
હિન્દુ ધર્મમાં એકાદશી(Ekadashi) વ્રતનું વિશેષ મહત્વ છે. આ દિવસ શ્રી હરિને સમર્પિત છે. એક વર્ષમાં લગભગ 24 એકાદશીઓ આવે છે, એક શુક્લ પક્ષમાં અને બીજી કૃષ્ણ પક્ષમાં. જો કે તમામ એકાદશીઓનું મહત્વ છે, પરંતુ પુત્રદા એકાદશીનું વિશેષ મહત્વ છે કારણ કે આ એકાદશીનું વ્રત વર્ષમાં માત્ર બે વાર જ રાખવામાં આવે છે. પહેલું વ્રત પૌષ મહિનામાં અને બીજું શ્રાવણ મહિનામાં. શ્રાવણ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીને પુત્રદા એકાદશી કહે છે. આવી સ્થિતિમાં આજે એટલે કે 27મી ઓગસ્ટે પુત્રદા એકાદશીનું વ્રત કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : Putrada Ekadashi 2023: પુત્રદા એકાદશી પર આ પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ થાય છે પ્રસન્ન, આપે છે ઇચ્છિત વરદાન
પુત્રદા એકાદશી ખૂબ જ ફળદાયી માનવામાં આવી છે. માન્યતાઓ અનુસાર આ દિવસે વ્રત રાખવાથી અને સાચા મનથી શ્રી હરિની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ વ્રત એવા લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે જેમને કોઈ સંતાન નથી. આ વ્રત રાખવાથી સંતાન પ્રાપ્તિ થાય છે. ચાલો જાણીએ કે પુત્રદા એકાદશીની પૂજા માટેનો શુભ સમય કયો છે
પુત્રદા એકાદશી 27 ઓગસ્ટ 2023ના રોજ સવારે 12.08 કલાકે શરૂ થશે અને 27 ઓગસ્ટ 2023ના રોજ રાત્રે 9.32 કલાકે સમાપ્ત થશે. ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો શુભ સમય સવારે 07.33 થી 10.46 સુધીનો રહેશે. એકાદશી વ્રતનો પારણ સમય 28 ઓગસ્ટ 2023ના રોજ સવારે 5.57 થી 8.31 સુધીનો રહેશે.
માન્યતાઓ અનુસાર પુત્રદા એકાદશીનું વ્રત કરવાથી નિઃસંતાન લોકોને સંતાન પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત આ વ્રત બાળકોના જીવનમાંથી તમામ પરેશાનીઓ દૂર કરવા અને તેમના લાંબા આયુષ્ય માટે કરવામાં આવે છે. આ દિવસે શ્રી હરિની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી વિશેષ આશીર્વાદ મળે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.
ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો