Money plant Vastu : ખોટી જગ્યાએ મની પ્લાન્ટ રાખવાથી પણ લાગે છે વાસ્તુ દોષ, જાણો વેલને રાખવાની સાચી દિશા

Money plant Vastu : વાસ્તુ અનુસાર ઘરમાં લગાવવામાં આવેલ મની પ્લાન્ટ(Money plant) માત્ર નાણા જ નહીં પરંતુ સકારાત્મક ઉર્જા પણ લાવે છે. પરંતુ, એવું પણ બને છે કે મની પ્લાન્ટ લગાવવા છતાં લોકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં વાસ્તુના આ નિયમોનું પાલન કરવાથી તમારી સમસ્યાઓ દૂર થઈ શકે છે. આવો જાણીએ તેઓ શું છે..

Money plant Vastu : ખોટી જગ્યાએ મની પ્લાન્ટ રાખવાથી પણ લાગે છે વાસ્તુ દોષ, જાણો વેલને રાખવાની સાચી દિશા
Money plant Vastu
| Edited By: | Updated on: Nov 30, 2022 | 4:05 PM

Money plant Vastu : ભારત એવો દેશ છે જ્યાં લગભગ દરેક ઘરમાં મની પ્લાન હોય છે, ઘણા લોકો તેને વાસ્તુશાસ્ત્રના ફાયદા સ્વરૂપે ઘરમાં રાખે છે. કહેવાય છે આ મની પ્લાન્ટના કારણે નાણ સંબધીત સમસ્યાઓ નથી આવતી. પરંતુ ઘણી વખત મની પ્લાન્ટ લગાવવા છતાં લોકોને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં મની પ્લાન્ટ રાખવાથી જ નહીં, પરંતુ તેને યોગ્ય દિશામાં અને સ્થિતિમાં રાખવાથી પણ શુભતા પ્રાપ્ત થાય છે. વાસ્તુ અનુસાર ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં મની પ્લાન્ટ રાખવો સૌથી વધુ ફળદાયી છે. કારણ કે પૂર્વ દિશા ભગવાન ગણેશની હોય છે, આ દિશા રીધ્ધી-સીધ્ધીની છે, જો મની પ્લાન્ટ આ દિશામાં રાખવામાં આવે તો ઘન લાભ થાય છે. આવો જાણીએ મની પ્લાન્ટ સંબંધિત સટીક ઉપાય.

આ દિશામાં રાખો મની પ્લાન્ટ

વાસ્તુ અનુસાર જ્યારે તમે ઘરમાં મની પ્લાન્ટ લગાવો ત્યારે ખાસ તેની દિશાનું ધ્યાન રાખો, માનવામાં આવે છે કે મની પ્લાન્ટને અગ્નિકોણ એટલે કે દક્ષિણ- પૂર્વ દિશા રાખવું સૌથી શુભ છે. આ દિશા ભગવાન ગણેશનો વાસ હોવાનું માનવામાં આવે છે. પરંતુ એ બાબતનું ચોક્કસ ધ્યાન રાખો કે મની પ્લાન્ટને ભલથી પણ ઉતર- પૂર્વ દિશામાં ન રાખો, કારણ કે તેનાથી નકારાક્મક પ્રભાવ ઉદ્ભવે છે.

મની પ્લાન્ટને જમીનનો સ્પર્શ ન થવા દો

ઘણી વખત એવુ બને કે મની વેલનો ગ્રોથ ખુબ વધી જાય અને જે જમીનને અડકી જાય, વાસ્તુ પ્રમાણે આ વસ્તુ ખોટી છે. મની પ્લાન્ટ જો જમીન પર અડકે તો ઘર પરિવારની આર્થિક સ્થિતી પર તેની સીધી અસર થાય છે. વેલ જો જમીન પર રહેશે તો તમારી પ્રગતી થતી પણ અટકશે, માટે જો વેલ વધતી જાય છે તો તેને દિવાલ કે છત તરફ દિશા આપો, એ દાભદાયી રહેશે.

સુકા પાન કાપી કાઢો

વાસ્તુ અનુસાર મની પ્લાન્ટના સુકા પત્તા એક તો વેલની શોભા બગાડે છે. બિજુ કે વાસ્તુ પ્રમાણે સુકા પાન પરેશાનીઓ વધારે છે. અને સુકાયેલા પત્તા કાઢવાથી નવા પાન માટે જગ્યા પણ બને છે.

બહાર રોપશો નહીં

મની પ્લાન્ટ ઘરની બહાર ક્યારેય ન લગાવવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તેની શુભતા તમારા સુધી પહોંચતી નથી. ઘણા લોકો મની પ્લાન્ટ ભેટમાં આપે છે, એવું માનવામાં આવે છે કે આ કરવાથી તમારા ઘરની કૃપા બંધ થઈ જાય છે. ધ્યાન રાખો કે છોડની વેલો ઘરની બહાર લટકવી ન જોઈએ.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.