Ganesh chaturthi 2022 : આજથી જ શરૂ કરી દો આ સ્તોત્રનું પઠન, જીવનના તમામ સંકટોનું થઈ જશે શમન !

|

Sep 07, 2022 | 6:06 AM

જો તમે સંપૂર્ણ નિતી નિયમો અનુસાર આ સ્તોત્રનો (Stotra) પાઠ કરશો તો તમને થોડા જ દિવસોમાં તેનું પરિણામ જોવા મળશે. જ્યારે પણ જીવનમાં કોઇપણ પ્રકારની સમસ્યા કે સંકટ આવે ત્યારે ગણેશજી (Ganeshji) આપની અચૂક રક્ષા કરે છે.

Ganesh chaturthi 2022 : આજથી જ શરૂ કરી દો આ સ્તોત્રનું પઠન, જીવનના તમામ સંકટોનું થઈ જશે શમન !
Lord Ganesh (symbolic image)

Follow us on

દરેક દેવમાં (Dev) સર્વપ્રથમ પૂજનીય છે ભગવાન ગણેશ (Lord ganesh). તેમની પૂજાથી આપણાં સઘળા સંકટો નાશ પામે છે. તેમની પૂજા (Worship) કરવાથી આપણી તમામ સમસ્યાઓ દૂર થાય છે.આપણાં જીવનના (Life) તમામ વિઘ્નો દૂર થાય છે. એટલે જ તેમને વિઘ્નહર્તા ગણેશ (Vidhnaharta ganesh) કહેવામાં આવ્યા છે. આપણને દરેક કાર્યોમાં સિદ્ધિની પ્રાપ્તિ કરાવનાર છે ગણેશજી. આ કારણે તેમને સિદ્ધિદાતા ગણેશ કહેવામાં આવે છે.ભગવાન ગણેશ આપણને સારી બુદ્ધિ પ્રદાન કરનાર છે તેથી તેમને બુદ્ધિદાતા ગણેશ કહે છે. ગણેશજીની કૃપાથી જ વ્યક્તિને બુદ્ધિ અને બળની પ્રાપ્તિ થાય છે. જ્યાં ગણેશજીની કૃપા રહેતી હોય ત્યાં રિદ્ધિ-સિદ્ધિ અને શુભ-લાભ હંમેશા નિવાસ કરે જ છે.

ગણેશજીની કૃપાથી શુભતા અને પ્રસન્નતા આપણાં ઘર-પરિવારમાં સદાય વાસ કરે છે. જેમ દરેક દેવી-દેવતાની કૃપા પ્રાપ્ત કરવા તેમના વિશેષ મંત્રો તેમજ વિશેષ સ્તોત્ર હોય છે તેવી જ રીતે ગણેશજીને પ્રસન્ન કરવા માટે પણ એવા વિશેષ મંત્રો અને સ્તોત્ર છે જેના જાપ  કરવા માત્રથી આપ ગણેશજીને પ્રસન્ન કરી શકો છો.

આ મંત્રો અને સ્તોત્રમાથી જ એક છે સંકટ નાશન ગણેશ સ્તોત્રનો (Sankat nasan ganesh stotra) પાઠ . આ સ્તોત્રનો પાઠ ખૂબ જ સિદ્ધ માનવામાં આવે છે. આ સ્તોત્રનો પાઠ કરતાં આપને બહુ સમય પણ નહીં લાગે. આ સંકટ નાશન સ્તોત્ર વિશે તો કહેવાય છે કે આ સ્તોત્રના પાઠ કરવાથી મોટામાં મોટી મુસીબતો પણ ટળી જાય છે. તો ચાલો જાણીએ તે પાઠ કરવાના સંપૂર્ણ વિધિ વિધાન.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ વિધિ વિધાનથી કરવામાં આવે તો નિશ્ચિતરૂપે આપની સઘળી સમસ્યાઓ દૂર થઇ જાય છે. પરંતુ તેના માટે આપના મનમાં અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ હોવા જોઇએ. આ પાઠનો નિયમિત રૂપથી પાઠ કરવાથી આપની પર આવનાર તમામ સંકટો ટળી જાય છે. તો ચાલો જાણીએ ગણેશ સંકટનાશન સ્તોત્રના પાઠ કરવાની વિધિ.

ગણેશ સંકટનાશન સ્તોત્ર પાઠ કરવાની વિધિ

આ સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ બુધવારના દિવસથી શરૂ કરવો જોઇએ.

આ પાઠ કોઇપણ મહિનાના સુદ બુધવારથી શરૂ કરવો જોઇએ તો જ તેનું શુભ મંગળ ફળ પ્રાપ્ત થાય છે.

ગણેશ સ્તોત્રનો પાઠ આપ નિયમિત  40 દિવસો સુધી સતત કરવો જોઇએ.

જે દિવસથી આપ પાઠ કરવાનો પ્રારંભ કરો તે દિવસે બ્રહ્મ મૂહુર્તમાં સવારે ઊઠીને નિત્ય કર્મો પૂર્ણ કરીને સ્નાનાદિ કાર્ય કર્યા પછી સ્વસ્છ વસ્ત્ર ધારણ કરો.

ગણેશજીને પ્રણામ કરીને તેમની પૂજાનો પ્રારંભ કરો.

ગણેશજીને દૂર્વા અતિ પ્રિય છે એટલે તેમની પૂજા વખતે ગણેશજીને દૂર્વા અવશ્ય અર્પણ કરો. ત્યારબાદ ગણેશ સંકટનાશન સ્તોત્રનો પાઠ કરો.

પાઠ સમાપ્ત થયા પછી ગણેશજીને પ્રણામ કરીને તમારી પ્રાર્થના ગણેશજી સમક્ષ રજૂ કરો.

જો તમે સંપૂર્ણ નિતી નિયમો અનુસાર આ સ્તોત્રનો પાઠ કરશો તો તમને થોડા જ દિવસોમાં તેનું પરિણામ જોવા મળશે.

જીવનમાં કોઇપણ પ્રકારની સમસ્યા કે સંકટ આવે ત્યારે ગણેશજી આપની અચૂક રક્ષા કરે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Next Article