ઉત્તરાખંડના વિશ્વ પ્રસિદ્ધ શ્રી કેદારનાથ મંદિર (Kedarnath Temple) ના ગર્ભગૃહની અંદરની દિવાલ હવે સોનાની બનશે. દિવાળીના શુભ મુહૂર્તમાં કેદારનાથના ગર્ભગૃહની દીવાલ સોનાની (GOLD) બનાવ્યા બાદ તે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહી છે.આ દિવાલ સોનાની બનાવવા માટે મુંબઈ (Mumbai) ના એક વેપારીએ લગભગ 230 કિલો સોનું દાનમાં આપ્યું છે. અગાઉ કેદારનાથ ધામના ગર્ભગૃહની આ દિવાલ ચાંદીની બનેલી હતી. પરંતુ હવે અહીં સોનાનો ઢોળ ચઢશે. શંખ, ત્રિશુલ, ડમરુ જેવા ચિહ્નો, જે ભગવાન શંકરના પ્રતિક છે, આ સોનાની પ્લેટ પર કોતરવામાં આવ્યા છે.
આ ઉપરાંત સોનાની આ પ્લેટ પર જય બાબા કેદાર, હર હર મહાદેવ પણ લખવામાં આવ્યું છે. મંદિરના ગર્ભગૃહમાં બનેલી આ દિવાલ 230 કિલો સોનાથી બનેલી છે. આ સોનું મુંબઈના એક બિઝનેસમેને દાનમાં આપ્યું છે.
230 કિલો સોનું દાનમાં આપનાર વેપારીએ જણાવ્યું કે ચાંદીની દીવાલ જોયા બાદ તેને વારંવાર વિચાર આવતો હતો કે ભગવાનના ગર્ભગૃહની દીવાલ સોનાની કેમ ન બને. ત્યારબાદ કરોડો રૂપિયા ખર્ચીને આ સોનાની દિવાલ તૈયાર કરવામાં આવી હતી. આ પછી, દિવાળીના શુભ મુહૂર્ત પર, તેને સોનાની પ્લેટ દિવાલ પર સ્થાપિત કરવામાં આવી હતી.
બદ્રીકેદાર ટેમ્પલ કમિટી અને ઉત્તરાખંડ સરકારે આ સોનાના જડતરના કામ માટે પરવાનગી આપી હતી.પરંતુ સ્થાનિક પૂજારી તેનો વિરોધ કરી રહ્યા હતા.આઘાતની લાગણી અનુભવી રહ્યા છે. જેના કારણે સ્થાનિક પૂજારીઓએ તેનો વિરોધ કર્યો હતો અને ઉપવાસની ચેતવણી આપી હતી. પરંતુ સરકાર અને મંદિર સમિતિએ મંદિરની દિવાલ પર સોનાની પ્લેટ લગાવવા માટે મુંબઈના વેપારીને માત્ર ટેકો જ આપ્યો નથી, પરંતુ તેના માટે તેમનો આભાર પણ વ્યક્ત કર્યો છે.
જણાવી દઈએ કે આજે સૂર્યગ્રહણના કારણે બાબા કેદારનાથનું મંદિર બંધ રહેશે. આ સિવાય બંદરી-કેદાર મંદિર સમિતિ હેઠળના તમામ મંદિરો બંધ રહેશે. મંદિરના દરવાજા સવારે 4:26 થી સાંજના 5:32 સુધી એટલે કે ગ્રહણના સમયગાળા દરમિયાન બંધ રહેશે.