20 એપ્રિલે વર્ષ 2023નું પ્રથમ સૂર્ય ગ્રહણ ! જાણો, આ ગ્રહણની શું પડશે અસર ?

|

Apr 10, 2023 | 6:13 AM

માન્યતાઓ અનુસાર સૂતક કાળને અશુભ કાળ કે દૂષિત કાળ માનવામાં આવે છે. આપને જણાવી દઇએ કે સૂતક કાળ દરમ્યાન ભગવાનની પૂજા કરવાની મનાઇ કરવામાં આવે છે. સૂતક કાળ દરમ્યાન મંદિરના (Temple) કપાટ બંધ કરી દેવામાં આવે છે.

20 એપ્રિલે વર્ષ 2023નું પ્રથમ સૂર્ય ગ્રહણ ! જાણો, આ ગ્રહણની શું પડશે અસર ?

Follow us on

વર્ષ 2023નું પહેલું સૂર્યગ્રહણ 20 એપ્રિલ, ગુરુવારે લાગશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ, બંન્ને ગ્રહણ અશુભ મનાય છે. તેની અસર લોકોના જીવન પર અલગ અલગ પ્રકારે પડતી હોય છે. એવામાં સૂર્યગ્રહણને લઇને લોકોના મનમાં કેટલાય સવાલો ઉઠતા હોય છે. જેમ કે ભારતમાં સૂર્ય ગ્રહણ દેખાશે કે કેમ ? દેખાશે તો ક્યાં દેખાશે ? સૂતક કાળનો સમય શું રહેશે ? વગેરે. તો ચાલો, આજે આ દરેક પ્રશ્નોના જવાબ મેળવીએ.

ક્યાં દેખાશે વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ ?

વર્ષ 2023નું પહેલું સૂર્ય ગ્રહણ 20 એપ્રિલના રોજ થશે. પરંતુ, વાસ્તવમાં તે ભારતમાં નહીં દેખાય. આ સૂર્ય ગ્રહણ કંબોડિયા, ચીન, અમેરિકા, માઇક્રોનેશિયા, મલેશિયા, ફિઝી, જાપાન, સમોઆ, સોલોમન, વરુણી, સિંગાપુર, થાઇલેન્ડ, એન્ટાર્કટિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, પાપુઆ, ઇન્ડોનેશિયા, ફિલીપાઇન્સ, દક્ષિણ હિંદ મહાસાગર, વિયેતનામ અને તાઇવાનમાં દેખાશે.

શું સૂતક કાળ લાગશે ?

વર્ષ 2023નું પહેલું સૂર્ય ગ્રહણ ભારતમાં નહીં દેખાય. જેના લીધે સૂતક કાળ પણ પાળવામાં નહીં આવે. માન્યતાઓ અનુસાર સૂતક કાળને અશુભ કાળ કે દૂષિત કાળ માનવામાં આવે છે. આપને જણાવી દઇએ કે સૂતક કાળ દરમ્યાન ભગવાનની પૂજા કરવાની મનાઇ કરવામાં આવે છે. સૂતક કાળ દરમ્યાન મંદિરના કપાટ બંધ કરી દેવામાં આવે છે. એટલું જ નહીં, સૂતક સમય દરમ્યાન જમવું તેમજ પાણી પીવું પણ વર્જિત માનવામાં આવે છે. સૂતક કાળ સૂર્યગ્રહણના 12 કલાક પહેલાથી જ શરૂ થઇ જાય છે ! પણ, ભારતમાં એકપણ જગ્યાએ આ સૂર્ય ગ્રહણ દેખાવાનું નથી. એટલે આ સૂતક કાળ પાળવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી.

કાગળના બોક્સ પર છત્રીનું નિશાન કેમ દોરેલું હોય ? નહીં જાણતા હોવ તો પસ્તાશો
Vastu Tips : વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સીડી બનાવવી જોઈએ ?
Sprouts Benefits: નાસ્તામાં ફણગાવેલા મગ ખાવાથી થતા ફાયદા વિશે જાણો છો તમે ? અનેક રોગોમાં રામબાણ ઈલાજ
આજનું રાશિફળ તારીખ : 09-01-2025
રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ બનાવ્યા 'એબ્સ'
દેશનું અનોખું રેલવે સ્ટેશન, જે અડધુ ગુજરાતમાં અને અડધુ મહારાષ્ટ્રમાં

સૂર્ય ગ્રહણનો સમય

સૂર્ય ગ્રહણ પ્રારંભઃ 20 એપ્રિલ 2023, સવારે 07:04 કલાકે

સૂર્ય ગ્રહણની સમાપ્તિઃ 20 એપ્રિલ 2023, બપોરે 12:29 કલાકે

આ વર્ષમાં કેટલા ગ્રહણ ?

આપને જણાવી દઇએ કે 2023માં કુલ 4 ગ્રહણ જોવા મળશે. તેમાંથી 2 સૂર્યગ્રહણ અને 2 ચંદ્રગ્રહણ છે. આ ગ્રહણ દુનિયાના અલગ અલગ ભાગોમાં દેખાશે.

પહેલું સૂર્ય ગ્રહણ 20 એપ્રિલ, 2023

પહેલું ચંદ્ર ગ્રહણ 5 મે, 2023

બીજું સૂર્ય ગ્રહણ 14 ઓક્ટોબર, 2023

બીજું ચંદ્ર ગ્રહણ 29 ઓક્ટોબર, 2023

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Next Article