દેવી-દેવતાની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા અર્પણ કરો આ પ્રસાદ !

|

Jan 16, 2022 | 6:14 AM

હિન્દુ ધર્મમાં પૂજા-વિધાન જેટલું જ મહત્વ તો દેવી દેવતાને અર્પણ થતા પ્રસાદનું છે. આ પ્રસાદને આપણે ભોગ કે નૈવેદ્ય કહીએ છીએ. દેવતાઓ અને દેવીને ધરાવવામાં આવતા પ્રસાદનું એક આગવું જ મહત્વ છે.

દેવી-દેવતાની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા અર્પણ કરો આ પ્રસાદ !
Prasad-Naivaidhya (symbolic image)

Follow us on

દેવી-દેવતાની વિશેષ કૃપા પ્રાપ્ત કરવાનો સર્વોત્તમ માર્ગ એટલે તેમનો પ્રિય પ્રસાદ (Prasad). ભગવાનને તેમની પસંદગી મુજબનો પ્રસાદ જો અર્પણ કરવામાં આવે તો તેમના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. શ્રદ્ધાળુઓ વિવિધ પૂજા વિધાન દ્વારા દેવી દેવતાને રીઝવવાનો પ્રયાસ કરતા હોય છે ત્યારે આ પૂજા વિધાન જેટલું જ મહત્વ તો છે તેમને અર્પણ થતાં પ્રિય પ્રસાદનું. ઘણાં ઓછા શ્રદ્ધાળુઓને ખ્યાલ છે કે શ્રદ્ધાથી દેવી-દેવતાને પ્રસાદ અર્પણ કરીને તેમની કૃપાને પ્રાપ્ત કરી શકાય છે.

જેમ નૈવેદ્યમાં મિઠાશ મધુરતા હોય છે. તેવી જ રીતે તમારા જીવનમાં મીઠાશ અને મધુરતા હોવી જરૂરી છે. દેવી અને દેવતાને નૈવેદ્ય અર્પણ કરવાથી તમારા જીવનમાં મધુરતા, સૌમ્યતા અને સરળતા આવશે. દેવી દેવતાને પ્રસન્ન કરવા માટે તેમને પ્રિય પ્રસાદ કે નૈવેદ્ય અર્પણ કરીને આપ તેમના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો. આ પ્રસાદ-નૈવેદ્ય આપના જીવનમાં દરેક પ્રકારના સુખ, સંપત્તિ અને સમૃદ્ધિ લાવશે.

દેવી-દેવતાને પ્રિય પ્રસાદ

IPL 2025થી 7000 કિમી દૂર છે ગૌતમ ગંભીર
IPL ઈતિહાસમાં આ રેકોર્ડ બનાવનાર શ્રેયસ અય્યર પ્રથમ કેપ્ટન,જુઓ ફોટો
એરલાઇન કંપનીનો માલિક છે, આ અભિનેતા જુઓ ફોટો
શું બદામ સાથે અંજીર ખાય શકાય? નિષ્ણાતો પાસેથી જાણો
Vastu Tips: ભૂલથી પણ ઘરની આ દિશામાં દીવો ન રાખો, સુખ-સમૃદ્ધિ જશે!
સ્વપ્ન સંકેત: સપનામાં ક્યારેય ભૂત-પ્રેત દેખાયા છે, તે શું સંકેત આપે છે?

ગણપતિ

સમગ્ર દેવી અને દેવતાઓમાં ગણપતિ દાદાને સૌથી પહેલા પૂજવામાં આવે છે.ગણપતિને પ્રથમ પૂજનીય ગણવામાં આવે છે.ગણપતિ દાદાને મોદક, લાડુ ખૂબ પ્રિય છે. આપ જો તેમની પૂજા કરી રહ્યા છો તો તેમને મોદક કે લાડુ અવશ્ય ધરાવો, જેથી ગણપતિદાદા જલ્દી પ્રસન્ન થઇને તમારી મનોકામના પૂર્ણ કરશે.

મહાદેવ

દેવોના દેવ મહાદેવને જો તમે પ્રસન્ન કરવા માંગો છો તો તેમને તો એક લોટો જળ અર્પણ કરો એટલે તે પ્રસન્ન થઇ જશે. પણ મહાદેવની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા તેમને જળની સાથે દૂધ પણ અર્પણ કરો. આ રીતે તેમનો અભિષેક કરશો તો તમારા જીવનમાં ક્યારેય કોઇ સમસ્યા નહીં રહે.

માતા લક્ષ્મી

ધનની દેવી લક્ષ્મીને સફેદ રંગની વસ્તુઓ ખૂબ પ્રિય છે. માતાજીને ચોખા અને દૂધથી બનેલ વાનગીઓ બહુ જ પસંદ હોય છે. તેમજ માતા લક્ષ્મીને મખાના પણ ખૂબ જ પ્રિય છે. તમે જો માતા લક્ષ્મીને શુક્રવારના દિવસે ખીરનો પ્રસાદ અર્પણ કરશો તો માતા લક્ષ્મીની વિશેષ કૃપા આપના પર સદાય રહેશે.

ભગવાન વિષ્ણુ

ભગવાન વિષ્ણુને પીળા રંગની વસ્તુઓ ખૂબ પ્રિય હોય છે. ગુરુવારના દિવસે વિષ્ણુ ભગવાનને બેસનના લાડુ અથવા ગોળ અર્પણ કરશો તો આપની દરેક મનોકામના પૂર્ણ થશે સાથે જ તમારા રોકાયેલા કાર્યો પણ આગળ વધશે.

શનિદેવ

શનિદેવને કાળો રંગ ખૂબ પ્રિય છે. શનિદેવને પ્રસન્ન કરવા શનિવારના દિવસે કાળા તલ કે સરસિયાનું તેલ અર્પણ કરો. આ કાર્ય કરવાથી આપની કુંડળીમાં રહેલ શનિગ્રહ સંબંધિત દોષમાંથી આપને મુક્તિ મળે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : પૂજા સમયે મંદિરમાં શા માટે વગાડવામાં આવે છે ઘંટ ? જાણો તેનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ

આ પણ વાંચો : દેવી-દેવતાઓની પૂજા કરતી વખતે હંમેશા આ બાબતોનું ધ્યાન રાખો, મળશે પૂજાનું સંપૂર્ણ ફળ