
Solar Eclipse 2021 : 10 જૂનને ગુરૃવારના રોજ દર્શ અમાવાસ્યા,ભાવુક અમાવાસ્યા આવી રહી છે અને શનિ જયંતિ પણ છે. આ બધા સંયોગ વચ્ચે આ જ દિવસે કંકણાકૃતિ સૂર્ય ગ્રહણ પણ આવી રહ્યું છે, જે આ દિવસને ખુબ વિશિષ્ટ બનાવે છે એક પખવાડિયામાં આવતું આ બીજું ગ્રહણ છે, જે વ્યાપક રીતે ઘણા ફેરફારની સૂચના આપે છે. વળી જે મિત્રોની કુંડળી(Kundli)માં ગ્રહણ હોય તેમના વિધિ વિધાન માટે આ શ્રેષ્ઠ દિવસ ગણી શકાય.
કુંડળીમાં ગ્રહણ યોગ થતો હોય તો તે કુંડળીનું હીર ચૂસી લે છે માટે તેનું નિવારણ યોગ્ય સમયે કરાવવું જરૂરી હોય છે જેના માટે વિશિષ્ઠ સંયોગ લઇ આવી રહેલ ભાવુક અમાસ, શનિ જયંતિ (Shani Jayanti) અને ગ્રહણનો દિવસ ૧૦ જૂન ગુરુવાર શ્રેષ્ટ ગણી શકાય. આ દિવસે અનુષ્ઠાન અને દાન ધર્મ કરવાથી શ્રેષ્ઠ લાભ પ્રાપ્ત કરી શકાય છે.
સૂર્ય અને શનિ પિતા પુત્ર છે સ્વભાવ થી બંને માં જમીન અસમાનનો ફેર છે. સૂર્ય પૂર્વ છે તો શનિ પશ્ચિમ છે. એટલા માટે જ સૂર્ય ગ્રહણ અને શનિ જયંતીનું સાથે આવવું ઘણું નોંધ પાત્ર છે તેમાં પણ હાલના ગોચર ગ્રહોની સ્થિતિ કે જયારે સ્વગૃહી શનિ સાથે પ્લુટોની યુતિ ચાલી રહી છે અને સૂર્ય મહારાજ રાહુ સાથે ચાલી રહ્યા છે ત્યારે આ સંયોગને ખુબ વિશિષ્ઠ સંયોગ કહી શકાય.
૧૦ જૂનના રોજ દર્શ અમાવાસ્યા પર વર્ષનુ પ્રથમ સૂર્ય ગ્રહણ વલયાકાર સૂર્ય ગ્રહણ હશે. આ વર્ષનુ પ્રથમ સૂર્ય ગ્રહણ છે. આ કંકણાકૃતિ સૂર્યગ્રહણ વૃષભ રાશિ અને મૃગશીર્ષ નક્ષત્રમાં થવાનું છે. આ ગ્રહણમાં, ચંદ્રમાં સૂર્યના 97 ટકા ભાગને પોતાની છાયાથી ઢાંકી લેશે અને ચંદ્રમાની છાયાથી સૂર્યના ચારે તરફ વલયાકાર એટલે કે રિંગ જેવી આકૃતિ બનશે.
Solar Eclipse
આ ગ્રહણ કેનેડા, રશિયા, ગ્રીનલેંજમાં જોઇ શકાય છે. અહીં પૂર્ણ સૂર્યગ્રહણ રહેશે. જ્યારે ઉત્તર અમેરિકા, યુરોપ અને ઉત્તર એશિયાના ભાગોમાં આ સૂર્યગ્રહણ જોવા મળશે. સૂર્યગ્રહણ બપોરે ૧:૪૨ વાગ્યે શરૂ થશે અને સાંજે ૦૬:૪૧ વાગ્યે સમાપ્ત થશે. શનિ અમાવસ્યાના દિવસે ન્યાયના દેવતા શનિદેવ બધાને અભય પ્રદાન કરે છે. શનિ જયંતીના દિવસે સમગ્ર વર્ષ માટે શિસ્ત અને સખત મહેનત નો સંકલ્પ લઇ શકાય કેમ કે તે શનિને શિસ્ત અને સખત મહેનત પ્રિય છે.
શનિ મહારાજ સત્કર્મથી રાજી થાય છે. શનિ જયંતીના દિવસે શનિના અશુભ પ્રભાવને દૂર કરવા માટે તલ અને તેલ એક સ્ટીલની વાટકીમાં માં લઈને તેમા મોઢુ જોઈને શનિ મંદિરમાં કે શિવ મંદિરમાં મુકવી જેથી તેનો દુષ્પ્રભાવ દૂર થાય છે. શનિ જન્મ રાશિથી ૪-૮ સ્થાનમાં ભ્રમણ કરે અથવા પોતાની રાશિથી ૧૨-૧-૨ સ્થાનમાં ભ્રમણ કરે ત્યારે નાની-મોટી પનોતી આવે છે.
આ શનિ જયંતિ સૂર્ય ગ્રહણ સાથે આવી રહી હોય વિશેષ સંયોગ બનાવે છે, રાશિ મુજબ શનિ જયંતિ પર નીચે મુજબ પ્રયોગ કરી શકાય.
મેષ (અ,લ,ઈ) : હ્રીં નિલાંજન્ સમાભાસં રવિપુત્ર યમાગ્રજમ્ ।છાયા માર્તંડ શમ્ભુતમ્ તં નમામિ શનૈશ્ચરમ્ ॥ આ મંત્રની ૩ કે ૫ માળા શનિ જયંતિ પર કરવી.
વૃષભ (બ,વ,ઉ) : “ૐ શં શનેશ્ચરાય નમઃ” આ મંત્રની ૧૧ માળા શનિ જયંતિ પર કરવી.
મિથુન (ક,છ,ઘ) : શનિ જયંતિ પર સુંદર કાંડના પાઠ કરવા.
કર્ક (ડ,હ) : શનિ જયંતિ પર હનુમાન ચાલીસાના પાઠ કરવા.
સિંહ (મ,ટ) : શનિ જયંતિ પર શનિ ચાલીસાના પાઠ કરવા.
કન્યા (પ,ઠ,ણ) : શનિ જયંતિ પર રાજા દશરથ રચિત શનિ સ્તોત્રના પાઠ કરવા.
તુલા (ર,ત) : શનિ જયંતિ પર ૩ મહા મૃત્યુંજય મંત્રની માળા કરવી.
વૃશ્ચિક (ન,ય) : શનિ જયંતિ પર પીપળે તેલનો દીવો કરી ૧૧ પ્રદક્ષિણા કરવી.
ધન (ધ,ભ,ફ,ઢ): શનિ જયંતિ પર રુદ્રીના પાઠ કરવા.
મકર (ખ,જ) : શનિ જયંતિ પર “ૐ શં શનેશ્ચરાય નમઃ” ૧૧ માળા કરવી.
કુંભ (ગ,સ,શ ) : શનિ જયંતિ પર સુંદર કાંડના પાઠ કરવા.
મીન (દ,ચ,ઝ,થ): શનિ જયંતિ પર સુંદર કાંડના પાઠ કરવા.
Published On - 3:22 pm, Tue, 8 June 21