાયકા પ્રચલિત છે. દંતકથા એવી છે અંધ, મૂક અને બધીર એવાં ત્રણ ભાઈઓએ ખેતી માટે અહીં કૂવો ખોદવાનું શરૂ કર્યું. તો તેમનું ઓજાર એક પત્થર સાથે ટકરાઈ ગયું. મહામહેનતે ત્રણેવ ભાઈઓએ તે પત્થરને બહાર કાઢ્યો, તો તેમને વક્રતુંડની દિવ્ય પ્રતિમાના દર્શન થયા. અને તે સાથે જ ત્રણેવના અંગ પણ સાજા થઈ ગયા. ત્યારબાદ આસ્થા સાથે તે જ સ્થાન પર શ્રીગણેશની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું.

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

આજે કનિપક્કમમાં બાહુદા નદીની મધ્યે તે જ દિવ્ય ગણેશ પ્રતિમા પ્રસ્થાપિત છે. માન્યતાનુસાર આ ગણેશ પ્રતિમા સતત તેનું કદ વધારી રહી છે. વિનાયકની એક ભક્તે વક્રતુંડને એક કવચ ભેટમાં આપ્યું હતું. પરંતુ, આજે મૂર્તિનું કદ વધી ગયું હોઈ તે પહેરાવવું અશક્ય બન્યું છે.

વરસિદ્ધિ વિનાયક માટે અત્યાર સુધીમાં તૈયાર થયેલાં તમામ કવચ મંદિરમાં સચવાયેલાં છે. જેમાંથી એકપણ અત્યારે પ્રભુને નથી થઈ રહ્યા ! અને તે જ વક્રતુંડના સતત વધી રહેલાં કદની સાક્ષી પૂરી રહ્યા છે ! જે અનુસાર વરસિદ્ધિ વિનાયકની પ્રતિમા વર્ષ 1945માં લગભગ 2 ફૂટ, વર્ષ 2003માં 3 ફૂટની આસપાસ., જ્યારે વર્ષ 2006માં લગભગ 4 ફૂટ ઊંચાઈ ધરાવતી હતી. હાલ તો, 2006માં તૈયાર થયેલું કવચ પણ વિનાયકને નથી થઈ રહ્યું. એટલે કે તેમનું કદ સતત વધી રહ્યું છે. તેમનું આ વધતું કદ જ તેમના અહીં હાજરાહજૂર હોવાની ભક્તોને અનુભૂતિ કરાવે છે.

આ પણ વાંચો : આ અંગારકી ચતુર્થીએ અજમાવો વિશેષ ઉપાય અને મેળવો શ્રીગણેશના અઢળક આશીર્વાદ

Next Article