Shravan 2021: આ ત્રણ રાશિઓ પર રહે છે ભગવાન શિવની વિશેષ કૃપા, જાણો ભોળાનાથને પ્રસન્ન કરવાના ઉપાય

|

Jul 27, 2021 | 8:08 AM

એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનો ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે અને આ પવિત્ર મહિનામાં ભગવાન શિવની પૂજા કરનારા દરેક શિવ ભક્ત તેમની દરેક મનોકામના નિશ્ચિતરૂપે પૂર્ણ થાય છે.

Shravan 2021: આ ત્રણ રાશિઓ પર રહે છે ભગવાન શિવની વિશેષ કૃપા, જાણો ભોળાનાથને પ્રસન્ન કરવાના ઉપાય
શિવ લિંગ

Follow us on

Shravan 2021: પવિત્ર શ્રાવણ માસ ભોલે ભંડારીની પૂજા અર્ચના માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. થોડા દિવસો બાદ જ પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. શ્રાવણ મહિનામાં, સોમવારે વ્રત કરવાથી અને શિવલિંગને જલભિષેક કરવાથી ભોલેનાથ પ્રસન્ન થાય છે. એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનો ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે અને આ પવિત્ર મહિનામાં ભગવાન શિવની પૂજા કરનારા દરેક શિવ ભક્ત તેમની દરેક મનોકામના નિશ્ચિતરૂપે પૂર્ણ થાય છે. જ્યોતિષમાં ભગવાન શિવની ઉપાસનાનું વિશેષ મહત્વ છે કારણ કે શિવમંત્રનો જાપ કરવાથી લોકોના જીવનમાં ખરાબ ગ્રહોની અસર ઓછી થાય છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ભગવાન શિવ ત્રણ રાશિ પર તેમની વિશેષ કૃપા આપે છે. ચાલો આપણે જાણીએ કે શ્રાવણ માસના પવિત્ર મહિનામાં આ ત્રણ રાશિઓ કઈ છે ? કે જે હંમેશા ભગવાન શિવ દ્વારા ધન્ય બને છે.

મેષ: આ રાશિ રાશિચક્રની પ્રથમ રાશિ છે. આ રાશિના સ્વામી મંગળ દેવતા હોય છે. ભગવાન ભોલે નાથને મંગળ રાશિ અત્યંત પ્રિય છે. ભગવાનની શુભ દ્રષ્ટિ હંમેશા તેના પર રહેતી હોય છે. આ રાશિ પર ભગવાન શિવની કૃપા દ્રષ્ટિ રહેવાને કારણે હંમેશા મેષ રાશિના જાતકોના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે. આ રાશિના જાતકોએ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સોમવારે શિવલિંગ પર જળ અભિષેક કરવો જોઈએ.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

આ રાશિના જાતકો પર શિવ કૃપા હોવાના કારણે નોકરી વેપારમાં હંમેશા સફળતા મળે છે. મેષ રાશિના જાતકો જો થોડી પણ મહેનત કરે છે તો તેને સફળતા જરૂર મળે છે. એવામાં ભગવાન શિવને વધુ પ્રસન્ન કરવા માટે શિવલિંગ પર જળ અર્પણ કરતી વખતે ૐ નમઃ શિવાયના જાપ જરૂર કરવા જોઈએ.

મકર: શનિ દેવને આ રાશિના સ્વામી માનવમાં આવે છે. આ રાશિ પણ ભગવાન શિવની પ્રિય રાશિઓમાંની એક છે. આ રાશિ પર શનિ અને શિવ એમ બંને દેવતાઓની વિશેષ કૃપા રહેલી હોય છે. જ્યારે પણ આરાશીના જાતકો પર કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ આવે છે ત્યારે ભગવાન શિવ હંમેશા તેના દુખ હરવા માટે ઉપસ્થિત રહે છે.

પવિત્ર શ્રાવણ માસમાં આરાશીના જાતકોએ ભગવાન શિવની આરાધના જરૂર કરવી જોઈએ.

આ રાશિના જાતકો માટે શિવ પૂજા ઘણી લાભ દાયક માનવમાં આવે છે. મકર રાશિના જાતકોને જળ અભિષેકની સાથે સાથે બિલી પત્ર અર્પણ કરવાની પણ સલાહ દેવમાં આવે છે. તેમજ પુજા કરતી વખતે મહામૃત્યુંજય મંત્રનો પાઠ પણ કરવો જોઈએ.

કુંભ: મકર અને કુંભ રાશિના સ્વામી શનીદેવ છે. શનિ દેવ બે-બે રાશિઓના સ્વામી તરીકે માનવમાં આવે છે. શનિની આ રાશિ ઉપર પણ ભગવાન શિવની કૃપા વરસે છે. પવિત્ર શ્રાવણ માસમાં આ રાશિના જાતકોએ પણ વિશેષ શિવ આરાધના કરવી જોઈએ. ૐ નમઃ શિવાયનો જાપ આ રાશિના જાતકોના તમામ કષ્ટો દૂર કરે છે. શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં દાન કરવાથી પણ ભગવાન શિવની વિશેષ કૃપા મળે છે.

 

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, ધન/મકર 27 જુલાઇ: ભાગીદારીના ધંધામાં થશે ફાયદો, દિવસ રહેશે સામાન્ય

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, તુલા/વૃશ્ચિક 27 જુલાઇ: પરિવારમાં તમારી હાજરીમાં લેવાશે મહત્વનો નિર્ણય, સમસ્યાઓનું થશે નિરાકારણ

 

Next Article