
જ્યારે પણ કોઈ પણ રાશિમાં કોઈ ફેરફાર (Rashi Parivartan) થાય છે તો તેની અસર વ્યક્તિના જીવન પર પણ પડે છે. ગ્રહોના પરિવર્તનની જીવનમાં ક્યારેક સારી તો ક્યારેક ખરાબ અસર પડે છે. રાહુ (Rahu) ને માયાવી ગ્રહ તરીકે પણ માનવામાં આવે છે તેનું એક કારણ છે.ક્યારેક તેને છાયા ગ્રહ પણ કહેવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર, હવે રાહુ લગભગ 18 મહિના પછી કોઈ રાશિમાં બદલાવા જઈ રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 27 માર્ચે રાહુ ગ્રહ મેષ રાશિ (Aries) માં પ્રવેશ કરી રહ્યો છે. રાહુને રોગચાળા, ચામડીના રોગ, વાણી, રાજનીતિ અને ધાર્મિક યાત્રાનો કારક માનવામાં આવે છે. હવે રાહુના રાશિ પરિવર્તનની અસર તમામ રાશિઓ પર પડશે, પરંતુ 4 રાશિના જાતકોને બિઝનેસ અને શેર સંબંધિત કામમાં વધુ ફાયદો થશે. ચાલો જાણીએ તે 4 રાશિઓ વિશે (4 Zodiac Special).
મિથુન રાશિના લોકો માટે રાહુ ભેંટ લઈને આવી રહ્યો છે. તેમને ગોચરનો જબરદસ્ત લાભ મળશે. આ રાશિના જે લોકો વહીવટી સેવામાં છે, તેઓને આ પરિવર્તનને કારણે માન-સન્માનમાં વધારો થશે. આ સાથે જ વેપારી માટે પણ સારો સમય હોવો જોઈએ. આ લોકોને બિઝનેસમાં નાણાકીય રોકાણનો લાભ પણ મળશે. તેમને બજારની દ્રષ્ટિએ પણ લાભ મળશે.
કર્ક રાશિના લોકો માટે રાહુનું સંક્રમણ શુભ સાબિત થવાનું છે. આ લોકોની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થવાનો છે. આ લોકો માટે દરેક કામમાં પરફોર્મન્સ સારું રહેશે. રાહુ સંક્રમણના સમયગાળા દરમિયાન સારી કમાણી કરી શકશે.
વૃશ્ચિક રાશિના જાતકો માટે રાહુનું સંક્રમણ ખૂબ જ ફાયદાકારક રહેશે. રાહુના સંક્રમણને કારણે તેમને ધન કમાવવા અને સંચય કરવામાં પણ સફળતા મળવાની છે. આ રાશિના લોકો માટે નવો ધંધો શરૂ કરવા માટે આ યોગ્ય સમય છે, જે ફાયદાકારક સાબિત થશે. જે લોકો નોકરી કરે છે, તેમને તેમની નોકરીમાં ઘણી પ્રગતિ થશે.
કુંભ રાશિના લોકો વિશે વાત કરીએ તો તેમના માટે રાહુનું સંક્રમણ લાભ લાવનાર છે. રાહુના સંક્રમણ દરમિયાન આ રાશિના લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો થવાનો છે. આ સાથે બિઝનેસમાં રોકાણ કરવું ફાયદાકારક રહેશે. પૈસાની બચત પણ ઘણી કરી શકાય છે. આ સિવાય તમને નોકરીમાં અચાનક પ્રમોશનના સારા સમાચાર મળી શકે છે.
નોંધ: અહી આપવમાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Junagadh: કેશોદના મઢડામાં સોનલધામના બનુમાનું નિધન, આજે સમાધી અપાશે
આ પણ વાંચો: સર્વાર્થ સિદ્ધિ યોગ સાથે માઘી પૂર્ણિમા ! જાણો કેવી રીતે થશે વિશેષ લાભની પ્રાપ્તિ ?