Shravan-2021 : ક્યાંક તમે તો નથી કરતાંને આ ભૂલ ? મહામારીમાં ઘરે જ શિવજીની પૂજા કરવાના જાણી લો આ નિયમો !

|

Aug 17, 2021 | 10:41 AM

શું તમે શિવલિંગની સાથે દેવી ગૌરી અને ગજાનન ગણેશની સ્થાપના કરો છો ? શિવલિંગના સ્થાપનથી લઈને સ્થાપનનું સ્થળ અને શિવલિંગની ઊંચાઈ આ તમામ બાબતોનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે.

Shravan-2021 : ક્યાંક તમે તો નથી કરતાંને આ ભૂલ ? મહામારીમાં ઘરે જ શિવજીની પૂજા કરવાના જાણી લો આ નિયમો !
શિવજીની પૂજામાં સાવધાની જરૂરી !

Follow us on

શ્રાવણ માસ એટલે તો મહાદેવની (mahadev) આરાધના કરવાનો માસ. આ મહામારીનો સમય છે, સાવચેતી અને નિયમો સાથે જ શિવાલયોમાં ભક્તોને શિવજીના દર્શન થઈ રહ્યા છે. કોઈ શિવાલયમાં જઈને તો વળી કોઈ ઘરે બેઠાં જ ભોળાનાથની ભક્તિ કરી રહ્યાં છે. પણ સવાલ તો એ છે કે જે શિવાલય નથી જઈ શકતાં તેમણે શિવજીની પૂજા કેવી રીતે કરવી જોઈએ ? શું ઘરે મહાદેવની આરાધના થઈ શકે ? તેના માટે નિયમો કયા છે ? આવો આજે આપને જણાવીએ કે જો ઘરે જ કરો છો શિવજીની પૂજા તો શું ધ્યાનમાં રાખવું ખૂબ જ જરૂરી છે.

કેટલાક લોકો એવું માને છે કે ઘરમાં શિવજીની પ્રતિમાની સ્થાપના ન કરી શકાય. તો વળી એક મત એવો પણ છે કે પ્રતિમા નહીં પણ શિવલિંગની સ્થાપના કરવી જોઈએે. વળી એ બાબતમાં પણ મતમતાંતર છે. કેટલાક જાણકારો માને છે કે શિવલિંગની સ્થાપના ઘરની અંદર ન કરી શકાય. અલબત, જો ઘરમાં શિવલિંગની સ્થાપના કરેલી છે, તો કેટલાંક ખાસ નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે. આમ તો આપણે દેવાધિદેવને ભોળાનાથ તરીકે સંબોધીએ છીએ. એટલે કે મહાદેવ તો ખુબ ભોળા છે. ભક્તોની તમામ કાલીઘેલી ભક્તથી પણ તે પ્રસન્ન થઈ જાય છે. અલબત, કેટલાક નિયમો પણ છે જેનું પાલન ખૂબ જરૂરી છે, ખાસ તો ત્યારે જ્યારે ઘરે જ કરી રહ્યા હોવ મહાદેવની આરાધના.

શિવપૂજાના નિયમ
1. જો આપ ઘરે શિવલિંગની સ્થાપના કરવા ઈચ્છો છો તો ક્યારેય માત્ર શિવલિંગની સ્થાપના ન કરવી. શિવલિંગની સાથે દેવી ગૌરી અને પુત્ર ગણેશજીની પણ સ્થાપના કરવી જ જોઈએ.
2. જો આપ ઘરમાં શિવલિંગની સ્થાપના કરી રહ્યા છો તો તેની ઊંચાઈનો નિયમ પણ જાણી લો. અંગૂઠાના ઉપરના ભાગ જેટલી જ શિવલિંગની ઊંચાઈ હોવી જોઈએ. તેનાથી વધુ ઊંચાઈ ધરાવતી શિવલિંગ ઘરમાં સ્થાપી ન શકાય.
3. ઘરમાં શિવલિંગની સ્થાપના કયા સ્થળ પર કરવી તે જાણવું પણ જરૂરી છે. ઘરમાં બંધ રૂમમાં ક્યારેય શિવલિંગ ન સ્થાપવું. જાણકારો કહે છે કે શિવલિંગ હંમેશા ખુલ્લામાં સ્થાપિત કરવું
4. શિવલિંગની સ્થાપના ક્યારેય તુલસીના છોડની નજીક પણ ન કરવી. તુલસી એ ભગવાન વિષ્ણુના પત્ની કહેવાય છે. વિષ્ણુ સ્વરૂપોનું પૂજન તુલસી દળ વગર અધૂરું ગણાય છે. પણ મહાદેવની પૂજામાં આ ભૂલ ન કરવી.
5. શિવજીને સ્વચ્છતા પસંદ છે. એટલે તમે જે સ્થળ પર શિવલિંગની સ્થાપના કરો છો તે સ્થળ સ્વચ્છ રહે તે પણ ખૂબ જરૂરી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

તો, મહામારીના સમયમાં ભલે ઘરે બેઠાં શિવજીની પૂજા કરો. પણ, શિવપૂજાના આ નિયમોને જરૂર ધ્યાનમાં રાખજો.

આ પણ વાંચો : 12 jyotirlinga: દર્શન માત્રથી કામનાઓને પૂર્ણ કરનાર મનાય છે આ ‘કામના લીંગ’ ! જાણો, વૈદ્યનાથ જ્યોતિર્લિંગનો મહિમા

આ પણ વાંચો :  આધ્યાત્મિક અને તબીબી દૃષ્ટિએ ફાયદો કરાવશે રુદ્રાક્ષ, જાણો શાસ્ત્રોક્ત મહિમા

Next Article