સખ્ત પરિશ્રમ કરવા છતાં કાર્યમાં નથી મળી રહી સફળતા ? આ સરળ ઉપાયથી પૂર્ણ થશે મનોકામના !

અનેક પ્રયાસ છતાં જો કાર્યમાં સફળતા (success) ન મળી રહી હોય, તો કોઈપણ મંદિરમાં જઈને નિત્ય એક કેળુ અર્પણ કરવું જોઈએ. આ કાર્ય સતત 40 દિવસ સુધી સળંગ કરવું જોઈએ.

સખ્ત પરિશ્રમ કરવા છતાં કાર્યમાં નથી મળી રહી સફળતા ? આ સરળ ઉપાયથી પૂર્ણ થશે મનોકામના !
Banana Prasad (symbolic image)
| Edited By: | Updated on: Jul 21, 2022 | 6:17 AM

ઘણીવાર એવું બને છે કે ખૂબ જ મહેનત કરવા છતાં વ્યક્તિને સફળતા (success) નથી મળતી. વ્યક્તિગત જીવનમાં, અભ્યાસમાં કે નોકરીમાં પણ વ્યક્તિને સખ્ત પરિશ્રમ કરવા છતાં સકારાત્મક પરિણામ (positive result) નથી મળતા. ત્યારે જ્યોતિષ શાસ્ત્રમાં (astrology remedies) એવાં અનેકવિધ ઉપાયો દર્શાવવામાં આવ્યા છે કે જે કરવાથી આ સમસ્યાનું નિવારણ મેળવી શકાય છે. એટલું જ નહીં, ઈચ્છિત પરિણામની પ્રાપ્તિ પણ કરી શકાય છે. આ એ ઉપાયો છે કે જે સફળતાના માર્ગને ખોલી દે છે. ત્યારે આવો, આ વિશે જ આજે આપણે વિગતે માહિતી મેળવીએ.

કાર્યમાં સફળતા મેળવવા

⦁ અનેક પ્રયાસ છતાં જો કાર્યમાં સફળતા ન મળી રહી હોય, તો કોઈપણ મંદિરમાં જઈને નિત્ય એક કેળુ અર્પણ કરવું જોઈએ. આ કાર્ય સતત 40 દિવસ સુધી સળંગ કરવું જોઈએ. કહે છે કે તેનાથી ચોક્કસપણે જે-તે કાર્યમાં સફળતાની પ્રાપ્તિ થાય છે.

⦁ 100 ગ્રામ બદામ લો. તેમાંથી અડધી બદામ શ્રીહનુમાનજીના મંદિરમાં અર્પણ કરો. ત્યારબાદ બાકીની બદામને લાલ વસ્ત્રમાં બાંધીને ઘરના પૂજાસ્થાનમાં મૂકી દો. એક વર્ષ બાદ આ બદામોને નદીના વહેતા જળમાં પ્રવાહીત કરી દો. અને ત્યારબાદ ફરી નવી બદામ લઈને આ પ્રયોગ કરો. કહે છે જીવનમાં આવનારા અવરોધો આ પ્રયોગ કરવા માત્રથી દૂર થઈ જાય છે.

⦁ તમારા વજન અનુસાર ઘઉં લો. સાથે એક ચપ્પુ, સવા કિલો ગોળ, સવા મીટરનું લાલ વસ્ત્ર, લાલ ફૂલ, તાંબાનું એક વાસણ તેમજ યથાસ્થિતિ દક્ષિણા લો. આ તમામ વસ્તુઓ લઈ રવિવારના દિવસે મંદિરમાં તેનું દાન કરી દો.

અભ્યાસમાં સફળતા અર્થે

⦁ જો બાળકોને અભ્યાસના ક્ષેત્રમાં સતત અસફળતા મળી રહી હોય તો શનિવારથી શરૂ કરીને મંગળવાર સુધી, એમ સળંગ ચાર દિવસ સુધી ચાર બદામ નદીમાં પ્રવાહિત કરી દેવી.

⦁ અભ્યાસ કરતી વખતે બાળકોએ એક અરીસો સામે રાખીને વાંચન વાંચન કરવું જોઈએ. આવું કરવાથી ભણવામાં મન લાગેલું રહે છે. અને અન્ય બાબતો તરફ ધ્યાન ભટકતું નથી.

⦁ નિત્ય શ્રીગણેશ અને માતા સરસ્વતીની પૂજા કરો.

સરળ પ્રયોગોથી સિદ્ધિ !

⦁ મંગળવારના દિવસે હનુમાન મંદિરમાં રામાયણનું એક પુસ્તક ભેંટમાં આપવું.

⦁ મંગળવારના દિવસે હનુમાન મંદિરમાં ધજા અર્પણ કરવી.

⦁ સોમવારના દિવસે કાળા-સફેદ રંગના ધાબળાનું મંદિરમાં દાન કરવું.

⦁ નિત્ય કેસરનું તિલક લગાવવું.

⦁ પાકિટમાં હંમેશા જ લાલ રંગનો રૂમાલ રાખવો.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)