આપણા શાસ્ત્રોમાં શ્રાદ્ધનું(Shraddh) ખુબ મહત્વ છે. પિતૃ પક્ષના આ દિવસો વ્યક્તિને પુણ્યની પ્રાપ્તિ કરવનારા મનાય છે. કહે છે કે પિતૃ પક્ષમાં શ્રાદ્ધ કર્મ કરવાથી પિતૃઓને તૃપ્તતા પ્રાપ્ત થાય છે અને સાથે જ વ્યક્તિ પર તેના પૂર્વજોના આશિર્વાદ પણ વરસે છે. પણ શું તમને ખબર છે શ્રાદ્ધ પક્ષ તમને માતા લક્ષ્મી આશિર્વાદ પણ અપાવે છે ? શું તમે જાણો છો કે પિતૃ પક્ષ આપના જીવનના આર્થિક પ્રશ્નોને દૂર કરી શકે છે ? શું તમે જાણો છો કે પિતૃ પક્ષ આપને કરાવી શકે છે અખૂટ ધનની પ્રાપ્તિ ?
શ્રાદ્ધ પક્ષની નવમી તિથી પર કરવામાં આવતી દેવી લક્ષ્મીની પૂજા થી આપના પર માતા લક્ષ્મીની કૃપા વરસાવી શકે છે. એવું કહેવાય છે કે જે શ્રાદ્ધ કર્ મનથી કરતાં કે કરી શકતાં અને પિતૃ પક્ષનું પાલન નથી કરી રહ્યાં તે જ લોકો એ આ લૌકિક ઉપાય કરવો જોઈએ.
આ રીતે કરો માતા લક્ષ્મીને પ્રસન્ન
⦁ સૌથી પહેલાં માતા લક્ષ્મીના એ સ્વરૂપની સ્થાપના કરો જેમાં માતા લક્ષ્મીના હાથ માંથી ધનની વર્ષા થઈ રહી છે.
⦁ ત્યારબાદ માતા લક્ષ્મીના સ્વરૂપની સામે ગાયના ઘીનો દીવો કરવો.
⦁ ત્યારબાદ માતા લક્ષ્મીના સ્વરૂપને ચંદનનું અત્તર અર્પણ કરો.
⦁ એવું કહેવાય છે કે આ પ્રક્રિયા દીવાળીના દિવસ સુધી નિયમિત કરવી જોઈએ.
⦁ એવું માનવામાં આવે છે કે આ પૂજનની સાથે જો ચાંદીના સિક્કાનું પૂજન કરી તેને ઘરની તિજોરીમાં રાખવામાં આવે તો ઘરની તિજોરી ક્યારેય ખાલી ન થતી હોવાની માન્યતા છે. આવું કરવાથી ઘરમાં લક્ષ્મીજી સ્થિર થતાં હોવાની માન્યતા છે.
⦁ તો કામના સ્થળ પર જો આપ માતા લક્ષ્મીનું પૂજન કરવા ઈચ્છો છો અને કામમાં વૃદ્ધિ ઈચ્છો છો તો માતા લક્ષ્મીના એ સ્વરૂપની સ્થાપના કરવી જોઈએ કે જેમાં માતા લક્ષ્મીની બંન્ને બાજું હાથી હોય. કામના સ્થળ પર માતાજીના પૂજનની વખતે તેમને એક તાજું ગુલાબ અર્પણ કરવું જોઈએ. એ ગુલાબ આપ આપના કામના સ્થળ પર કોઈ તિજોરી હોય તેમાં રાખી શકો છો.
⦁ તો પ્રમોશનની કામના કરનારા લોકો એ નોમની તિથી પર લક્ષ્મીજીની સાથે ગણેશજીની પણ સ્થાપના કરવી જોઈએ. અને નિયમિત માતા લક્ષ્મીને ગુલાબી અને ગણાશજીને પીળા રંગનુ પુષ્પ અર્પણ કરો. ત્યારબાદ માતા લક્ષ્મીને અષ્ટગંઘ પણ અર્પણ કરવાં.
આ પણ વાંચો: માત્ર એક મંત્રના જાપથી પિતૃને થશે મોક્ષની પ્રાપ્તિ ! જાણો પિતૃ મોક્ષ મંત્ર